IRCTCના શાનદાર પેકેજમાં હવે કરો 12 દિવસની ચાર ધામ યાત્રા, જાણો મુસાફરીમાં શું શું સુવિધાઓ મળશે

Tripoto
Photo of IRCTCના શાનદાર પેકેજમાં હવે કરો 12 દિવસની ચાર ધામ યાત્રા, જાણો મુસાફરીમાં શું શું સુવિધાઓ મળશે by Romance_with_India

મિત્રો, ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આઝાદીના અમૃત મહોત્સવ અને 'દેખો અપના દેશ' અંતર્ગત ચાર ધામ યાત્રાનું આયોજન કરી રહ્યું છે. જેમાં તમને અલગ-અલગ જગ્યાએ ફરવાનો મોકો મળશે. મિત્રો, આ પેકેજ દ્વારા તમને બદ્રીનાથ, બરકોટ, ગંગોત્રી, ગુપ્તકાશી, હરિદ્વાર, જાનકી ચટ્ટી, કેદારનાથ, સોનપ્રયાગ, ઉત્તરકાશી અને યમુનોત્રી ફરવાની તક મળી રહી છે. તમારી જાણકારી ખાતર તમને જણાવી દઈએ કે IRCTC ના આ પેકેજનું નામ છે "CHAR DHAM YATRA EX-NAGPUR". આ પેકેજ 11 રાત અને 12 દિવસ માટે છે. જે 14મી મે 2022થી શરૂ થવા જઈ રહી છે.

પેકેજ ડિટેલ્સ

Photo of IRCTCના શાનદાર પેકેજમાં હવે કરો 12 દિવસની ચાર ધામ યાત્રા, જાણો મુસાફરીમાં શું શું સુવિધાઓ મળશે by Romance_with_India

પેકેજનું નામ: ચાર ધામ યાત્રા (CHAR DHAM YATRA EX-NAGPUR)

ટ્રાવેલીંગ મોડ: બાય એર

ટાઈમ ડ્યુરેશન: 11 રાત અને 12 દિવસ

તારીખ: 9 જૂન 2022

ફુડ: બ્રેકફાસ્ટ અને ડિનર

ક્યાંથી: નાગપુર

પેકેજ ક્લાસ: કમ્ફર્ટ

1. તમારે સિંગલ ઓક્યુપન્સી પર એડલ્ટ વ્યક્તિ માટે 77600 રૂપિયા ચૂકવવા પડશે.

2. ડબલ ઓક્યુપન્સી પર પુખ્ત વયના લોકો માટે તમારે રૂ.61400 ચૂકવવા પડશે.

3. ટ્રિપલ ઓક્યુપન્સી પર પુખ્ત વયના લોકો માટે તમારે રૂ.58900 ચૂકવવા પડશે.

4. ચાઈલ્ડ વીથ બેડ (5 થી 11 વર્ષ) માટે તમારે 33300 રૂપિયા ચૂકવવા પડશે અને ચાઈલ્ડ વિધાઉટ બેડ માટે (5 થી 11 વર્ષ) તમારે 27700 રૂપિયા ચૂકવવા પડશે.

5. ચાઈલ્ડ વિધાઉટ બેડ (2 થી 4 વર્ષ) માટે તમારે 10200 રૂપિયા ચૂકવવા પડશે.

યાત્રા ક્યાંથી શરૂ થશે અને ક્યાં ક્યાં ફરવા મળશે?

મિત્રો, 11 રાત અને 12 દિવસના આ એર પેકેજની કિંમત વ્યક્તિદીઠ 58900 રૂપિયા છે. 14 મેના રોજ તમને નાગપુરથી ફ્લાઈટ મારફતે દિલ્હી લાવવામાં આવશે. અહીંથી હરિદ્વાર અને પછી બરકોટ, ગંગોત્રી, ગુપ્તકાશી, હરિદ્વાર, જાનકી ચટ્ટી, કેદારનાથ, સોનપ્રયાગ, ઉત્તરકાશી અને બદ્રીનાથ લઈ જવામાં આવશે. પેકેજની શરુઆત 14 મેના રોજ નાગપુરથી થશે અને 26 મેના રોજ સમાપ્ત થશે.

પેકેજમાં નીચે મુજબ સુવિધાઓ ઉપલબ્ધ હશે

રેલવેના આ પેકેજમાં યાત્રિઓ માટે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત અકોમોડેશન પણ ઊપલબ્ધ કરવામાં આવશે. આ ટૂર પેકેજમાં બસ, ટેક્સી, ટ્રેન અને એર ટ્રાન્સપોર્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવશે. તમામ તીર્થસ્થળો પર ટૂર પેકેજમાં ગાઈડની સુવિધા ઉપલબ્ધ રહેશે.

બુકિંગ કેવી રીતે કરવું?

મિત્રો, પેકેજ બુક કરવા માટે, તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર ક્લિક કરવું પડશે. આ ઉપરાંત તમે તેની રિજનલ ઑફિસ પર જઈને પણ પેકેજ બુક કરી શકો છો. અને ત્યાં તમે તમારી સુવિધા અનુસાર IRCTC નું કોઈપણ ટૂર પેકેજ બુક કરી શકો છો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads