એક એવી જેલ જ્યાં વારંવાર જવાનું મન થાય. તમને થતું હશે કે જેલમાં જવાનું મન વળી કોને થાય. પરંતુ અમે અહીં વાત કરી રહ્યા છીએ જેલ રેસ્ટોરન્ટની. ભારતમાં જેલ થીમ પર અનેક રેસ્ટોરન્ટ્સ બની છે. આવી જ એક રેસ્ટોરન્ટ અમદાવાદમાં છે જ્યાં પહોંચીને તમે જેલમાં પહોંચી ગયા હોવ તેવો અનુભવ કરશો. રૂટીનથી અલગ તમારે કોઇ રેસ્ટોરન્ટમાં જમવાની કે નાસ્તો કરવાની ઇચ્છા થાય તો આ રેસ્ટોરન્ટ બેસ્ટ છે.
જેલ કેફે બાર
આ કેફે રેસ્ટોરન્ટ વિજય ચાર રસ્તા, અમદાવાદમાં આવેલી છે. આ રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર અદ્ભુત છે. તમે જાણે કે જેલમાં બેસીને લંચ કે ડીનર કરી રહ્યા હોવ તેવો અનુભવ થશે. આ જેલમાં તમને કોન્ટીનેન્ટલ, ચાઇનીઝ, પિઝા, મેક્સિકન, મિલ્ક શેક, કોફી વગેરે મળશે.
અહીં સૂપમાં તમને વેજ.મન ચાઉ, હોટ એન સાવર, સ્વીટ કોર્ન સહિત લગભગ 10 જાતની વેરાયટીના સૂપ મળશે. સિઝલરમાં વેજ, ચાઇનીઝ, પનીર સહિત 6 જાતની વેરાયટી મળશે. સ્ટાર્ટરની વાત કરીએ તો તેમાં હની ચીલી પોટેટો, ફ્રાઇડ મોમો, મન્ચુરીયન ડ્રાય, તંદૂરી મોમો સહિત 15થી વધુ વેરાયટી મળશે. આ ઉપરાંત, કબાબ, સ્નેક એન્ડ એપેટાઇઝર, સ્ટફ્ડ સબ સેન્ડવિચ, પાસ્તા એન્ડ રેપ્સ, પિઝા, પ્લેટ ઓન પ્લેટ, પાનીની, નૂડલ્સ, રાઇસ, બર્ગર, બ્રેડ ઓન ટોપ, ફ્રાઇસ, સલાડ, સેન્ડવિચ, સાઇડ, મેગી, વેફલ, બ્રાઉની વગેરેનો ટેસ્ટ કરી શકો છો.
રિસ્ટ્રેટો- બિહાઇન્ડ ધ રોડ્સ કેફે, અમદાવાદ
અમદાવાદમાં જ યૂનિવર્સિટી રોડ, વિજય ચાર રસ્તા પર આવેલી છે આ રેસ્ટોરન્ટ. આ પણ એક જેલ બેઝ થીમ રેસ્ટોરન્ટ છે. અહીં નાની નાની જેલની કોટડીઓ બનાવાઇ છે. અહીંનો માહોલ એવો છે કે તમને એવું લાગશે જ નહીં કે તમે જેલમાં આવી ગયા છો. અહીં તમે મિત્રો સાથે બર્થ ડે પાર્ટી, કિટી પાર્ટી એન્જોય કરી શકો છો. અહીં અસલી જેલની જેમ પથ્થર પણ મૂકવામાં આવ્યા છે. અહીં તમે તિહાડ જેલ, સેન્ટ્રલ જેલ વગેરે વિવિધ જેલ પસંદ કરી તેમાં ભોજનનો આનંદ માણી શકો છો.
અહીં તમે સલાડમાં ક્લાસિક કેઝિયર સલાડ, ગ્રીક સલાડ, કોર્ન ચીઝ પાઇનેપલ સલાડને એન્જોય કરી શકો છો. આ ઉપરાંત, મેક્સિકન, મશરૂમ, હોટ એન સાવર સહિતના સૂપ, ફ્રેન્ચ, મસાલા ચીઝ, ચાટ મસાલા સહિતની ફ્રાઇસ, પિઝાની અનેક વેરાઇટીઝ, મોમોસ, પંજાબી, મેક્સિકન, ફોન્ડુ, બર્ગર, પાનીની, સેન્ડવિચ, રેપ્સ, સિઝલર, પાસ્તા, ચા-કોફી, કપુચિનો, એસ્પ્રેસો, કોલ્ડ કોફી, શેક્સ, ફોકાસિઆ, ડેઝર્ટ, પેસ્ટ્રી, હોટ ચોકલેટનો આનંદ માણી શકો છો.
જેલના ભજીયા
અમદાવાદમાં સાબરમતી જેલના ભજીયા પણ ઘણાં ફેમસ છે. 1980ના દસકમાં અમદાવાદમાં જેના નામથી લોકો ડરતા તેવા બાબુભૈયાની ગેંગના સાથી રહેલા ગેંગસ્ટર ચંદુભાઈ પ્રજાપતિએ ગુજરાતમાં જેલના ભજિયાની શરૂઆત કરી હતી. કુખ્યાત બાબુ સત્યમ ભૈયા અને તેની ગેંગ દ્વારા અમદાવાદના મણીનગર વિસ્તારમાં ટ્રીપલ મર્ડર કરવામાં આવ્યું હતું. જે કેસમાં એક સબ ઈન્સપેક્ટર સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકીના ચંદુભાઈ પણ એક આરોપી હતા.આ કેસ 1983માં ચાલી જતાં તમામ આરોપીઓને કોર્ટ દ્વારા 14 વર્ષની સજા કરવામાં આવી હતી. મૂળ ધ્રાંગધ્રાના વતની ચંદુભાઈ પ્રજાપતિ જેલવાસ દરમિયાન સાબરમતી જેલની બેકરીમાં વિવિધ પ્રકારના ફરસાણ બનાવવાનું કામ કરતા હતા અને તેમના ફરસાણ અને મીઠાઈ પર કેદીઓ આફરીન રહેતા હતા. 1997માં સુભાષબ્રીજના નાકે આશ્રમ રોડ પર જેલના ભજિયા બનાવવાની શરૂઆત થઈ. ચંદુભાઈ જાતે આ દુકાનમાં ભજિયા બનાવતા અને તેની સોડમ એટલી ઉત્તમ હતી કે રસ્તે જતાં લોકો પણ ભજિયા ખાવા ઊભા રહી જતાં હતા. જેલના ભજિયા શરૂ કર્યા તેના બે જ દિવસમાં રૂપિયા 70,000નું વિક્રમી વેચાણ થયું હતું. પછી તો જેલના ભજિયા ખુબ જાણીતા બન્યા. અહીં મેથીના ભજીયા, મિક્સ ભજીયા ઘણાં પ્રખ્યાત છે. ભજીયાની સાથે કઢીની ચટણી આપવામાં આવે છે.
જો કે દર વર્ષે એક કરોડ રૂપિયાનુ ટર્નઓવર કરતા જેલના ભજીયા હાઉસની કાયાપલટ કરવામાં આવનાર છે..જેમાં ત્રણ માળની આ ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જેલનાં કેદીઓ દ્વારા તૈયાર કરાતી વસ્તુઓનો આકર્ષક સ્ટોર બનશે, તેમજ પ્રથમ માળે એક સાથે 100 માણસો જમી શકે તેવી વ્યવસ્થા સાથેની રેસ્ટોરેન્ટ બનાવવામાં આવશે..આ રેસ્ટોરેન્ટની વિશેષતા એ રહેશે કે તેમાં મુલાકાતીઓને સાત્વિક ભોજન પીરસવામાં આવશે. મુલાકાતી ઓને પીરસવામાં આવતા સાત્વીક ભોજનની થાળીને “ગાંધી થાળી” નામ આપવામાં આવ્યુ છે. જ્યારે બીજા માળે દેશની આઝાદીમાં ભાગ લેનારા અને જેલમાં સમય વિતાવનાર નેતાઓની ઐતિહાસિક સ્મૃતિ સાથેનુ મ્યુઝિયમ બનશે.
કેદી કિચન, ચેન્નઇ
અમદાવાદની જેમ તમિલનાડુના ચેન્નઇમાં પણ જેલ થીમ પર આધારિત એક રેસ્ટોરન્ટ છે. ચેન્નઇના માયલાપોર સ્થિત આ કેદી કિચન રેસ્ટોરન્ટમાં પોલિસકર્મીઓની જેમ દેખાતા વેઇટર ખવાનો ઓર્ડર લે છે અને કેદીના પોશાકવાળા વેઇટર ખાવાનું પરોસે છે. અહીંની ટેબલ-ખુરશીઓ પણ જેલમાં જોવા મળથા ફર્નીચર જેવા જ છે. આ રેસ્ટોરન્ટની અંદર પહોંચતા જ લોકોને એવું લાગે છે કે એતો એક જેલમાં પહોંચી ગયા છે. માત્ર થીમ જ નહીં પરંતુ અહીંનું ખાવાનું પણ સ્વાદિષ્ટ છે. આ સાથે જ અહીંની એક ખાસિયત એ પણ છે કે આ સંપૂર્ણ શાકાહારી છે અને અહીં શરાબ પણ નથી પરોસવામાં આવતી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો