સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર

Tripoto
Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

ઓરિસ્સા રાજ્યમાં આવેલું, પુરી એ ભારતનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે, જે બંગાળની ખાડી પર આવેલું છે. જગન્નાથ મંદિરના કારણે પુરીને જગન્નાથ પુરી તરીકે પણ ઓળખવામાં આવે છે જે આ શહેરને આટલું લોકપ્રિય બનાવે છે.

એટલું જ નહીં, પુરી ભારતના ચાર ધામ યાત્રા સ્થળોમાંનું એક છે, એવું કહેવાય છે કે પુરીની મુલાકાત લીધા વિના ભારતમાં હિન્દુ તીર્થયાત્રા અધૂરી છે. જગન્નાથ મંદિર એ ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં રાધા, દુર્ગા, લક્ષ્મી, પાર્વતી, સતી અને શક્તિ સાથે ભગવાન કૃષ્ણનો વાસ છે. તે ભગવાન જગન્નાથની પવિત્ર ભૂમિ હોવાનું માનવામાં આવે છે અને પુરાણોમાં પુરુષોત્તમ પુરી, પુરુષોત્તમ ક્ષેત્ર, પુરુષોત્તમ ધામ, નીલાચલ, નીલાદ્રી, શ્રી શ્રેષ્ઠ અને શંખ શ્રેષ્ઠ જેવા ઘણા નામો આપવામાં આવ્યા છે.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર પુરીની મુલાકાત લેવી જ જોઈએ, પુરી માત્ર ધાર્મિક પ્રવાસન સ્થળ નથી, પરંતુ પ્રવાસી મંદિરની મુલાકાત લીધા પછી, પ્રવાસીઓ મનોહર દરિયાકિનારા, વન્યજીવ અભયારણ્ય વગેરેની મુલાકાત લઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે પુરીમાં એક ટૂરિસ્ટ અને પ્રવાસીઓ માટે શું ખાસ છે.

રથયાત્રાનું મહત્વ-

હિન્દુ ધર્મમાં જગન્નાથ રથયાત્રાનું ઘણું મહત્વ છે. અષાઢ શુક્લ પક્ષની બીજી તારીખે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. રથને મંદિરોની જેમ બનાવવામાં અને શણગારવામાં આવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાથી જ રથનું નિર્માણ શરૂ થઇ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ ભગવાન જગન્નાથને રથયાત્રા કાઢીને પ્રસિદ્ધ ગુંડીચા માતાના મંદિરે લઈ જવામાં આવે છે, જ્યાં ભગવાન 7 દિવસ આરામ કરે છે. આ પછી ભગવાન જગન્નાથની પરત યાત્રા શરૂ થાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર ભારતમાં તહેવારની જેમ ઉજવવામાં આવે છે.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

રથ પવિત્ર લાકડાનો બનેલો હોય છે-:

પુરીનું જગન્નાથ ધામ ચાર ધામોમાંનું એક છે. પુરીને પુરુષોત્તમ પુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રી જગન્નાથ પોતે રાધા અને શ્રી કૃષ્ણની યુગલ મૂર્તિના પ્રતીક છે. મતલબ રાધા-કૃષ્ણ ભળીને તેમનું સ્વરૂપ બની ગયા છે અને કૃષ્ણ પણ તેમનો જ એક અંશ છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની અર્ધ-નિર્મિત લાકડાની મૂર્તિઓ ઓરિસ્સામાં સ્થાપિત છે. આ મૂર્તિઓ મહારાજા ઇન્દ્રદ્યુમ્ન દ્વારા બનાવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ રથયાત્રાના દર્શન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. અષાઢ શુક્લ પક્ષની બીજી તારીખે જગન્નાથપુરી ખાતે જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થાય છે. રથયાત્રામાં સૌથી આગળના ભાગમાં તાલ ધ્વજમાં શ્રી બલરામ હોય છે. જેનો રંગ લાલ અને લીલો હોય છે, તેની પાછળ પદ્મ ધ્વજ હોય છે જેની પર સુભદ્રા અને સુદર્શન ચક્ર હોય છે. દેવી સુભદ્રાના રથને 'દર્પદલન' અથવા 'પદ્મ રથ' કહેવામાં આવે છે જે કાળા કે વાદળી અને લાલ રંગનો હોય છે, અને સૌથી છેલ્લે ગરુડ ધ્વજ પર શ્રી જગન્નાથજી હોય છે જે સૌથી પાછળ ચાલે છે, ભગવાન જગન્નાથના રથને 'નંદીઘોષ' અથવા 'ગરુડધ્વજ' કહેવામાં આવે છે. જેનો રંગ લાલ અને પીળો હોય છે.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

જગન્નાથ મંદિર વિશે રસપ્રદ તથ્યો -

1. 'યાત્રા' સિવાય પુરી જગન્નાથ મંદિર માટે પણ પ્રખ્યાત છે. પુરીનું શ્રી જગન્નાથ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે, જે પ્રાચીન અને ઐતિહાસિક છે. જગન્નાથ શબ્દનો અર્થ જગતનો સ્વામી થાય છે. તેમના શહેરને જગન્નાથપુરી અથવા પુરી કહેવામાં આવે છે. આ મંદિરની અંદર દેશનું સૌથી મોટું રસોડું સ્થાપિત છે, જ્યાં ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવે છે.

2. જગન્નાથ મંદિરની વિશેષતા એ છે કે મંદિરની ટોચ પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આવું પ્રાચીન સમયથી થઈ રહ્યું છે પરંતુ આજ સુધી તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણી શકાયું નથી.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

3. જગન્નાથ મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર સ્થાપિત છે. તે અષ્ટધાતુથી બનેલું છે, તેને નીલચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેની વિશેષતા એ છે કે જો તમે પુરીમાં કોઈપણ જગ્યાએથી ઉભા થઈને આ ચક્રને જોશો તો તમને તે હંમેશા તમારી સામે જ દેખાશે. તે ખરેખર આશ્ચર્યજનક છે, જે તેને વધુ ખાસ બનાવે છે.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

4. ભગવાન જગન્નાથ મંદિરના 45 માળના શિખર પરનો ધ્વજ દરરોજ બદલવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે જો એક દિવસ પણ ધ્વજ નહીં બદલાય તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે.

5. મંદિર પરિસરમાં પૂજારીઓ દ્વારા પ્રસાદમને રાંધવાની અદભૂત અને પરંપરાગત રીત છે. પ્રસાદ રાંધવા માટે એક બીજા પર સાત ઘડા મૂકવામાં આવે છે અને લાકડાનો ઉપયોગ કરીને રાંધવામાં આવે છે. ઉપરના વાસણનો પ્રસાદ સૌથી પહેલા અને બાકીનો પ્રસાદ છેલ્લે રાંધવામાં આવે છે.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

6. જગન્નાથ પુરીમાં પવનની દિશામાં પણ વિશેષતા જોવા મળે છે. અન્ય દરિયા કિનારા પર, પવન સામાન્ય રીતે સમુદ્રમાંથી જમીન તરફ આવે છે, પરંતુ પુરીના દરિયા કિનારા પર, પવન જમીનથી સમુદ્ર તરફ જાય છે. આ કારણે પુરી અનોખી જગ્યા છે.

7. સામાન્ય રીતે કોઈપણ મંદિરના ગુંબજની છાયા તેના આંગણામાં પડે છે. પરંતુ જગન્નાથ પુરી મંદિરના ગુંબજનો પડછાયો અદ્રશ્ય રહે છે. લોકો ક્યારેય મંદિરના ગુંબજનો પડછાયો જોઈ શકતા નથી.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

8. સામાન્ય રીતે આપણે ઘણીવાર પક્ષીઓને આકાશમાં ઉડતા જોઈએ છીએ. પરંતુ જગન્નાથ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરના ગુંબજ ઉપરથી કોઈ પક્ષી ઉડતું નથી અને વિમાન પણ મંદિરની ઉપરથી પસાર થતું નથી. મતલબ કે ભગવાનથી ઉપર કંઈ નથી.

9. હિન્દુ પૌરાણિક કથાઓમાં અન્નનો બગાડ કરવો એ ખરાબ સંકેત માનવામાં આવે છે. મંદિરના સંચાલકો તેનું પાલન કરે છે. મંદિરમાં આવનારા લોકોની કુલ સંખ્યા દરરોજ 2,000 થી 2,00,000ની વચ્ચે હોય છે. પરંતુ મંદિરનો પ્રસાદ દરરોજ એવી ચમત્કારિક રીતે તૈયાર કરવામાં આવે છે કે તે ક્યારેય વેડફતો નથી કે ઓછો પડતો નથી. આને ભગવાનનો ચમત્કાર માનવામાં આવે છે.

Photo of સદીઓથી ચાલી આવે છે આ પરંપરા, જગન્નાથ પુરીની રથયાત્રામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads