મુસાફરી એ એક કળા છે, અને તેને નિખારવા માટે એવી જગ્યાનું લિસ્ટ બનાવી શકાય છે જ્યાં ફરવા જવાનું છે. તો આવા સ્થળમાં એક નવું નામ છે જ્યોલિકોટનું.
જ્યોલીકોટ અથવા જુલીકોટ જેને નૈની તળાવનું ઉદ્ગમ સ્થાન હોવાનું કહેવાય છે, પરંતુ તે તેના મૂળ સ્થાન કરતાં વધુ આકર્ષક છે. આ સ્થળ પહાડોના પ્રદેશ એવા ઉત્તરાખંડમાં આવે છે અને ખૂબ જ રસપ્રદ છે. નૈનીતાલની ખૂબ નજીક હોવાના કારણે અહીં આવતા પ્રવાસીઓ નૈનીતાલ ફરવા જાય છે અને નૈનીતાલના રહેવાસીઓ અહીં ચક્કર લગાવી જાય છે. તો ચાલો જાણીએ જ્યારે તમે જ્યોલીકોટ આવો ત્યારે કયા સ્થળોની મુલાકાત લેવી.
ફરવા લાયક જગ્યાઓ
1. નૈના દેવી મંદિર
નૈના પહાડો પર બનેલું નૈના દેવી મંદિર એક શક્તિપીઠ પણ છે, જેના કારણે તેની ઓળખમાં વધારો થાય છે. આ મંદિરમાં મા નૈના દેવી, મા કાલી દેવી અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત છે. જો તમે જ્યોલીકોટ આવો છો, તો આ મંદિરમાં રહેવાની યોજના ચોક્કસ બનાવો.
2. ધ કોટેજ
કોટેજ ભલે સાંભળવામાં એક વૈભવી કુટીર જેવું લાગે પરંતુ તે તેનાથી ઘણું વધારે છે. થોડા વર્ષો પહેલા તે એક વિદેશી દંપતીનું ઘર હતું, જેને પાછળથી સ્કોટિશ મહિલા અને તેની પુત્રી દ્વારા હેલ્થ રિસોર્ટમાં ફેરવી નાંખવામાં આવ્યું હતું. આજે તે પ્રવાસીઓ માટે ફરવાનું સ્થળ બની ગયું છે. તમે અહીંની હરિયાળી, સુંદરતા, ઘણા ખાસ ફળો અને ફૂલોને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.
3. હનુમાન ગઢી મંદિર
હનુમાન ગઢી મંદિર નૈનીતાલ જિલ્લામાં આવેલું છે પરંતુ તે જ્યોલીકોટથી નજીક છે. તેથી જ જો તમે જ્યોલીકોટની મુલાકાતે આવો છો, તો હનુમાન ગઢી મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અહીં હનુમાનજીની વિશાળ મૂર્તિ તમારા હૃદયને સ્પર્શી જશે. આ સાથે જ અહીં હનુમાન જયંતિ પર એક વિશાળ ઉત્સવ પણ યોજાય છે.
ઉત્સવોથી ભરપૂર છે જ્યોલીકોટ
અહીં ઘણા તહેવારો પણ ઉજવવામાં આવે છે, જેના કારણે પર્યટકો ખૂબ મોટી સંખ્યામાં અહીં આવે છે, સાથે જ આ સ્થળનું સાંસ્કૃતિક મહત્વ પણ વધી રહ્યું છે. અહીં યોજાતા તહેવારોમાં સપ્ટેમ્બરમાં નંદા દેવી ઉત્સવ, ફેબ્રુઆરીમાં વસંતોત્સવ અને ઓક્ટોબરમાં નૈનીતાલ ઉત્સવ ખૂબ જ પ્રખ્યાત છે.
ફરવા જવાનો શ્રેષ્ઠ સમય
જ્યોલીકોટ માર્ચથી જૂન મહિનામાં ફરવા માટેનું સૌથી સુંદર સ્થળ છે. આ સમયે ન તો સખત શિયાળો હોય છે અને ન તો ચોમાસાના વરસાદનો સામનો કરવો પડે છે. ખુલ્લી જગ્યાઓ અને ચોખ્ખા આકાશને કારણે તમને ફરવાની પણ પૂરી મજા આવે છે.
રહેવા માટે
ધ ગ્લોબલ રેસીડેન્સી, મનુ મહારાણી, નૈની રીટ્રીટ, હિમાલયા હોટેલ, KMVN ટૂરિસ્ટ રેન્ટ હાઉસ કેટલીક ડીલક્સ હોટેલ્સ છે જ્યારે વિસ્ટા સ્ટે, મહારાજા હોટેલ, પ્રતાપ રીજન્સી હોટેલ, સેન્ટ્રલ હોટેલ, કોહલી કોટેજ કેટલીક બજેટ-ફ્રેન્ડલી હોટેલ્સ છે.
કેવી રીતે પહોંચવું
હવાઈ માર્ગે: દેહરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. તમે અહીંથી માંડ 5 કલાકમાં જ્યોલીકોટ પહોંચી જશો.
રેલ્વે દ્વારા: કાઠગોદામ રેલ્વે સ્ટેશન જ્યોલીકોટથી 17 કિમી દૂર છે અને ઉત્તરાખંડના તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. તમે દિલ્હી, દેહરાદૂન, જમ્મુથી સરળતાથી અહીં પહોંચી શકો છો.
રોડ માર્ગે: જ્યોલીકોટ નૈનીતાલથી 7 કિમી, કાઠગોદામથી 17 કિમી દૂર છે. તમને ઋષિકેશ, હરિદ્વાર અથવા હલ્દ્વાનીથી અહીં સરળતાથી બસ મેળવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો