તિરુપતિ બાલાજીનું મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું છે. તિરુપતિ બાલાજીનું મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું કહેવાય છે કે જો ભક્તો ભગવાન સમક્ષ સાચા હૃદયથી પ્રાર્થના કરે તો તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે પણ તિરુપતિ બાલાજીના દર્શન કરવા માંગો છો, તો IRCTC તમારા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આવો જાણીએ આ પેકેજ વિશે જરુરી તમામ ડિટેલ્સ.
સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે તિરુપિત બાલાજી
IRCTC એ આધ્યાત્મિક તિરુપતિ બાલાજી મંદિર, મહાબલીપુરમ અને કાંચીપુરમ સાથે કલાહસ્તી માટે 6 રાત અને 07 દિવસ માટે વિશેષ ચાર્ટર કોચ રેલ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ મુસાફરી માટે બોર્ડિંગ અને ડીબોર્ડિંગ ચાર રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ હશે જેમાં થાણે, કલ્યાણ, પુણે અને સોલાપુરનો સમાવેશ થાય છે. તિરુપતિમાં યાત્રીઓને શ્રી કાલહસ્ત મંદિર, શ્રી બાલાજીના દર્શન અને પદ્માવતી મંદિરના દર્શન કરાવવામાં આવશે. તિરુપતિ આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત સૌથી લોકપ્રિય મંદિર નગરોમાંનું એક છે. તિરુપતિને તિરુમાલા તરીકે પણ ઓળખવામાં આવે છે.
મુસાફરોને મળશે કમ્ફર્ટ અને સ્ટાન્ડર્ડ ક્લાસના ઓપ્શન
પેસેન્જરે ટ્રેન નંબર 12163/12164 ચેન્નાઈ એક્સપ્રેસ બુક કરાવવી પડશે. તમને ટ્રેનમાં કંફર્ટ અને સ્ટાન્ડર્ડ ક્લાસના વિકલ્પો મળશે. એક વ્યક્તિએ 26785 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે બે લોકોના શેરિંગ માટે 21490 રૂપિયા, ટ્રિપલ શેરિંગ માટે 20545 રૂપિયાનો ખર્ચ થશે. આ સિવાય 5 થી 11 વર્ષના બાળકો માટે બેડ સાથે 18650 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. બેડ વગર બાળકો માટે 15865 ચાર્જ કરવામાં આવશે. ખાસ પ્રવાસ બિલાસપુરથી શરૂ થશે, જે 28 માર્ચથી 3 એપ્રિલ સુધી છે.
ટિકિટ કેવી રીતે બુક કરવી
IRCTCની સત્તાવાર વેબસાઇટ http://www.irctctourism.com પરથી ટ્રેનની ટિકિટ બુક કરી શકાય છે. જો કે, મુંબઈ, પુણે, નાગપુર અને કોલ્હાપુરમાં IRCTC સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈને કોઈ ટિકિટ બુક કરી શકે છે. કોઈપણ પ્રશ્નના કિસ્સામાં, વ્યક્તિ 82879318886 પર કૉલ/SMS/Whatsapp કરી શકે છે.
જો કોઈ મુસાફર 15 દિવસ પહેલા પ્રવાસ કેન્સલ કરવા ઈચ્છે છે, તો કોઈપણ સંજોગોમાં (પ્રસ્થાનની તારીખ સિવાય) યાત્રી દીઠ રૂ.250ની કપાત કરવામાં આવશે. જો કોઈ 8 થી 14 દિવસ પહેલા (પ્રસ્થાનની તારીખ સિવાય) ટ્રિપને રદ કરવા માંગે છે, તો પેકેજ ખર્ચમાંથી 25 ટકા રકમ કાપવામાં આવશે.
તિરુપતિ બાલાજી મંદિરનો ઈતિહાસ, રહસ્યો અને કેટલીક અજાણી વાતો
આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું આ મંદિર ભારતના સૌથી પ્રખ્યાત અને પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. આ ઉપરાંત, તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. ચમત્કારો અને રહસ્યોથી ભરેલું આ મંદિર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ મંદિરના મુખ્ય દેવતા શ્રી વેંકટેશ્વર સ્વામી છે, જેઓ સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર હોવાનું માનવામાં આવે છે અને તિરુમાલા પર્વત પર તેમની પત્ની પદ્માવતી સાથે રહે છે.
તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાનની પરંપરા
માન્યતાઓ અનુસાર, ભક્તો જેમની ઇચ્છાઓ પૂર્ણ થાય છે તેઓ મંદિરમાં આવે છે અને વેંકટેશ્વર સ્વામીને તેમના વાળ અર્પણ (દાન) કરે છે. દક્ષિણમાં હોવા છતાં આ મંદિર સાથે આખા દેશની આસ્થા જોડાયેલી છે. આ પ્રથા આજથી નહિ પણ ઘણી સદીઓથી ચાલી આવે છે, જે આજે પણ ભક્તો દ્વારા ખૂબ જ ભક્તિભાવ સાથે અનુસરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માત્ર પુરૂષો જ તેમના વાળ દાન કરતા નથી, પરંતુ મહિલાઓ અને છોકરીઓ પણ તેમના વાળ ભક્તિપૂર્વક દાન કરે છે.
તિરુપતિ બાલાજી મંદિર વિશે પૌરાણિક માન્યતા
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ થોડા સમય માટે સ્વામી પુષ્કર્ણી નામના તળાવના કિનારે નિવાસ કર્યો હતો. આ તળાવ તિરુમાલાની ટેકરી પર આવેલું છે. તેથી જ તિરુપતિની આસપાસની પહાડીઓને 'સપ્તગિરી' કહેવામાં આવે છે, જે શેષનાગના સાત હૂડના આધારે બનાવવામાં આવી છે. શ્રી વેંકટેશ્વરૈયાનું આ મંદિર સપ્તગીરીની સાતમી ટેકરી પર આવેલું છે, જેને વેંકટાદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ કોઈએ નથી બનાવી, પરંતુ તે સ્વયં ઉત્પન્ન થઇ છે.
તિરુપતિ બાલાજી મંદિરનો ઈતિહાસ
તિરુપતિ બાલાજી મંદિરને 'ટેમ્પલ ઓફ સેવન હિલ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ત્રીજી સદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું, જેનો સમય સમય પર વિવિધ રાજવંશોના શાસકો દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. 5મી સદી સુધીમાં, આ મંદિર સનાતનીઓનું મુખ્ય ધાર્મિક કેન્દ્ર બની ગયું હતું. એવું કહેવાય છે કે આ મંદિરની ઉત્પત્તિ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા કરવામાં આવી હતી.
9મી સદીમાં કાંચીપુરમના પલ્લવ શાસકોએ તેના પર કબજો કર્યો હતો. જો આ મંદિરની ખ્યાતિની વાત કરીએ તો 15મી સદી પછી આ મંદિરને ઘણી ખ્યાતિ મળી, જે આજે પણ અકબંધ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો