ભગવાન શિવને સમર્પિત અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક, કેદારનાથ એક પવિત્ર સ્થળ છે. આ મંદિર બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આવેલું છે. સમુદ્રની સપાટીથી 3585 મીટરની ઉંચાઈ પર આવેલું કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં ચાર ધામ અને પંચ કેદારનો એક ભાગ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દિલ્હી થઈને કેદારનાથ ધામની મુલાકાત લે છે. મંદિરની નજીક સુંદર મંદાકિની નદી વહે છે. બરફથી ઢંકાયેલ શિખરો આ સ્થળના આકર્ષણમાં વધારો કરે છે. હવે જો તમારે પણ કેદારનાથ જવું છે પરંતુ તમે પગથિયા કે ઘોડા પર 21 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપવા નથી માંગતા તો તમે હેલીકોપ્ટરમાં બેસીને મહાદેવના દર્શન કરી શકો છો. પરંતુ કેવી રીતે, અમે આજે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.
હેલિકોપ્ટર સેવા ઓનલાઈન બુક કરવા માટે પોર્ટલ ફરજિયાત
હેલિકોપ્ટર સેવા ઓનલાઈન બુક કરવા માટે પોર્ટલ ફરજિયાત છે. જો પહેલાથી રજિસ્ટર્ડ નથી, તો કૃપા કરીને ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન પર ક્લિક કરો. સાઇન અપ કરવા અથવા એકાઉન્ટ બનાવવા માટે, www.heliyatra.irctc.co.in પર OTP દ્વારા તમારું ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર ચકાસો. યુઝર આઈડી/બુકર આઈડી તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે.
આ પછી તમારે તમારો પાસવર્ડ બનાવવો પડશે. પછી તમે ઓનલાઈન હેલિકોપ્ટર ટિકિટ બુકિંગ માટે www.heliyatra.irctc.co.in પર લોગિન કરી શકો છો. જો વધારે યાત્રાળુ હોય તો તે માટે ટિકિટ બુક કરવા માટે ગ્રુપ ID દાખલ કરો. પછી હેલિકોપ્ટર સેવા બુક કરવા માટે યૂનિક રજિસ્ટ્રે્શન નંબર દાખલ કરો.
કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નિયમો જાણો
સૌ પ્રથમ, તમારે રજિસ્ટ્રેશન એન્ડ ટૂરિસ્ટ કેરની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ તમારે આ વેબસાઈટ પર લોગઈન કરવાનું રહેશે. ત્યાર પછી, તમારે તમારું નામ, મોબાઇલ નંબર અને અન્ય માહિતી આપીને અહીં નોંધણી કરાવવી પડશે. આ રીતે તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે.
તમે ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સએપ દ્વારા પણ નોંધણી કરાવી શકો છો. તેના માટે તમારે યાત્રા ટાઈપ કરીને આ મોબાઈલ નંબર 8394833833 પર મોકલવાનું રહેશે. આ સિવાય અન્ય ટોલ ફ્રી નંબર 01351364 દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
સરળ વિકલ્પ એ છે કે તમે એપ્લિકેશન દ્વારા હેલિકોપ્ટર માટે નોંધણી પણ કરી શકો છો. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. ચોથો વિકલ્પ ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે છે. આ માટે તમને સ્લોટના આધારે દર્શનની તારીખ મળશે.
12 થી વધુ મુસાફરોના જૂથો માટે અલગ નિયમો
એક યુઝર આઈડી/બુકરની સાથે 2 ટિકિટ પર વધુમાં વધુ 12 મુસાફરોના સમૂહ માટે બુક કરાવી શકે છે. અને 12 થી વધુ મુસાફરોના જૂથો માટે, બુકર્સે heliyatra.irctc.co.in પર અન્ય યુઝર આઈડી/બુકર આઈડીથી સાઈનઅપ કરવું પડશે. જો પહેલેથી જ ઉપલબ્ધ હોય અથવા તેના માટે અન્ય કોઈ યુઝર આઈડી/બુકર આઈડી બનાવો. ત્યાર પછી, 12 થી વધુ મુસાફરોના જૂથ માટે ટિકિટ બુક કરાવવી પડશે.
ભાડું કેટલું થશે
IRCTCની હેલિકોપ્ટર બુકિંગ સેવાની વેબસાઈટ અનુસાર, પ્રવાસીઓએ સિરસીથી કેદારનાથની રાઉન્ડ ટ્રીપ માટે 5,498 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, તમારે ફાટાથી શ્રી કેદારનાથ માટે 5500 રૂપિયા અને ગુપ્તકાશીથી શ્રી કેદારનાથ માટે 7740 રૂપિયા ચૂકવવા પડશે.
કેદારનાથ રૂટ
કેદારનાથની યાત્રા 5 રાત અને 6 દિવસની હોય છે.
દિવસ 1 - દિલ્હીથી હરિદ્ધાર (230 કિમી) અથવા 6 કલાક - દિલ્હીથી હરિદ્વાર સુધી ટ્રેન અથવા ફ્લાઇટ અને પછી હોટેલમાં ચેક ઇન કરો. સાંજે ગંગા આરતી માટે હર કી પૌડીની મુલાકાત લો અને પછી તમારી હોટેલમાં રાત્રિભોજન અને રાત્રિ રોકાણ કરો.
દિવસ 2 - હરિદ્વારથી રુદ્રપ્રયાગ (165 કિમી) અથવા 6 કલાક - વહેલી સવારે જોશીમઠ માટે સીધા જ નીકળો. અહીં રસ્તામાં દેવપ્રયાગ અને રુદ્રપ્રયાગની હોટલોમાં રોકાવું.
દિવસ 3 - રુદ્રપ્રયાગથી કેદારનાથ (75 કિમી) 3 કલાક 14 કિમી ટ્રેક - ગૌરીકુંડ સુધી સવારે પગપાળા, પોની, ડોલી પર તમે ગૌરીકુંડ સુધીનો ટ્રેક શરૂ કરી શકો છો. સાંજની આરતી માટે કેદારનાથ જાઓ અને પછી અહીં રાત રોકાઓ
દિવસ 4 - કેદારનાથથી રુદ્રપ્રયાગ - (75 કિમી) 3 કલાક - સવારે કેદારનાથની મુલાકાત લો અને પછી ગૌરીકુંડ સુધીની યાત્રા કરો. ત્યારબાદ રૂદ્રપ્રયાગ પાછા ફરો અને હોટેલમાં રાત્રિ રોકાણ કરો.
દિવસ 5 - રુદ્રપ્રયાગ થી હરિદ્વાર - 160 કિમી 5 કલાક - હરિદ્વાર માટે પ્રસ્થાન. રસ્તામાં તમે ઋષિકેશમાં જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરી શકો છો. ત્યાર પછી હરિદ્વાર પહોંચો અને અહીં રાત્રિ રોકાણ કરો.
દિવસ 6 - હરિદ્વારથી દિલ્હી 230 કિમી 6 કલાક - સવારે તમે હરિદ્વારના સ્થાનિક સ્થળોની મુલાકાત લઈ શકો છો અને દિલ્હી એરપોર્ટ અથવા રેલ્વે સ્ટેશન માટે નીકળી શકો છો.
કેદારનાથની આસપાસ જોવા જેવું શું છે
જો તમે કેદારનાથ જતા હોવ તો નજીકમાં સોન પ્રયાગ, ગાંધી સરોવર, ગૌરી કુંડ મંદિર અને વાસુકી તાલના દર્શન કરી શકો છો.
કેવી રીતે પહોંચશો કેદારનાથ -
ટ્રેન દ્વારા દિલ્હીથી કેદારનાથ - જો તમે ટ્રેન દ્વારા કેદારનાથ જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનની સુવિધા હરિદ્વાર સુધી જ છે. તમારે દિલ્હીથી હરિદ્વાર જવા માટે ટ્રેન લેવી પડશે. હરિદ્વારથી રોડ કે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવું પડશે.
ફ્લાઇટ દ્વારા દિલ્હીથી કેદારનાથ - જો તમે ફ્લાઇટ દ્વારા કેદારનાથ જવા માંગતા હોવ તો દેહરાદૂનમાં જોલી ગ્રેટ એરપોર્ટ છે. તે કેદારનાથથી લગભગ 239 કિમી દૂર છે. દેહરાદૂનથી કેદારનાથ સુધી બસ અને ટેક્સીની સુવિધા પણ ઉપલબ્ધ છે.
દિલ્હીથી કેદારનાથ બાય રોડ - જો તમારે બસમાં જવું હોય તો તમારે દિલ્હીથી હરિદ્વાર, હરિદ્વારથી રુદ્રપ્રયાગ અને પછી રુદ્રપ્રયાગથી કેદારનાથ જવું પડશે. જો તમારે તમારી કાર અથવા બાઇક દ્વારા કેદારનાથ જવું હોય તો તમારે દિલ્હીથી કોટદ્વાર અને કોટદ્વારથી રુદ્રપ્રયાગ આવવું પડશે. રૂદ્રપ્રયાગથી પૌડી જિલ્લામાં થઈને કેદારનાથ પહોંચી શકશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો