દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું

Tripoto
Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

IRCTC દેશ અને વિદેશમાં મુસાફરી કરવા માટે સમયાંતરે ઘણા ટૂર પેકેજ લઈને આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો IRCTC ટુર પેકેજ દ્વારા વિશ્વભરના લોકપ્રિય સ્થળોની મુસાફરી કરે છે. આ કડીમાં, IRCTC એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમને દુબઈ જવાની તક મળી રહી છે. જો તમે દુબઈ જવાનું વિચારી રહ્યા છો તો તમારે IRCTCના આ ટૂર પેકેજને મિસ ન કરવું જોઈએ. IRCTCના આ ટૂર પેકેજ હેઠળ તમને દુબઈના લોકપ્રિય સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહી છે. આ પેકેજ હેઠળ તમને અનેક પ્રકારની વિશેષ સુવિધાઓ પણ મળી રહી છે. આ સાથે, તમારે મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ -

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

જો તમે પણ દુબઈ જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના આ પેકેજનો લાભ લઈ શકો છો. તમે ઓછા બજેટમાં દુબઈની મુલાકાત લેવાનું તમારું સપનું પૂરું કરી શકો છો. આ પેકેજમાં ભોજન અને રહેઠાણની સાથે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ટૂર પેકેજ 23 માર્ચથી શરૂ થશે.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

પેકેજ વિગતો-

પેકેજનું નામ- Dazzling Dubai Ex Delhi

પેકેજની અવધિ- 5 રાત અને 6 દિવસ

ટ્રાવેલ મોડ - ફ્લાઇટ

ડેસ્ટીનેશન કવર્ડ - દુબઈ અને અબુ ધાબી

મળશે આ સુવિધા-

1. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.

2. ખાવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

3. ટુરિસ્ટ ગાઈડની મદદથી તમે દુબઈની આસપાસ ફરી શકો છો.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

પ્રવાસ માટે આટલો ચાર્જ લેવામાં આવશે-

1. જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 99000 રૂપિયા ચૂકવવા પડશે.

2. જ્યારે બે વ્યક્તિએ 81900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.

3. ત્રણ લોકોએ 81900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.

4. બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે. બેડ સાથે (5-11 વર્ષના બાળકો માટે) 81500 અને બેડ વગરના 70500 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ બેડ વગરના 2-4 વર્ષના બાળકો માટે 24800 રૂપિયા ચૂકવવા પડશે.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

આ રીતે તમે બુક કરી શકો છો

તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

દુબઇમાં જોવાલાયક સ્થળો

રણપ્રદેશમાં શેખો દ્વારા વસાવામાં આવેલુ નગર એટલે દુબઈ. રેતાળ જમીન પર વિશ્વની અધ્યતન ઈમારતો અને રોડના બાંધકામ માટે જગવિખ્યાત છે. પાણીની અછત હોવાથી દરિયાઈ પાણીનું શુધ્ધીકરણ કરીને ત્યાંના દરેક સ્થળે બાગ બગીચા અને વૃક્ષોની લિલોતરી છવાયેલી જોવા મળે છે. સર્વધર્મ સમભાવની ભાવનાને અનુસરીને દુબઈમાં બધાજ ધર્મ પાળવા વાળા વ્યક્તીઓ જોવા મળે છે. અહીં મહિલાઓ ખૂબ સુરક્ષિત જોવા મળે છે.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

દુબઈમાં ગગનચુંબી ઈમારતોની સાથે મોટા મોલ્સ પણ જોવાલાયક સ્થળોમાંથી એક છે. ‘દુબઈ મોલ’ માટે કહેવામાં આવે છે કે, આખો મોલ ફરવો હોય તો, 3 દિવસ જેટલો સમય લાગે છે. મોલમાં સ્કૂબા ડાઈવ પણ કરી શકાય છે.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

દુબઈ ‘બુર્ઝ ખલીફા’ નામના બસો માળ ઊંચા ટાવરથી ઓળખાય છે. બુર્ઝ એટલે મિનારો. પ્રવાસીઓને બુર્ઝ ખલીફા ઈમારતના 124મા માળે લઈ જઈને દુબઈનું દૂરદર્શન કરાવવામાં આવે છે. 124મા માળે જવા માટે લિફ્ટ માત્ર ચાલીસ સેકંડ લે છે. ‘ગોલ્ડ સુક’ દુબઈનું ગોલ્ડ માર્કેટ છે. બર દુબઈમાં બે દુકાન એવી પણ છે જ્યાં ઊંટડીના દુધની ચોકલેટ્સ પણ મળે છે. ગોવર્ધનનાથજીની હવેલીની મુલાકાત અચૂક લઈને કૃષ્ણપ્રભુના દર્શન કરી શકાય છે. બાજુમાં માળે શિવમંદિર અને ગુરુદ્વારા આવેલું છે.

દુબઇનું હિંદુ મંદિર

આ હિંદુ મંદિર જેબેલ અલીમાં અમીરાતના કોરિડોર ઓફ ટોલરેન્સમાં આવેલું છે. મંદિર 70,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ મંદિરને બનાવવા માટે સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની છત પર ઘંટ લગાવવામાં આવ્યા છે અને આને સંપૂર્ણ રીતે હિંદુ જ્યામિતીય ડિઝાઇનથી બનાવાયું છે. ભારતના ટોચના પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં આ ભવ્યા મંદિરના કપાટ આધિરારિક રીતે ખોલી નાંખવામાં આવ્યા.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

મંદિરની બાજુમાં ચર્ચ-ગુરુદ્વારા

આ મંદિરની ખાસ વાત એ પણ છે કે તેના પરિસરમાં ચર્ચ, ગુરુદ્વારા સહિત ઘણાં ધાર્મિક સ્થળ છે. આ મંદિર જાબેલ અલી વિસ્તારમાં છે. આ વિસ્તારને વર્શિપ વિલેજ કે પૂજા ગામ પણ કહેવામાં આવે છે. જેના કારણે અહીં 6 ચર્ચ અને શિખ શ્રદ્ધાળુ માટે ઘણું જ સુંદર ગુરુ નાનક દરબાર ગુરુદ્ધારા પણ છે. મંદિરમાં બધા દેશો અને ધર્મના લોકો આવી શકે છે. અહીં શિખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ પણ રાખવામાં આવ્યો છે.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

મંદિરમાં ડિજિટલ લાયબ્રેરી

મંદિરમાં ડિજિટલ લાયબ્રેરી પણ બનાવવામાં આવી છે. વૈદિક ભાષા સાથે જોડાયેલી માટે ફિઝિકલ અને ઓનલાઇન ક્લાસિસ પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. આ હોલમાં એક મોટું 3ડી પ્રિન્ટેડ ગુલાબી કમળ છે. જે આખા ગુંબજ પર નજરે પડે છે અને તેને સુંદર બનાવી દે છે. જરૂરિયાત મંદ લોકોની મદદ માટે મેડિકલ અને એજ્યુકેશનલ ફેસિલિટીઝ પણ હશે. અહીં હિંદી અને અરબીમાં નિર્દેશ લખવામાં આવ્યા છે. કિચનમાં એકસાથે હજારો લોકોનું ભોજન તૈયાર થશે. મંદિરના નિર્માણ પર અંદાજીત 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Photo of દુબઇ ફરવાની શાનદાર તક, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ, ફક્ત આટલું છે ભાડું by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads