જ્યોલિકોટ અને કસાર: ઉત્તરાખંડમાં છુપાયેલા સુંદર રત્નો જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે!

Tripoto
Photo of જ્યોલિકોટ અને કસાર: ઉત્તરાખંડમાં છુપાયેલા સુંદર રત્નો જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે! by Paurav Joshi

કાસર અને જ્યોલિકોટ ઉત્તરાખંડના છુપાયેલા ખજાનામાંથી એક છે. ઘણા લોકો આ સ્થાનો વિશે જાણતા નથી તેથી અહીં ફરવા નથી આવતા અને નવી ચીજો શોધવા માટે ઘણું બધું છે. મેં ભૂતકાળમાં આ સ્થળોની મુલાકાત લીધી છે અને મારો વિશ્વાસ કરો કે હું હજી સુધી ત્યાંની સુંદરતામાંથી બહાર નીકળી શક્યો નથી. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને હિમાલયમાં કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો જે તમને બહારની દુનિયાથી અલગ કરે, તો તમારે ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં આવેલા આ નાના ગામડાઓ અંગે જાણકારી લેવી જોઇએ.

કેવી રીતે પહોંચવું

નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે જ્યાંથી તમે જ્યોલિકોટ અને કાસર સુધી જવા માટે શેર કરેલી અથવા ખાનગી ટેક્સીઓ અને સ્થાનિક બસો લઈ શકો છો. જ્યોલિકોટ 17 કિમી દૂર છે જ્યારે કાસર કાઠગોદામથી 89 કિમી દૂર છે. તમે પહેલા જ્યોલિકોટ અને પછી કાસર જવાનો પ્લાન બનાવી શકો છો. કાસર જવા માટે તમે જ્યોલિકોટથી લોકલ બસ લઈ શકો છો.

અન્ય નજીકનું રેલ્વે સ્ટેશન - હલ્દવાની (જોલીકોટથી 24 કિમી), રૂદ્રપુર (જ્યોલિકોટથી 55 કિમી).

નજીકના એરપોર્ટ પંતનગર (51 કિમી) અને દેહરાદૂન (274 કિમી) છે.

તમે નવી દિલ્હી, દેહરાદૂન, ચંદીગઢ, લખનૌ અને કાનપુર જેવા મોટા શહેરોથી હલ્દવાની માટે સીધી બસો શોધી શકો છો. અને પછી આ સ્થળોએ પહોંચવા માટે હલ્દવાનીથી કેબ અને લોકલ બસો ઉપલબ્ધ છે.

જવાનો શ્રેષ્ઠ સમય

જ્યોલિકોટ અને કાસરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરમાં છે કારણ કે ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે અને સમગ્ર ખીણ લીલીછમ છે.

જ્યોલિકોટમાં ક્યાં રહેવું?

તમને જ્યોલિકોટમાં રહેવા માટે ઘણા બધા વિકલ્પો મળશે. પરંતુ હું ભારતની પ્રથમ હાઇકિંગ હોસ્ટેલ HOTS- હાર્ટ ઓફ ટ્રાવેલર્સની ભલામણ કરીશ. તે લીલાછમ જંગલની વચ્ચે આવેલું છે, તમારે 700 મીટરની ફૂટપાથ પરથી પસાર થવું પડશે. આ મિલકત લગભગ 130 વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી.

તમે અહીં બહાર બેસીને કાફેમાંથી કેટલોક સરસ ખોરાક અને પીણાંની સાથે પ્રકૃતિના અવાજો અને દ્રશ્યોનો આનંદ લઈ શકો છો.

Photo of જ્યોલિકોટ અને કસાર: ઉત્તરાખંડમાં છુપાયેલા સુંદર રત્નો જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે! by Paurav Joshi

ફરવાલાયક જગ્યાઓ

1. લૈગૂન ટ્રેક

અમે HOTS હોસ્ટેલથી આગળ ટ્રેકિંગ કર્યું જે માર્ગ પર ખૂબ જ સુંદર ખાડી તરફ દોરી જાય છે. અમે પહાડી પરથી નીચે ઉતર્યા અને લગભગ 25 મિનિટના પ્રવાસ પછી જ્યોલિકોટની મનોહર સુંદરતાનો આનંદ માણતા અમે અમારા ગંતવ્ય સ્થાને પહોંચ્યા.

2. ઝીરો પોઈન્ટ ટ્રેક

ઝીરો પોઈન્ટ ટ્રેક સૂર્યાસ્ત જોવા માટે એક લોકપ્રિય સ્થળ છે. હોટ્સ હોસ્ટેલથી ઉપરની તરફ એક મુશ્કેલ ચઢાણ છે જે તમને જ્યોલિકોટના આકર્ષક દૃશ્યોની વચ્ચેથી લઇ જાય છે. આ ટ્રેકને પૂર્ણ કરવા માટે તમારે ઘણી મહેતન કરવી પડશે કારણ કે અમુક સ્થળોએ તો સીધું ચઢાણ છે, પરંતુ આટલો પરસેવો પાડ્યા પછી એકવાર તમે ટોચ પર પહોંચશો ત્યારે જે દૃશ્યો તમને જોવા મળશે તે તો આની આગળ કંઈ નથી. આ શાનદાર ટ્રેકને પૂરો કરવામાં તમને લગભગ 40 મિનિટ લાગશે.

Photo of જ્યોલિકોટ અને કસાર: ઉત્તરાખંડમાં છુપાયેલા સુંદર રત્નો જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે! by Paurav Joshi

3. નૌકુચિયાતાલ

આ તળાવ જ્યોલિકોટથી 33 કિમી દૂર છે. આ જગ્યા નૈનીતાલ નજીકના અન્ય તળાવોની સરખામણીએ ઓછી ભીડ ધરાવે છે. તેને નવ ખૂણાઓ હોવાનું કહેવાય છે, પરંતુ એકસાથે બધા નવ ખૂણાઓ જોવાનું શક્ય નથી. નૌકુચિયાતાલની બાજુમાં એક બીજું તળાવ છે, કમલતાલ જે કમળના ફૂલોથી ભરેલું છે. નૌકુચિયાતાલ તળાવ એટલું અદભૂત લાગે છે કે તમે તળાવમાં નૌકાવિહાર કરવા જવા માટે શિકારા બોટ ભાડે કરવાથી તમારી જાતને રોકી શકશો નહીં.

4. કાંચીધામ

કાંચીધામ એક પ્રસિદ્ધ દિવ્ય સ્થળ છે જ્યાં મહારાજ નીમ કરોલી બાબાએ હનુમાન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરની બાજુમાં એક નદી વહે છે. હનુમાનજી અને બાબાના દર્શન કરવા માટે દુનિયાભરમાંથી ભક્તો અહીં આવે છે. આ વાતનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સ પણ અહીં આવી ચૂક્યા છે. હલ્દવાની પાછા આવવા માટે તમે ધામની મુલાકાત લઈ શકો છો કારણ કે તે કાસરના માર્ગ પર આવેલું છે.

અને હા, જ્યોલિકોટ ફળ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. અહીં એક પ્રખ્યાત ફળ બજાર છે તેથી અહીં સ્ટ્રોબેરી, પીચ, જરદાળુ, પ્લમ અથવા સફરજન ખરીદો.

કાસર

Day 4

કાસર દેવી મંદિર

આ હિલ સ્ટેશન એક એવી જગ્યા છે જેનું દરેક પ્રવાસીઓનું સપનું જોતા હોય છે. અહીંની વસ્તી ઓછી તો છે જ આ જગ્યા પર પ્રવાસીઓની ભીડ ઓછી છે અને તેની સુંદરતાનું તો શું કહેવું, જે તેને એકવાર જુએ છે તે પાગલ થઈ જાય છે. કાસર દરેક રીતે છુપાયેલો ખજાનો છે કારણ કે અહીં ઘણા લોકો રોકાવા માટે આવતા નથી. કાસર જોકે કાસર દેવી મંદિર માટે ઓછું જાણીતું છે કારણ કે આ સ્થળ હજુ પણ અજાણી છે. અમે અહીં 2 દિવસ રોકાવાની યોજના બનાવી હતી અને મારા પર વિશ્વાસ કરો કે તે અમારા જીવનનો શ્રેષ્ઠ સમય હતો.

કાસરમાં રહેવા માટે

અહીં પણ કેટલાક ગેસ્ટ હાઉસ છે પરંતુ અમે કાસરમાં પણ હોટસ હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું કારણ કે તે જ અહીં ઉપલબ્ધ હોસ્ટેલ હતી. ડોર્મ અને ખાનગી રૂમ પણ અહીં ઉપલબ્ધ છે. અમારી સવારની કોફી પીવા માટે જાગવું અને ઝાંખા પીળા પ્રકાશમાં હિમાલયને જોવો એ એક એવું દ્રશ્ય હતું જે અમે જીવનભર ભૂલી શકીશું નહીં.

કસારમાં જોવાલાયક સ્થળો

તમે સ્કૂટી ભાડે લઈ શકો છો અને કાસર દેવી મંદિર અને બિનસર વન્યજીવ અભયારણ્યમાં જઈ શકો છો. તમે એ સુનિશ્ચિત કરો કે તમે તમારી સ્કૂટીની ટાંકી પૂરી ભરી લો કારણ કે ત્યારબાદ કોઈ પેટ્રોલ પંપ નથી. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે કાસર દેવી મંદિર વેન એલન બેલ્ટના પ્રભાવ હેઠળ છે, જે સૌર પવન દ્વારા બનાવેલ શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર હોય છે.

આ બે સ્થળોની મુલાકાત લીધા પછી, કાસરના જંગલમાંથી સૂર્યોદયની શાંતિનો અનુભવ કરવા પંચચુલી વીવર પોઈન્ટ પર જાઓ, પરંતુ ધ્યાન રાખો કે આ ટ્રેક લાંબો અને કંટાળાજનક છે. HOTS હોસ્ટેલના લોકો તમને લગૂન ટ્રેક માટે સારી માહિતી આપશે. આ સ્થળો જોવા માટે બે દિવસ પૂરતા છે, પરંતુ તમે કાસરમાં થોડો વધુ સમય વિતાવી શકો છો અને અહીં નવી જગ્યાઓ શોધી શકો છો.

હોટસ હોસ્ટેલમાં ગાજર કેક અને બાબા કાફેમાં બનોફી પાઇ, કફાલ કાફેમાં મસાલા ચા અને ડોલ્મા ખાતે મોમોઝ જરૂર અજમાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads