ભારતના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક, કેરળ એક એવું રાજ્ય છે જેની ગણતરી દેશના સૌથી વધુ શિક્ષિત રાજ્યોમાં થાય છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે જ્યાં સત્તાવાર ભાષા મલયાલમ છે. કેરળ તેની પ્રાકૃતિક સુંદરતા, આયુર્વેદિક દવા, કલા-સંસ્કૃતિ, મંદિરો, ધાર્મિક પરંપરાઓ, તહેવારો, ઐતિહાસિક સ્થળો, નારિયેળના ઝાડ અને વિવિધ પ્રકારના ભોજન માટે જાણીતું છે. કેરળ, ભારતના દક્ષિણ ભાગમાં સ્થિત છે, જે પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલા રાજ્યોમાંનું એક છે. પછી ભલે તે તમારી રજાઓ કોઈ સુંદર હિલ સ્ટેશનમાં ગાળવાની હોય કે વિવાહિત યુગલો માટે શ્રેષ્ઠ હનીમૂન સ્થળ શોધવાનું હોય, હાઉસ બોટિંગનો આનંદ માણવો હોય, સુંદર બીચની સામે શ્રેષ્ઠ નજારો જોવાનો હોય, તો કેરળ એક એવું રાજ્ય છે જે આ બધી વાતો પર ખરુ ઉતરે છે.
પ્રકૃતિના ખોળામાં વસેલું કેરળ જ્યાં દરરોજ સવાર ખુશનુમા હોય છે અને તમે દરરોજ તાજગી અનુભવશો. ચારેબાજુ નાળિયેરનાં વૃક્ષો જોઈને એવું લાગે છે કે જાણે ભગવાન પોતે અહીં તેનું ઝાડ ઉગાડવા આવ્યા છે, તેમજ મોટી મોટી ટેકરીઓ અને ખીણો, ચાના બગીચાઓ જોઈને તમારું મન આનંદથી ઉછળી જશે. કેરળની મુસાફરી તમારા જીવનની સુંદર ક્ષણ સાબિત થશે જેમાં તમે તમારી જાતને આનંદ અને સાહસથી ભરપૂર અનુભવશો.
અહીંની હરિયાળી, તળાવો અને હવામાન સ્વર્ગનો અહેસાસ કરાવે છે. જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે તમારી યાદીમાં કેરળનો સમાવેશ કરી શકો છો. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તેના મુસાફરો માટે કેરળની મુલાકાત લેવાની તક લઈને આવ્યું છે જેમાં તમે કોચીન, મુન્નાર, થેક્કડી અને કુમારકોમ/અલેપ્પી જેવા સુંદર સ્થળોનો આનંદ માણી શકશો. જો કે, તમને જણાવી દઈએ કે, આ યાત્રા એર્નાકુલમથી શરૂ થશે. ત્યાંથી તમારી અદ્ભુત રોડટ્રીપ શરૂ થશે. આવો તમને પૅકેજની કિંમત, મુલાકાત લેવાના સ્થળો, રહેઠાણ વગેરે વિશે જણાવીએ.
જો તમે ગ્રુપમાં જઈ રહ્યા છો તો તમને ઘણી ઑફર્સ મળશે
કેરળના આ ટૂર પેકેજને 'રવિશિંગ કેરલા વિથ હાઉસબોટ સ્ટે' નામ આપવામાં આવ્યું છે. આ ટૂર પેકેજ 18 માર્ચ 2023 થી શરૂ થઈ રહ્યું છે જે 5 દિવસ 6 રાતનું હશે. આ પેકેજની કિંમત અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. તમે જે બુકિંગ કરશો તે પ્રમાણે તમારે ભાડું ચૂકવવું પડશે. જો તમે એક સાથે 2 લોકોનું બુકિંગ કરો છો અને એક જ રૂમમાં 2 બેડ લો છો, તો વ્યક્તિ દીઠ રકમ 24785 થશે. જ્યારે 3 લોકોના બુકિંગ પર વ્યક્તિ દીઠ માત્ર 19065 રૂપિયાનો ખર્ચ થશે. જો તમે તમારી સાથે કોઈ બાળકને લઈ જઈ રહ્યા છો, તો તમારે તેના માટે બેડની સાથે 8795 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, જો તમે બેડની સુવિધા નહીં લો તો માત્ર બાળકના 5080 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે સિંગલ છો અને રુમ બુક કરો છો તો તમારે 48,570 રૂપિયા ખર્ચવા પડશે.
પ્રથમ દિવસે કોચીનના પ્રવાસન સ્થળો ફેરવવામાં આવશે
કેરળ જવા માટે રોડ માર્ગે યાત્રા કરવામાં આવશે. પ્રથમ દિવસે, મુસાફરોને એર્નાકુલમ રેલ્વે સ્ટેશન/કોચીન એરપોર્ટ પરથી પિક અપ કરવામાં આવશે અને એર્નાકુલમની હોટેલમાં લઈ જવામાં આવશે, ત્યારબાદ કોચીન ફેરવ્યા બાદ ડચ પેલેસ, જ્યુઈશ સિનાગોગ અને કોચીન ફોર્ટની યાત્રા કરાવવામાં આવશે. ત્યારબાદ સાંજે તમે મરીન ડ્રાઇવનો આનંદ માણી શકશો, પછી મુસાફરોને હોટેલમાં પાછા લઈ જવામાં આવશે.
બીજા અને ત્રીજા દિવસે તમે અહીં ફરી શકશો
કોચીનની મુલાકાત લીધા પછી, હોટેલમાંથી ચેક આઉટ કરીને બીજા દિવસે મુન્નાર માટે રવાના થશો, જ્યાં તમે રસ્તામાં ચિયાપારા ધોધ જેવા પ્રવાસી સ્થળોનો આનંદ માણી શકશો. મુન્નાર પહોંચ્યા પછી, હોટેલમાં ચેક-ઇન કરીને સાંજે તમે ચા મ્યુઝિયમ અને પછીથી પુનર્જનીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ શકશો. મુન્નારની હોટેલમાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજા દિવસે, નાસ્તો કર્યા પછી, પ્રવાસીઓને ઇરાવિકુલમ નેશનલ પાર્ક, કુંડાલા ડેમ લેક, ઇકો પોઇન્ટ, મેટ્ટુપેટ્ટી ડેમ પર લઈ જવામાં આવશે.
છેલ્લા દિવસની યાત્રાનો પ્લાન કંઇક આવો હશે
નાસ્તો કર્યા પછી ચોથા દિવસે મુન્નારથી થેક્કડી જવા રવાના થશે. હોટેલમાં ચેક ઇન કર્યા પછી, પેરિયાર તળાવ, વન્યજીવ અભયારણ્ય અને સ્પેસ પ્લાન્ટેશનની મુલાકાત લેવામાં આવશે. ચોથા દિવસે રાત્રી રોકાણની વ્યવસ્થા થેક્કડી ખાતે જ કરવામાં આવશે. પાંચમા દિવસે થેક્કડીથી કુમારકોમ/એલેપ્પી માટે સવારે પ્રસ્થાન કરવામાં આવશે. કુમારકોમમાં રહેવાની વ્યવસ્થા હાઉસબોટમાં થશે. અહીં તમે ક્રુઝની મજા પણ માણી શકશો. તમે આખો દિવસ કુમારકોમના સુંદર સ્થળની મુલાકાત લઈ શકશો. માર્ગ પરિવહન દ્વારા છેલ્લા અને છઠ્ઠા દિવસે કુમારકોમથી કોચીન પાછા ફરવામાં આવશે.
પેકેજમાં શું-શું હશે સામેલ:
કોચીનમાં હોટેલમાં ભોજન અને 1 રાત્રિનું રોકાણ (રૂમનું ભાડું + નાસ્તો)
મુન્નારમાં 2 રાત માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા (રૂમનું ભાડું + નાસ્તો)
થેક્કડીમાં 1 રાત હોટલમાં રોકાણ (રૂમનું ભાડું + નાસ્તો) આખા દિવસનું ભોજન અને
કુમારકોમ/એલેપ્પી ખાતે હાઉસબોટમાં આખો દિવસ ભોજન અને 1 રાત્રિ રોકાણ (રૂમનું ભાડું + નાસ્તો + લંચ + ડિનર).
રહેઠાણ - મુન્નાર અને થેક્કડીમાં નોન એસી રૂમ
સેવાઓ માટે ટોલ, પાર્કિંગ અને તમામ લાગુ કર.
તમામ જોવાલાયક સ્થળો અને પર્યટન પ્રવાસ યોજના મુજબ
મુસાફરી વીમો.
પેકેજ કિંમતમાં શું શામેલ નથી:
ટેલિફોન, લોન્ડ્રી, ડ્રિંક્સ, પોર્ટર વગેરે જેવા કોઈપણ વ્યક્તિગત ખર્ચ તમારા પોતાના ખિસ્સામાંથી અલગથી ચૂકવવા પડશે.
તમારે સ્ટીલ/વિડિયો કેમેરા માટે ચૂકવણી કરવી પડશે.
ટૂર ગાઈડ/ટૂર એસ્કોર્ટ સર્વિસ.
વધુ માહિતી માટે તમે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો
જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો. તો પેકેજ સંબંધિત કોઈપણ માહિતી માટે, તમે tourismers@irctc.com પર મેઇલ મોકલી શકો છો. જ્યારે, તમે 0484 - 2382991/8287932117 પર કૉલ કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો