કોરોના દરમિયાન લગભગ બધી યાત્રી ટ્રેનો બંધ થઇ ગઇ હતી. હવે હાલત ધીમે ધીમે સુધરી રહી છે અને મોટાભાગની ટ્રેનો પણ દોડવાની શરુ થઇ ગઇ છે. જો કે હાલ બધી ટ્રેનો સ્પેશ્યલ 0 નંબરની સાથે ચાલી રહી છે. રેલવે 'દેખો અપના દેશ' યોજના હેઠળ ઘણાં ટૂરિસ્ટ પ્લેસ સુધી ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. આ યોજના હેઠળ હવે રેલવે એક શાનદાર પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજમાં IRCTC અરુણાચલ પ્રદેશના સુંદર શહેરોનું ભ્રમણ કરાવશે. આવો તમને બતાવીએ આની સાથે જોડાયેલી બધી વાતો.
ટાપોસો ખીણની યાત્રા કરાવી રહી છે IRCTC
IRCTC 'દેશો અપના દેશ' યોજના હેઠળ અરુણાચલ પ્રદેશની ટાપોસો ખીણની યાત્રા કરાવી રહ્યું છે. ટાપોસ અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગ જિલ્લાની તળેટીમાં વસેલું નિશી આદિવાસીઓનો એક નાનકડુ સુંદર ગામ છે. આ ગામમાં ફક્ત 10થી 12 ઘર જ છે. અહીં રહેનારા લોકોએ પોતાની સભ્યતા અને સંસ્કૃતિને જાળવી રાખી છે.
આઇઆરસીટીસીએ ટાપોસો સુધીની યાત્રા ઘણી જ અલગ અને સુંદર રીતે પ્લાન કરી છે. યાત્રીઓને આ સમય દરમિયાન પગપાળા ખેતરથી થઇને ઘુંટણ સુધીના પાણીમાં પસાર થવું પડશે. ત્યાર બાદ તેમણે અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગ જિલ્લાના ન્યૂ ડિસિંગ ગામથી 3-4 કલાકના ટ્રેકિંગ કરીને ટાપોસો ગામ સુધી લઇ જવાશે.
યાત્રાની વિગત અને પ્રતિ વ્યક્તિ ભાડું
અરુણાચલ પ્રદેશમાં ટાપોસો ગામની યાત્રાની શરુઆત ગુવાહાટીથી થશે. ગુવાહાટી સુધી પર્યટકોએ પોતાની રીતે પહોંચવાનું રહેશે. આ રોમાંચક યાત્રાનો સમયગાળો 3 રાત / 04 દિવસનો નક્કી કરવામાં આવ્યો છે. 05 ડિસેમ્બર 2021થી શરુ થનારી આ યાત્રા 08 ડિસેમ્બર 2021 સુધી ચાલશે. આ પેકેજ માટે પ્રતિ વ્યક્તિ 19,455 રુપિયાનો ખર્ચ થશે. આ સમયગાળા દરમિયાન ભોજન વગેરેની યોગ્ય વ્યવસ્થા રહેશે.
પહેલો દિવસ
ગુવાહાટી-પભોઇ/વિશ્વનાથ ચરિયાળી: સવાર-સવારમાં બધા પર્યટકોએ યાત્રાના શરુઆતી બિંદુ પર એકઠા થવું પડશે. નાસ્તા પછી રોડ માર્ગે નગાંવ, તેજપુરથી યાત્રાની શરુઆત થશે. પછી વિશ્વનાથ ચારાલીમાં યાત્રીઓને બપોરનું ભોજન કરાવવામાં આવશે. ત્યાર બાદ પભોઇમાં વાંસથી બનેલા તંબુમાં પ્રવાસીઓને રોકાણની વ્યવસ્થા થશે. દરમિયાન પર્યટકો ચાના બગીચાનો આનંદ લઇ શકશે.
બીજો દિવસ
બીજા દિવસે ફરીથી ટાપોસોની યાત્રા શરુ થશે. અહીંથી ટાપોસોનું અંતર લગભગ 40 કિલોમીટર છે. ફાર્મમાં જલદી નાસ્તા પછી ઓફ રોડિંગ અને ટ્રેકિંગ માટે લોકોને લઇ જવાશે. બપોરે સુખી પહાડી નદીથી ટાપોસો ગામ સુધી ટ્રેકિંગ તેમજ ટાપોસોમાં બપોરનું ભોજન કર્યા પછી ગામની મુલાકાત કરાવાશે.
ત્રીજો દિવસ
ત્રીજા દિવસે ટાપોસોથી ગુવાહાટી પાછા ફરવાની યાત્રા શરુ થશે. દરમિયાન સવારો નાસ્તો કર્યા પછી, જંગલની વચ્ચે નદીમાં વાંસથી બનેલા તરાપામાં પ્રવાસીઓ રાફ્ટિંગનો આનંદ લઇ શકશે. નદી કિનારે પિકનિક અને લંચની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ બાગૃદ પભોઇમાં રાતે રોકાવાની વ્યવસ્થા પણ રહશે.
ચોથો દિવસ
ચોથા દિવસે પભોઇથી બિશ્વનાથ ચરિયાળી થઇને ગુવાહાટીની યાત્રા પુરી કરવામાં આવશે. નાસ્તા પછી બિશ્વનાથ ઘાટની મુલાકાત કર્યા પછી સાંજે પાછા ગુવાહાટી પહોંચ્યા પછી નિર્ધારીત સ્થળે યાત્રા સમાપ્ત થશે.
18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશન ફરજીયાત
યાત્રા માટે 18થી ઉપરના બધા લોકોનું વેક્સિનેશન ફરજીયાત રહેશે. આ ઉપરાંત, આઇઆરસીટીસી તરફથી બધા પ્રવાસીઓને ફેસ માસ્ક, હેંડ ગ્લોવ્સ અને સેનિટાઇઝર રાખવા માટે એક સુરક્ષા કિટ પણ પ્રદાન કરવામાં આવશે.
બુકિંગ માટે અહીં કરો સંપર્ક
આ યાત્રાનું બુકિંગ અને વધુ જાણકારી માટે તમે IRCTCની ઓફિશિયલ વેબસાઇટ https://www.irctctourism.com પર વિઝિટ કરી શકો છો. આના માટે 9957644166 પર કૉલ કરીને બુકિંગની પ્રક્રિયા પુરી કરી શકો છો.