IRCTC શરુ કરશે સ્પેશ્યલ ટ્રેન, ફરાવશે પાંચ નૉર્થ ઇસ્ટર્ન સ્ટેટ, જાણો પેકેજની કિંમત

Tripoto
Photo of IRCTC શરુ કરશે સ્પેશ્યલ ટ્રેન, ફરાવશે પાંચ નૉર્થ ઇસ્ટર્ન સ્ટેટ, જાણો પેકેજની કિંમત 1/4 by Paurav Joshi

ઇન્ડિયન રેલવે એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ‘જુઓ પોતાનો દેશ’ હેઠળ પૂર્વોત્તર રાજ્યો (Northeast States)ની મુસાફરી કરવા માટે એક ખાસ ટ્રેન (Special Train)ની શરુઆત કરવા જઇ રહી છે. 14 રાત અને 15 દિવસની આ યાત્રામાં ટ્રેન યાત્રીઓને એવી જગ્યાઓ પર લઇ જવાશે જે ભીડભાડથી એકદમ દૂર છે. આ દરમિયાન મુસાફરોને વણઓળખાયેલા, અજાણ્યા અને અકલ્પનીય દ્ર્શ્યો પણ જોવા મળશે. આઇઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું કે ગુવાહાટીથી અલગ પૂર્વોત્તર શોધના અદ્ભુત પ્રવાસ પર ‘દેખો અપના દેશ એસી ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેન’માં યાત્રા કરવા માટે તૈયાર થઇ જાઓ.

Photo of IRCTC શરુ કરશે સ્પેશ્યલ ટ્રેન, ફરાવશે પાંચ નૉર્થ ઇસ્ટર્ન સ્ટેટ, જાણો પેકેજની કિંમત 2/4 by Paurav Joshi

IRCTC ના અક અધિકારીના અનુસાર, કંપનીએ દેશના પૂર્વોત્તર રાજ્યમાં પહેલીવાર એક વિશેષ પર્યટક ટ્રેન ચલાવવાની યોજના બનાવી છે. આ યાત્રા દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરુ થશે અને પૂર્વોત્તર ભારતના પાંચ મુખ્ય રાજ્યોને કવર કરશે. જેમાં આસામનું ગુવાહાટી, કાઝીરંગા અને જૉનહાર્ટ, અરુણાચલ પ્રદેશનું ઇટાનગર, નાગાલેન્ડનું કોહિમા, ત્રિપુરાનું ઉનાકોટિ, અગરતલા અને ઉદેપુર, શિલોંગ અને મેઘાલયનું ચેરાપુંજી વગેરે સામેલ છે.

પર્યટક આ ટ્રેનમાં દિલ્હી સફદરજંગ, ગાઝિયાબાદ, ટૂંડલા, કાનપુર, લખનઉ, વારાણણી અને પટના રેલવે સ્ટેશનોમાં સવાર થઇને જઇ શકે છે. ટ્રેન 26 નવેમ્બરે દિલ્હી સફદરજંગ સ્ટેશનેથી રવાના થશે.

Photo of IRCTC શરુ કરશે સ્પેશ્યલ ટ્રેન, ફરાવશે પાંચ નૉર્થ ઇસ્ટર્ન સ્ટેટ, જાણો પેકેજની કિંમત 3/4 by Paurav Joshi

યાત્રાને દરેક પ્રકારના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. એડવેન્ચરની મજા આપવા માટે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારી અને મેઘાલયના રુટ બ્રિજ પર એક ટ્રેક પેકેજમાં સામેલ છે. IRCTCના અધિકારીએ કહ્યું કે આ ટ્રેનમાં યાત્રીઓને ગુવાહાટી, આસામમાં કામાખ્યા મંદિર અને ત્રિપુરાના સુંદરી મંદિરના દર્શન કરવાની પણ તક મળશે.

અધિકારીએ વધુમાં કહ્યું કે, પ્રકૃતિ પ્રેમીઓ માટે બ્રહ્મપુત્ર નદી પર ભ્રમણ અને આસામમાં ચાના બગીચામાં ફરવાની પણ યોજના બનાવાઇ છે. ઇતિહાસ પ્રત્યે ઉત્સાહી લોકો ઉના કોટિની મૂર્તિઓ અને ત્રિપુરાના ઉજ્જયંતા પેલેસ અને નીરમહલ પેલેસમાં જઇને મજા કરી શકે છે.

IRCTC અનુસાર, 2AC માટે ટૂર પેકેજ 85,495 રુપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC માટે 1,02,430 રુપિયા પ્રતિ વ્યક્તિથી શરુ થાય છે. સરકાર/પીસયૂના કર્મચારીઓ આ પ્રવાસ પર નાણાં મંત્રાલય દ્ધારા જાહેર દિશા-નિર્દેશોના આધારે પાત્રતા અનુસાર એલટીસીની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

Photo of IRCTC શરુ કરશે સ્પેશ્યલ ટ્રેન, ફરાવશે પાંચ નૉર્થ ઇસ્ટર્ન સ્ટેટ, જાણો પેકેજની કિંમત 4/4 by Paurav Joshi

યાત્રિઓને સ્વાદિષ્ટ ભોજન, વાતાનુકૂલિત બસો દ્ધારા પર્યટન સ્થળોનું ભ્રમણ, ડીલક્સ હોટલોમાં રહેવાની સુવિધા, એક ગાઇડ અને વીમા જેવી અન્ય સુવિધાઓની સાથે ડીલક્સ કેટેગરીની સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. જો કે, સંપૂર્ણ રીતે રસીકરણ થયેલું હશે તેવા લોકોને જ ટ્રેનમાં મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવશે.

ભારત-દર્શન (Bharat Darshan) ભારતીય રેલવે (Indian Railways) અને પર્યટન તેમજ સાંસ્કૃતિક મંત્રાલયનું એક સંયુક્ત સાહસ છે, જે સમય-સમય પર દુનિયાના સૌથી આરામદાયક ટૂર પેકેજોનું આયોજન કરે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads