રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ

Tripoto
Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 1/8 by Paurav Joshi

રાજસ્થાન કિલ્લા, હવેલીઓ અને રાજાશાહી શાનો શૌકતનો પ્રદેશ છે. જેની દુનિયામાં એક અલગ ઓળખ છે. દુનિયાના લાખો પર્યટક અહીં દર વર્ષે આવે છે, પરંતુ 2020- 2021નું વર્ષ કોરોનાની ચપેટમાં એવું આવ્યું કે પર્યટન વ્યવસાય સંપૂર્ણ રીતે થંભી ગયો. ગત વર્ષે કોરોનાનો ગ્રાફ વધતો ગયો અને વેપાર ઘટતો ગયો. કંઇક આવી જ મોટી અસર રાજસ્થાનના પર્યટન વ્યવસાય પર પડી પરંતુ હવે તસવીર કંઇક બદલવા લાગી છે.

બીકાનેરમાં પર્યટન સ્થળમાંના એક સૌથી મોટા જુનાગઢ કિલ્લામાં હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જો કે અહીં આવનારા પ્રવાસીઓમાં મોટાભાગે હરિયાણા, પંજાબ, ગુજરાત અને દિલ્હીના પ્રવાસીઓ છે. જો તમે પણ રાજસ્થાન ફરવા નીકળ્યા છો તો બીકાનેરનો જુનાગઢ ફોર્ટ અચુક જુઓ.

જુનાગઢ ફોર્ટ

Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 2/8 by Paurav Joshi

બીકાનેરનો આ એક ખાસ કિલ્લો છે. તેની સુંદરતા તમાર દિલને જરુર જીતી લેશે. આ કિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો તેનું નિર્માણ 1478માં મહારાજા રાવ બીકાએ કરાવ્યું હતું. તેમના નામ પર જ શહેરનું નામ બીકાનેર પડ્યું. આની એક અન્ય ખાસિયત છે કે આની પર ઘણાં આક્રમણકારીઓએ હુમલો કર્યો પરંતુ સફળ ન થયા.

Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 3/8 by Paurav Joshi

જુનાગઢ કિલ્લો મુગલ, ગુજરાતી અને રાજપૂત કલાઓનું અદ્ભુત મિશ્રણ છે. આ કિલ્લામાં કાચ અને લાખનું કામ ઘણું જ સુંદરતાથી કરવામાં આવ્યું છે. જો તમે જુનાગઢ ટ્રિપનો પ્લાન કરો તો અનૂપ મહેલ, બાદલ મહેલ (હવા મહેલ), ડુંગર મહેલ, દિવાન એ ખાસ અને ગંગા મહેલ પણ જરુર જાઓ.

જુનાગઢ કિલ્લાના એક મોટા ભાગને હવે મ્યૂઝિમમાં ફેરવી નાંખવામાં આવ્યો છે. અહીં ફરવા માટે ભારત જ નહીં વિદેશથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.

કિલ્લાનો ઇતિહાસ

Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 4/8 by Paurav Joshi

જુનાગઢ કિલ્લાના નિર્માણની શરુઆત 1478માં રાવ બીકા દ્ધારા કરવામાં આવી હતી. પહેલા આ ખડકનો બનેલો એક કિલ્લો હતો પરંતુ બાદમાં બિકાનેરના આ કિલ્લાને સુરક્ષિત રાખવા માટે તેની ચારે બાજુ અને વર્તમાનમાં સ્થિત જુનાગઢ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. બીકાનેર શહેર 1472માં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને આ શક્તિશાળી કિલ્લાની ચારે બાજુ ફેલાયેલું છે.

ઇતિહાસ અનુસાર જુનાગઢ કિલ્લા પર ઘણીવાર આક્રમણ થયું પરંતુ ફક્ત એક શાસકને છોડીને બાકી બધા આ કિલ્લાને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા. આપને જણાવી દઇએ કે પુત્ર કામરાન મિર્ઝા 1534માં રાવ જૈત સિંહના શાસન દરમિયાન ફક્ત એક દિવસ માટે જુનાગઢના કિલ્લા પર કબજો જમાવ્યો હતો. ત્યાર બાદ પોતાના છઠ્ઠા શાસક રાજા રાય સિંહના શાસનકાળમાં બીકાનેર શહેરનો વિકાસ થયો. જેમણે 1571-1611 સુધી અહીં શાસન કર્યું હતું. બાદમાં રાજા રાય સિંહે મુગલ શાસનનો સ્વીકાર કરી લીધો અને તેમણે અકબર અને જહાંગીરના શાસનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું હતું. ઘણાં યુદ્ધમાં જીત પ્રાપ્ત કર્યા બાદ રાજા રાય સિંહની ઘણી પ્રશંસા કરવામાં આવી ત્યાર બાદ તેમને ઘણી જાગીરો આપવામાં આવી. મુગલ શાસનમાં સારુ પદ પ્રાપ્ત કર્યા પછી રાજા રાય સિંહે 17 ફેબ્રુઆરી 1589 જુનાગઢ કિલ્લાનું નિર્માણ શરુ કર્યું જેનું નામ 17 જાન્યુઆરી 1594ના રોજ પૂર્ણ કર્યું.

જુનાગઢ કિલ્લાની વાસ્તુકળા

Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 5/8 by Paurav Joshi

જુનાગઢ કિલ્લાની સંરચના જોવામાં ઘણી આકર્ષક છે, આ કિલ્લો ઉત્કૃષ્ઠ વાસ્તુકળાનો નમૂનો છે. કિલ્લાની વાસ્તુકળામાં ઘણી સંસ્કૃતિનું મિશ્રણ છે, જેના કારણે જુનાગઢ કિલ્લાની સંરચનામાં તેની પર રાજ કરનારા દરેક શાસકનો પ્રભાવ દેખાય છે. પહેલા આ કિલ્લો રાજપૂત શૈલીમા બનાવાયો હતો પરંતુ પછીથી આ કિલ્લો મુગલ અને રાજસ્થાની શૈલીથી પ્રભાવિત થયો. જુનાગઢનો કિલ્લો રાજસ્થાનના સૌથી સુંદર કિલ્લાઓમાંનો એક છે, કારણ કે આ કિલ્લાનો દરેક ખૂણો વખાણવા લાયક છે.

જુનાગઢ કિલ્લાની અંદર ઘણાં મહેલ છે જેની પોતાની અલગ અલગ ખાસિયત છે. મહેલની કોતરણી કરેલી દિવાલો, ચિત્ર, ઉપયોગમાં લેવાયેલા સંગેમરમરના પથ્થર અને લાલ પથ્થર આ કિલ્લાની ભવ્યતાને વધારે છે.

Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 6/8 by Paurav Joshi

એન્ટ્રી ફીસ

ભારતીયો માટે એન્ટરી ફીસ -50 રુપિયા

ભારતીય સ્ટુડન્ટ્સ માટે - 30 રુપિયા

વિદેશીઓ માટે એન્ટ્રી ફીસ- 300 રુપિયા

ફોરેનર સ્ટુડન્ટ્સ માટે- 150 રુપિયા

સમય

સવારે 10 વાગ્યાથી સાંજે 04:30 વાગ્યા સુધી

બેસ્ટ ટાઇમ

જુનાગઢ કિલ્લો ફરવા જવાનો બેસ્ટ ટાઇમ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

આ રીતે જવાય

Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 7/8 by Paurav Joshi

રોડ માર્ગે

જયપુર, જોધપુર, દિલ્હી, અમદાવાદથી રોડદ્ધારા બીકાનેર સુધી જઇ શકાય છે. સરકારી અને ખાનગી બસોમાં પણ જઇ શકાય છે. બીકાનેર પહોંચીને લોકલ બસમાં જુનાગઢ ફોર્ટ પહોંચી શકાય છે.

રેલવે માર્ગે

દિલ્હી, કલકતા, આગ્રા, જયપુર, અલાહાબાદથી ટ્રેનો મળી જશે. બીકાનેર જંકશનથી જુનાગઢ ફોર્ટનું અંતર ફક્ત 1 કિ.મી. છે.

વિમાન માર્ગે

સૌથી નજીકનું એરપોર્ટ જોધપુર છે. જેનું અંતર 235 કિ.મી. છે. અહીંથી પ્રાઇવેટ ટેક્સી અને લોકલ ટ્રાન્સપોર્ટ દ્ધાર બીકાનેર પહોંચી શકાય છે.

Photo of રાજસ્થાનો તાજ છે બિકાનેરનો જુનાગઢ કિલ્લો, જાણો કેવી રીતે જવાય, કેટલો થાય ખર્ચ 8/8 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads