આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો

Tripoto
Photo of આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો by Paurav Joshi

દરેક વ્યક્તિ એવી આશા રાખે છે કે તેને IRCTCની સસ્તી ટિકિટ મળે કે પછી ટિકિટ ખરીદીમાં સારુ ડિસ્કાઉન્ટ મળે. જે લોકો ટ્રેનમાં અવારનવાર મુસાફરી કરે છે તેઓ આવા ડિસ્કાઉન્ટ પર નજર રાખે છે. આવા લોકો સસ્તી ટિકિટ ખરીદવાની કોઈ તક છોડતા નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનને ભારતની જીવન રેખા માનવામાં આવે છે. મુસાફરોને ટ્રેનમાં સગવડ મળે છે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાને જલ્દી પહોંચી જાય છે.

આ રીતે તમે સસ્તી IRCTC ટિકિટ ખરીદી શકશો

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે જ્યારે પણ તે IRCTCની ટિકિટ ખરીદે ત્યારે તેને થોડી છૂટ મળે. આવી સ્થિતિમાં, હવે તમે 5% ડિસ્કાઉન્ટ પર IRCTC ટિકિટ ખરીદી શકો છો. IRCTC એ HDFC બેંક સાથે મળીને એક નવી સેવા શરૂ કરી છે જેના દ્વારા આ શક્ય બન્યું છે. આ નવી સેવા દ્વારા, તમે તમારી ટિકિટ સામાન્ય લોકો કરતા સસ્તી ખરીદી શકશો.

Photo of આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો by Paurav Joshi

તમે ટ્રાવેલ કાર્ડ દ્વારા સસ્તી ટિકિટ ખરીદી શકો છો

તમે HDFC બેંકના ટ્રાવેલ કાર્ડ દ્વારા સસ્તી IRCTC ટિકિટ ખરીદી શકશો. HDFC બેંકે IRCTC માટે ખાસ કાર્ડ રજૂ કર્યું છે. આ કાર્ડ દ્વારા તમને IRCTC ટિકિટ બુકિંગ પર 5% ડિસ્કાઉન્ટ મળશે. આ નવું કાર્ડ ક્રેડિટ કાર્ડ તરીકે કામ કરશે. IRCTCની ઓફિશિયલ વેબસાઈટ અથવા મોબાઈલ એપ દ્વારા તમે ક્યાંય જવા માટે તમારી ટિકિટ બુક કરાવશો કે તરત જ તમને 5 ટકા ઓછી કિંમતે ટિકિટ મળશે.

નવું કાર્ડ RuPay કાર્ડ નેટવર્ક પર કામ કરશે. આ કાર્ડ દ્વારા માત્ર ટ્રેન જ નહીં, તમે પ્લેનની ટિકિટ પણ સસ્તામાં ખરીદી શકો છો. આ કાર્ડ દ્વારા, તમને બસથી હોટલ સુધીના બુકિંગમાં લાભ મળશે. આ કો-બ્રાન્ડેડ કાર્ડ માત્ર એક વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. તે NPCI ના RuPay નેટવર્ક પર આધારિત હશે. આ કાર્ડનો ઉપયોગ તમામ ઑનલાઇન વેબસાઇટ્સ અને વેપારી આઉટલેટ્સ પર થઈ શકે છે જે રુપે કાર્ડ સ્વીકારે છે.

Photo of આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો by Paurav Joshi

કાર્ડની ખાસિયતો

કાર્ડ ધારકને કાર્ડ જારી કર્યાના 30 દિવસની અંદર વેલકમ બેનિફિટ તરીકે રૂ. 500 નું એમેઝોન વાઉચર મળશે.

આ કાર્ડ દ્વારા, તમને www.irctc.co.in પર રૂ. 100ની ટ્રેન ટિકિટ બુકિંગ પર 5 રિવોર્ડ પોઈન્ટ મળે છે.

આ ઉપરાંત, તમે સ્માર્ટ બાય દ્વારા બુકિંગ પર 5 ટકા કેશબેક મેળવી શકો છો.

અન્ય કેટેગરી પર ખર્ચવામાં આવેલા દરેક રૂ. 100 પર 1 રિવોર્ડ પોઈન્ટ (ભાડાની ચૂકવણી અને સરકાર સાથે સંબંધિત વ્યવહારો, EMI, ફ્યુઅલ અને વૉલેટ રિલોડ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડતું નથી)

આ કાર્ડ દ્વારા, IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરવા માટે 1% ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં.

90 દિવસમાં 30,000 રૂપિયા ખર્ચવા પર, કાર્ડ ધારકને 500 રૂપિયાનું ગિફ્ટ વાઉચર મળશે.

Photo of આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો by Paurav Joshi

વર્ષમાં 8 વખત મફત રેલ્વે લાઉન્જ ઍક્સેસ

આ કાર્ડ દ્વારા તમે એક વર્ષમાં 8 કોમ્પ્લિમેન્ટરી રેલ્વે લાઉન્જનો ઉપયોગ કરી શકો છો. જણાવી દઈએ કે દેશના પસંદગીના રેલવે સ્ટેશનો પર સ્થાપિત એક્ઝિક્યુટિવ લાઉન્જમાં મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ એક્ઝિક્યુટિવ લાઉન્જમાં વાઈ-ફાઈ, ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ, લગેજ રેક, ન્યૂઝપેપર, મેગેઝિન, ટીવી, ટોઈલેટ વગેરે જેવી સુવિધાઓ છે. IRCTC HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા લાઉન્જ એક્સેસ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

Photo of આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો by Paurav Joshi

UPI ચુકવણીની સુવિધા

IRCTC HDFC બેંક ક્રેડિટ કાર્ડ RuPay નેટવર્ક પર આધારિત હોવાથી, તમે તેના દ્વારા UPI સુવિધા પણ મેળવી શકશો. તમે આ ક્રેડિટ કાર્ડને ભીમ, Paytm, Mobikwik, Freecharge, PayZapp જેવી કેટલીક UPI એપ્સ સાથે લિંક કરી શકો છો અને પડોશમાં એક નાની દુકાન પર ઇન્સ્ટોલ કરેલ મર્ચન્ટ UPI QR કોડ (Merchant UPI QR Code) સ્કેન કરી શકો છો અને આ કાર્ડ વડે ચુકવણી કરી શકો છો.

ખરેખર, ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. તેની સાથે હવે ભારતમાં વિવિધ પ્રકારના ક્રેડિટ કાર્ડ પણ ઉપલબ્ધ છે. ડિજિટલ દુનિયાનો ફેલાવો અને કોન્ટેક્ટલેસ પેમેન્ટની સ્વીકૃતિના પરિણામે ક્રેડિટ કાર્ડ બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. ક્રેડિટ કાર્ડ જારી કરતી કંપનીઓ સતત નવા નિર્ણયો લઈ રહી છે અને તેમનો બિઝનેસ વધારવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહી છે.

Photo of આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો by Paurav Joshi

HDFC બેંક RuPay IRCTC ક્રેડિટ કાર્ડ

ગયા વર્ષે પણ HDFC બેંકે RuPay IRCTC ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. HDFC બેંકે IRCTC સાથે મળીને HDFC બેંક RuPay IRCTC ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. આ કાર્ડની વાર્ષિક ફી 499 રૂપિયા છે અને તે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ઉપયોગી ક્રેડિટ કાર્ડ બની શકે છે.

રિવાર્ડ પોઇન્ટ

કાર્ડ બહુવિધ રિવોર્ડ પોઈન્ટ ઓફર કરે છે અને ટ્રેન ટિકિટ બુક કરવા માટે પણ ફાયદાકારક બની શકે છે. બીજી તરફ, જો કાર્ડ જારી થયાના 30 દિવસની અંદર આ કાર્ડ દ્વારા કોઈપણ વ્યવહાર કરવામાં આવે છે, તો 500 રૂપિયાનું એમેઝોન વાઉચર વેલકમ બેનિફિટ તરીકે આપવામાં આવશે. જ્યારે, 100 રૂપિયા ખર્ચવા પર 5 રિવોર્ડ પોઈન્ટ્સ આપવામાં આવશે અને સ્માર્ટ બાય દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગ પર 5% નું ઇન્ક્રીમેન્ટલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આનાથી ટ્રેન ટિકિટ બુકિંગમાં ફાયદો થશે.

Photo of આ રીતે ખરીદી શકો છો IRCTCની સસ્તી ટિકિટ, બુકિંગમાં 5 ટકાની મળશે છૂટ..જલદી કરો by Paurav Joshi

IRCTC ક્રેડિટ કાર્ડ

આ સિવાય અન્ય જગ્યાએ ખર્ચવામાં આવેલા દરેક 100 રૂપિયા માટે 1 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે. આ કાર્ડમાંથી મળેલા પુરસ્કારોનો ઉપયોગ માલસામાન અને સેવાઓની શ્રેણી ખરીદવા માટે થઈ શકે છે. ઉપરાંત, તમે IRCTC વેબસાઇટ પર વ્યવહારો કરવા પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ટ્રાન્ઝેક્શનની રકમ 400 થી 5000 રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. લોકોને પણ આનો ઘણો ફાયદો થશે.

આ ક્રેડિટ કાર્ડ દ્વારા લોન્જનો પણ લાભ લઈ શકાય છે. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને, એક વર્ષમાં 4 રેલવે લાઉન્જનો લાભ લઈ શકાય છે અને એક ક્વાર્ટરમાં એકવાર રેલવે લાઉન્જનો લાભ લઈ શકાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads