પુનાથી થોડાક જ કલાકો દૂર આ જગ્યા વીકેન્ડ માટે છે એકદમ પરફેક્ટ

Tripoto
Photo of પુનાથી થોડાક જ કલાકો દૂર આ જગ્યા વીકેન્ડ માટે છે એકદમ પરફેક્ટ 1/2 by Paurav Joshi

ભારતના સૌથી સમૃદ્ધ શહેરોમાંના એક એવા પુનામાં આમ તો ફરવાલાયક ઘણી જગ્યાઓ છે પરંતુ તમારે એક્સપ્લોર કરવી હોય તો એક જગ્યા છે જે શહેરથી 40 કિ.મી. દૂર છે અને તે છે તામ્હિણી ઘાટ. આ જગ્યા તમને દિવાના બનાવી દેશે. અહીં લીલોતરી, લેક અને વૉટરફૉલ છે.

Photo of પુનાથી થોડાક જ કલાકો દૂર આ જગ્યા વીકેન્ડ માટે છે એકદમ પરફેક્ટ 2/2 by Paurav Joshi

કેવી રીતે પહોંચશો?

તામ્હિણી ઘાટ રોડ ટ્રિપ કરવા માટે બેસ્ટ જગ્યા છે. તમે મુંબઇ કે પુનાથી પોતાની ગાડી કે કેબ કે ટેક્સી કરીને અહીં આવી શકો છો. રસ્તામાં રસાયણી, ઇમેજિકા થીમ પાર્ક અને પાલી થઇને તામ્હિણી ઘાટ પહોંચી શકાય છે.

શું જોશો?

તામ્હિણી ઘાટ પુનાનું ઑફબીટ ડોસ્ટિનેશન છે જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીં ઘણું બધુ છે.

1. તામ્હિણી વૉટરફૉલ

આ વૉટરફૉલ પહાડની ઊંચાઇ પરથી પડે છે. જે જોવાની કેવી મજા આવે તે અહીં આવીને જ ખબર પડે છે. તમે અહીં સ્નાન પણ કરી શકો છો. દોસ્તો અને ફેમિલી સાથે અહીં ફરવાની મજા આવશે.

2. અંધ્રબન ટ્રેલ

પ્રકૃતિ પ્રેમીની સાથે જો તમને એડવેન્ચર પસંદ છે તો તમે અહીં હાઇકિંગ પણ કરી શકો છો. આ તક આપે છે અંધ્રબન ટ્રેલ. જે તામ્હિણીના ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. રસ્તામાં તમને ઘણાં ઝરણાં જોવા મળશે. આંધ્રબન ટ્રેલ પોઇન્ટની આસપાસ લોભામણા દ્રશ્યો જોવા મળે છે. અહીં બેસીને કલાકો સુધી પ્રકૃતિને નિહાળી શકાય છે.

3. કૈલાશગડ ફોર્ટ

તામ્હિણી ઘાટ જાઓ તો કૈલાશગડ કિલ્લાને પણ એક્સપ્લોર કરી શકો છો. આ કિલ્લો પહાડી ફોર્ટ છે. મૌલા નદીના ઉદ્ગમ સ્થળે આવેલો આ ફોર્ટ મુલ્શી ડેમની પાસે છે. પાંચ પર્વતોથી બનેલો છે કિલ્લો. આ કિલ્લા સુધી પહોંચવા ટ્રેક કરવો પડે છે. ગાઢ જંગલોમાંથી પસાર થઇને તમે આ પહાડી કિલ્લા સુધી પહોંચી શકો છો. કિલ્લાની ચારે બાજુ ફેલાયેલી સુંદરતા તમે મંત્રમુગ્ધ કરી દેશે.

4. મુલ્શી

તામ્હિણી ઘાટની પાસે એક સુંદર જગ્યા છે મુલ્શી. મુલ્શીમાં તમે ડેમ અને સુંદર સરોવર જોઇ શકો છો. મુલ્શી લેકને જોવા માટે પોતાના દોસ્તો અને ફેમિલી સાથે આવી શકો છો. ચારેબાજુ ફેલાયેલી હરિયાળી વચ્ચે પિકનિક મનાવી શકો છો. તમે આ લેકમાં રિવર રાફ્ટિંગ કરવા માંગો તો મુલ્શી ડેમ આના માટે યોગ્ય જગ્યા છે. કુલ મળીને અહીં કરવા માટે ઘણું બધુ છે, બસ તમારા આવવાની રાહ છે.

5. કોલાડ

જો તમે રોમાંચના શોખીન છો તો તામ્હિણી ઘાટની પાસે એક શાનદાર જગ્યા છે કોલાડ. કોલાડ મહારાષ્ટ્રના શાનદાર એડવેન્ચર હબમાનું એક છે. કોલાડ કુંડાલિકા નદીના કિનારે આવેલું છે. તમે અહીં રિવર રાફ્ટિંગ કરી શકો છો. કોલાડમાં તમે કોલાડ ડેમ, સુતારવાદી લેક, તાલા ફોર્ટ અને ધોલવાલ ડેમ જોઇ શકો છો.

આ ઉપરાંત, પણ તામ્હિણી ઘાટમાં એક્સ્પ્લોર કરવા માટે અહીં ઘણું બધુ છે. સારી વાત એ છે કે આ જગ્યા અંગે ઘણા ઓછા લોકોને ખબર છે જેનાથી અહી ભીડભાડ ઓછી જોવા મળે છે.

ક્યારે જશો?

તામ્હિણી ઘાટ એક મોનસૂન ડેસ્ટિનેશન છે. વરસાદ પડ્યા પછી આ જગ્યા વધારે સુંદર દેખાય છે. ચારેબાજુ હરિયાળી અને પહાડોમાં કંઇક અલગ નિખાર આવી જાય છે. તમે ચોમાસામાં આ જગ્યા પર આવી શકો છો. આ ઉપરાંત, તામ્હિણી ઘાટ એક્સપ્લોર કરવા માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી બેસ્ટ ટાઇમ છે. શિયાળામાં પણ આ જગ્યા સુંદર લાગે છે. તમારે એકવાર તામ્હિણી ઘાટ જરુર જવું જોઇએ.

ક્યાં રોકાશો?

તામ્હિણી ઘાટ પુનાથી ફક્ત 40 કિ.મી.ના અંતરે છે એટલા માટે તમને રોકાવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. તમે એક દિવસમાં એક્સ્પ્લોર કરીને સાંજે પુના પહોંચી શકો છો. જો તમે રાત અહીં પસાર કરવા માંગો છો તો તામ્હિણી ઘાટની પાસે રસ્તામાં અનેક રિસોર્ટ, હોમસ્ટે અને હોટલ છે. તમે તમારા બજેટ અને સુવિધાના હિસાબે તેમાં રોકાઇ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads