શિયાળાની ઋતુ શરુ થઇ ચુકી છે. આવામાં ઘણાં બધા લોકો બહાર ફરવાનો પ્લાન બનાવે છે. શિયાળામાં ઘણાં લોકો પહાડો પર બરફવર્ષાનો આનંદ લેવા જાય છે. પરંતુ પહાડો ઉપરાંત શિયાળાના હિસાબે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ફરવા જઇ શકાય છે. આવી જગ્યાઓમાંની એક છે ભારતના દક્ષિણમાં સ્થિત રાજ્ય કર્ણાટક. તમે આ વખતના શિયાળામાં કર્ણાટકના મૈસૂર, ઉટી અને કુન્નૂરની મુસાફરી પર જઇ શકો છો. કુદરતી નજારાથી ભરપુર આ ત્રણ જગ્યા હંમેશાથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓને લલચાવતી રહી છે.
કર્ણાટકની આ ત્રણ જગ્યાઓ ફરવા માગતા પ્રવાસીઓ માટે IRCTC ઘણું જ શાનદાર એર ટુ પેકેજ ઓફર કરી રહ્યું છે. IRCTC એ પોતાના આ ટૂર પેકેજને SOUTHERN SOJOURN - MYSORE OOTY & COONOR નામ આપ્યું છે. આવો જાણીએ આ ટૂર પેકેજની બધી ડિટેલ.
યાત્રાનો કાર્યક્રમ
યાત્રાની શરુઆત કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટથી થશે. કોલકાતાના પ્રવાસીઓ બેંગાલુરુ માટે ઉડ્ડયન ભરશે. બેંગાલુરુ હવાઇ એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ યાત્રીઓ રોડ દ્ધારા મૈસુર માટે રવાના થશે. મૈસૂર પહોંચ્યા પછી યાત્રીઓને હોટલમાં ઉતારો આપવામાં આવશે. ત્યાં પ્રવાસીઓ બપોરનું લંચ અને રાતનું ડિનર એન્જોય કરશે. બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ કરીને મૈસૂર પેલેસ ફરવા માટે જશે, ત્યાર પછી બપોરે ભોજન કરીને યાત્રીઓ વૃંદાવન ગાર્ડન અને નંદી મંદિરની મુલાકાત કરશે. ત્યારપછી પ્રવાસીઓ પાછા હોટલ આવશે અને રાત્રી આરામ કરશે.
બીજા દિવસે પ્રવાસીઓ મુદુમલાઇ જંગલમાં થઇને ઉટી માટે નીકળી જશે. આ જગ્યા નીલગિરીના સુંદર પહાડોની વચ્ચે આવેલી છે. ઉટીમાં વિશ્વ પ્રસિદ્ધ કુરુંજી ફુલ પણ જોવા મળે છે. આ ફૂલની સૌથી ખાસ વાત એ છે કે કુરુંજી ફૂલ 12 વર્ષોમાં માત્ર એકવાર જ જોવા મળે છે. ઉટીની મુસાફરી કરીને પાછા હોટલ આવી જવાનું રહેશે અને અહીં રાતવાસો કરવામાં આવશે.
પછીના દિવસે ટૂરિસ્ટો નાસ્તા બાદ બૉટનિકલ ગાર્ડન અને ઉટી સરોવરની મુલાકાત લેશે. પછી બપોરના લંચ બાદ યાત્રી કુન્નુરની યાત્રા માટે નીકળી જશે. કુન્નૂર તેના સુંદર નજારા અને ચાના બગીચા માટે જાણીતું છે. કુન્નૂરની મુસાફરી પછી યાત્રી પાછા હોટલ ઉટી પાછા ફરશે. ઉટીમાં રાત્રી રોકાણ કર્યા પછી પ્રવાસીઓ બીજા દિવસે નાસ્તો કરીને બેંગાલુરુ એરપોર્ટથી પાછા કોલકાતા માટે ઉડાન ભરશે.
કેટલું છે ટૂરનું ભાડું
IRCTCના ચાર રાત અને 5 દિવસના એર ટૂર પેકેજ માટે તમારે 25,460 રુપિયા ખર્ચ કરવા પડશે.
કૂર્ગ અને તેની આસપાસના પર્યટન સ્થળ
કૂર્ગમાં પ્રવાસીઓ માટે જોવાલાયક અનેક સ્થળો છે. તમે અહીં ફરવા આવો તો અબ્બે ફૉલ્સ, ઇરપુ ફૉલ્સ, મદીકેરી કિલ્લો, રાજા સીટ, નાલખંદ પેલેસ અને રાજાનો ગુંબદ અવશ્ય જોવા જશો. કૂર્ગમાં અનેક ધાર્મક સ્થળો પણ છે જેમાં ભાગમંડલા, તિબ્બતી ગોલ્ડન મંદિર, ઓમકારેશ્વર મંદિર અને તાલાકાવેરી મુખ્ય છે.
અહીંના અનેક સ્થળોમાં પ્રકૃતિની અસીમ સુંદરતા પણ જોવા મળે છે. જેમ કે- ચિલવારા ફૉલ્સ, હરંગી ડેમ, કાવેરી નિસારગદામા, દુબારે એલીફન્ટ કેમ્પ, હોનામાના કેરે અને મંડલપટ્ટી વગેરે. વન્યજીવનમાં રસ હોય તો અહીં અભ્યારણ્યમાં ફરી શકો છો. સાહસિકો માટે ટ્રેકિંગ, ગોલ્ફ, એંગલિંગ અને રિવર રાફ્ટિંગની મજા લઇ શકાય છે.
કૂર્ગના મોટાભાગના ટ્રેકિંગ ટ્રેલ્સ, પશ્ચિમી ઘાટની બ્રહ્માગિરી પહાડીઓ પર આવેલી છે. અહીંના અન્ય ટ્રેકિંગ પોઇન્ટ પુષ્પાગિરી હિલ્સ, કોટેબેટ્ટા, ઇગ્ગુથાપ્પા, નિશાની મોટ્ટે અને તાડિનાડામોલ વગેરે મુખ્ય છે. બારાપોલ નદીમાં રાફ્ટિંગ થાય છે.
મૈસુરમાં જોવાલાયક સ્થળો
-મૈસુર પેલેસ
-વૃન્દાવન ગાર્ડન – મૈસુર માં જોવા લાયક સ્થળોમાંથી એક
-ચામુંડી હિલ્સ
-સેન્ટ ફિલોમેના ચર્ચ
-રેલવે મ્યુઝિયમ
-મેલોડી વર્લ્ડ વેકસ મ્યુઝિયમ
-કરણજી તળાવ
-મૈસુર પ્રાણીસંગ્રહાલય – વન્યજીવન પ્રેમીઓ માટે મૈસુરના શ્રેષ્ઠ સ્થળોમાંથી એક
-જગમોહન પેલેસ
-લોકગીત સંગ્રહાલય
કુન્નુર
કુન્નુર એ દરિયા સપાટીથી 1,800 મીટરની ઉંચાઈએ આવેલું છે અને નીલગિરિ પર્વતમાળામાં આવેલું તે બીજું સૌથી ઉંચું ગિરિમથક છે. નીલગિરી ચા માટે જાણીતુ કુન્નુર, ચા બગીચા, ટ્રેકના રસ્તા અને લાલ-ટાઇલની છતોથી ભરેલુ એક નાનકડુ પહાડી શહેર છે. કુન્નુરની યાત્રા અંગે સૌથી આકર્ષક હિસ્સો અહીં ચાલનારી હેરિટેજ ટ્રેન છે જે તમને કોઇમ્બતુરથી કુન્નુર લઇ જાય છે.
સિમનો બગીચોએ કુન્નુરમાં મુલાકાત લેવા જેવા સ્થળોમા સૌથી મહત્વનો છે. નજીકના મુખ્ય આકર્ષણોમાં નાનો પણ સુંદર રીતે જાળવણી કારયેલો વનસ્પતિશાસ્ત્રને લગતો બાગ સિમ્સ પાર્ક છે. પર્વતારોહણ માટેની જાણીતી આવી પગદંડીઓમાની એક પ્રવાસીઓને લામ્બના પર્વત સુધી લઈ જાય છે, જે કુન્નુરથી 9 કિ.મી. દૂર આવેલા છે. લામ્બ પર્વતથી સહેજ આગળ જતા લેડી કેનનીંગ બેઠક આવેલી છે, જ્યાંથી નીલગિરિનું વિહંગ દૃશ્ય નિહાળી શકાય છે. નજીકમાં લૉનું ઝરણું આવેલ છે, જે કુન્નુરથી 5 કિ.મી.ના અંતરે છે. ઝરણાથી શરૂ કરીને દ્ગુગ સુધી પર્વતારોહણ જઇ શકાય છે.
કુન્નુરમાં શું કરશો
- ડૉલફિન નોજ વ્યૂ પોઇન્ટથી સનસેટ જુઓ
- સેન્ટ જ્યોર્જ ચર્ચ કેટલોક સમય પસાર કરો
- કેથરીન ફૉલ્સ પર તાજગીમાં પલળો
- લેબ રૉક પર પિકનિક મનાવો