IRCTC ના સસ્તા પેકેજથી કરો કાશ્મીરનો પ્રવાસ, 7 દિવસની ટ્રિપ, પ્લેનમાં મુસાફરી

Tripoto
Photo of IRCTC ના સસ્તા પેકેજથી કરો કાશ્મીરનો પ્રવાસ, 7 દિવસની ટ્રિપ, પ્લેનમાં મુસાફરી by Paurav Joshi

દોસ્તો, આમ જોઇએ તો દેશમાં રહેનારો દરેક વ્યક્તિ એકવાર તો કાશ્મીરની ખીણો, લીલાછમ મેદાનો જરૂર જોવા માંગે છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં તો ઘણાં બધા લોકો કાશ્મીરની ટ્રિપનો પ્લાન કરે છે જેથી કાશ્મીરની ખીણોને નજીકથી જોઇ શકે. જો તમે પણ આવો કોઇ પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે આ એકદમ પરફેક્ટ ટાઇમ છે. IRCTC આઝાદીનો અમૃત મહોત્સવ અને ‘દેખો અપના દેશ’ હેઠળ શાનદાર અને સસ્તામાં ટૂર પેકેજ રજૂ કર્યું છે. હકીકતમાં, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન કાશ્મીરનું એક શાનદાર હવાઇ પેકેજ લઇને આવ્યું છે જેમાં તમે ઘણી ઓછી કિંમતમાં સુંદર કાશ્મીરના પહાડો, મેદાનોની મુલાકાત લઇ શકો છો. આ પેકેજમાં તમને શું-શું મળશે અને તેનો કેટલો ખર્ચ છે, આવો જાણીએ

પેકેજની ડિટેલ્સ

દોસ્તો, IRCTCના આ પેકેજનું નામ જન્ન-એ-કાશ્મીર (Jannat-E-Kashmir) છે. IRCTCનું આ પેકેજ 6 રાત અને 7 દિવસનું હશે. આ પેકેજ હેઠળ યાત્રાની શરૂઆત લખનઉથી થશે. જેમાં તમને ઇંડિગો એરલાઇનથી મુસાફરી કરાવાશે. IRCTCના ટૂર પેકેજ હેઠળ તમને જમ્મૂ, શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ સહિત ઘણી જગ્યાઓ પર ફરવાની તક મળશે.

Photo of IRCTC ના સસ્તા પેકેજથી કરો કાશ્મીરનો પ્રવાસ, 7 દિવસની ટ્રિપ, પ્લેનમાં મુસાફરી by Paurav Joshi

કેટલો થશે ખર્ચ

દોસ્તો જો આ પેકેજના ખર્ચની વાત કરીએ તો કમ્ફર્ટ ક્લાસમાં ટ્રિપલ ઓક્યૂપન્સી પર પ્રતિ વ્યક્તિ 34,300 રૂપિયા, ડબલ ઑક્યુપન્સી પર પ્રતિ વ્યક્તિ ખર્ચ 35,400 રૂપિયા અને સિંગલ ઑક્યુપન્સીનો પ્રતિ વ્યક્તિ ખર્ચ 48,650 રૂપિયા છે. 5 થી 11 વર્ષના બાળકો માટે બેડની સાથે 32,100 રૂપિયા, જ્યારે આ જ ઉંમરના બાળક માટે બેડ વગર 28,100 રૂપિયા ચાર્જ છે.

બુકિંગ કેવી રીતે કરશો?

દોસ્તો, આઇઆરસીટીસીના આ પેકેજનું બુકિંગ કરવા માટે તમારે આઇઆરસીટીસી ઑફિશિયલ વેબસાઇટ www.irctctourism.com પર ક્લિક કરવું પડશે. સાથે જ ઑફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરવી પડશે. આ પેકેજની પૂરી જાણકારી તમને અહીં સરળતાથી મળી જશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads