ભારત.
હજારો વર્ષ જૂની સભ્યતા અને સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ સરકારી ચોપડે 75 વર્ષનો થયો. પહેલા મુઘલો અને ત્યાર પછી અંગ્રેજો.. કઈ કેટલાય આક્રમણકારો અને લૂંટારુઓ સામે ઝીંક ઝીલીને, પોતાની પાવન ભૂમિનો 1/3 ભાગ અન્ય દેશમાં રૂપાંતરિત થતો જોયા બાદ આપણો આ ગૌરવશાળી દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે.
ભારતમાં આજે કુલ 718 જિલ્લાઓ આવેલા છે. નિઃશંકપણે કહી શકાય કે સૌ પોતપોતાની આગવી વિશેષતાઓ ધરાવતા જ હશે. એ યાદી ઘણી જ લાંબી થાય તેથી મેં દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિષે ત્યાંની વિશેષતાઓનું વર્ણન કરતાં લેખ લખવા નમ્ર પ્રયાસ કર્યો છે.
(દરેક પર ક્લિક કરવાથી તે રાજ્યનો વિસ્તારપૂર્વક લેખ વાંચી શકાશે.)
હું ખાતરીપૂર્વક કહી શકું છું, આમાંની અનેક વિગતોથી તમે નિશ્ચિતપણે અજાણ હશો.
ચાલો, જાણીએ વિશ્વના સૌથી અનોખા દેશને. સારે જહાં સે અચ્છા, હિંદોસ્તા હમારા!
રાજ્યો:
આંધ્ર પ્રદેશ
આંધ્રપ્રદેશ અને તેલંગાણા: એક જ ભાષા બોલતા બે રાજ્યો
આસામ
પૂર્વોત્તરના ઉંબરે ઉભેલું રાજ્ય: આસામ
બિહાર
બે ધર્મનું જન્મસ્થળ એવા બિહાર રાજ્યની ખાસિયતો
છત્તીસગઢ
પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ
ગોવા
જાણો ભારતનાં સૌથી નાના છતાં સૌથી લોકપ્રિય રાજ્યની અજાણી વાતો!
ગુજરાત
ગુજરાતમાં જેણે આ 15 જગ્યાઓ જોઈ હોય એ જ સાચો ગુજરાતી!
હરિયાણા
હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો?
હિમાચલ પ્રદેશ
હિમના ખોળે ધબકતું રાજ્ય: હિમાચલ પ્રદેશ
ઝારખંડ
દેશમાં સૌથી વધુ ખનીજોથી સમૃદ્ધ રાજ્યને ઓળખો
કર્ણાટક
કર્ણાટક: જાણો દક્ષિણ ભારતનાં સૌથી મોટા રાજ્યમાં શું છે ખાસ?
કેરળ
ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશ: હિન્દુસ્તાન કા દિલ દેખો!
મહારાષ્ટ્ર
ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો
ઓડિશા
આ જગ્યાઓ ઓડિશાને બનાવે છે અ મસ્ટ વિઝિટ સ્ટેટ!
પંજાબ
જ્યાં પાંચ નદીઓનો સહવાસ છે તે પંજાબ વિષે આ માહિતી તમે જાણો છો?
રાજસ્થાન
પધારો મ્હારે દેશ: રાજવી ઠાઠ ઉપરાંત આ કારણો પણ રાજસ્થાનને ખાસ બનાવે છે
સિક્કિમ
ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતા રાજ્ય વિષે તમે શું જાણો છો?
તમિલનાડુ
પ્રાચીન અને અર્વાચીન વિશેષતાઓ ધરાવતું રાજ્ય: તમિલનાડુ
ઉત્તર પ્રદેશ
9 રાજ્યો અને એક દેશનો પાડોશ ધરાવતા આ રાજ્ય વિષે તમે શું જાણો છો?
ઉત્તરાખંડ
જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે
પશ્ચિમ બંગાળ
બંગાળ: મા દુર્ગા અને મહાનુભાવોની મોંઘેરી ભૂમિ
કેન્દ્રશાસિત પ્રદેશો:
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ
ચંડીગઢ
સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી
દિલ્હી
યે દિલ્હી હૈ મેરે યાર: દેશની રાજધાનીની અજાણી વાતો
લદાખ
ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ: ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશ વિષે આ માહિતી જાણો છો?
પૂડુંચેરી
આ 5 કારણોને લીધે માત્ર ફરવા માટે જ નહિ, લાંબા રોકાણ માટે પણ પોંડિચેરી બેસ્ટ છે!
મેરા ભારત મહાન
આ સૂત્ર તમે બોલતા તો હશો જ, આશા છે કે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની આ અવનવી વિશેષતાઓ જાણ્યા પછી આ શબ્દોને ખરા અર્થમાં સમજી શક્યા હશો.
જય હિંદ!
.