સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી

Tripoto

1947 પહેલા પંજાબ પ્રાંતની રાજધાની લાહોર હતું. ભારતની સ્વતંત્રતા સમયે દેશનાં ભાગલા પડ્યા ત્યારે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનના હિસ્સામાં જતું રહ્યું. ભારતમાં બચેલા પૂર્વ પંજાબમાં રાજધાની બનાવી શકાય તેવું કોઈ શહેર નહોતું. સરકારી આદેશ પ્રમાણે Le Corbusier નામના સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા સ્વતંત્ર ભારતનાં સર્વ પ્રથમ પ્લાન્ડ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ડ સિટી એટલે પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની રાજધાની અને એક કેન્દ્રશાસિત પ્રદેશ- ચંડીગઢ.

Photo of Chandigarh, India by Jhelum Kaushal

શિવાલીક પર્વતમાળાની તળેટીમાં આ ભૂમિ પર ચંડી માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું હોવાથી એ શહેરને ચંડીગઢ નામ આપવામાં આવ્યું હતું.

સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી

વર્ષ 1953માં સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવેલા સ્વતંત્ર ભારતનાં પ્રથમ પ્લાન્ડ સિટીની ખાસિયતો ખરેખર જાણવા જેવી છે. કોરા કાગળ પર લખવામાં આવતું લખાણ હંમેશા શ્રેષ્ઠ હોવું જોઈએ, એ જ રીતે ખાલી જમીન પર ઊભું થતું આખું શહેર સાવ અનોખુ જ હોવાનું.

સેક્ટર પ્લાનિંગ: ચંડીગઢ શહેરમાં વિસ્તારના કોઈ નામ નથી. બધા જ વિસ્તાર સેક્ટર નંબર પરથી ઓળખાય છે. (ગાંધીનગર શહેર ચંડીગઢ શહેરને આધાર રાખીને જ બનાવાયું છે)

Photo of સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી by Jhelum Kaushal

અપશુકનિયાળ આંકડાની ગેરહાજરી: ચંડીગઢ શહેરનું પ્લાનિંગ એક સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પશ્ચિમના દેશોમાં 13 નો આંકડો અપશુકનિયાળ માનવામાં આવે છે. આ અંધશ્રદ્ધાને કારણે ચંદીગઢમાં સેક્ટર 12 પછી સેક્ટર 14 આવે છે, એટલે કે અપશુકનિયાળ આંકડા 13ને બાકાત રખાયો છે.

હરિયાળી: ખૂબ વિકસિત હોવા છતાંય પુષ્કળ વૃક્ષોની હાજરી એ આજના સમયમાં બહુ જ દુર્લભ છે. પરંતુ પ્લાન્ડ સિટી હોવાને કારણે ચંડીગઢમાં હરિયાળી પૂરતા પ્રમાણમાં છે. એટલું જ નહિ, મોટા શહેરોની તુલનામાં ચંડીગઢ સૌથી હરિયાળા શહેરોમાંનું એક છે.

Photo of સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી by Jhelum Kaushal
Photo of સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી by Jhelum Kaushal

સાઇકલ ટ્રેક: આટલા મોટા શહેરોમાં વાહનોની સાથોસાથ સાઇકલ માટે એક અલાયદા રસ્તાની વ્યવસ્થા એ ચંડીગઢની અનોખી વિશેષતા છે. આ વ્યવસ્થાને કારણે વાહનચાલકો તેમજ સાઇકલ ચાલકો બંનેની સગવડ સચવાય છે.

સ્વચ્છતા: પ્લાન્ડ સિટી દાયકાઓ પહેલા બની તો ગયું, પણ પછી તેને સ્વચ્છ રાખવાની જવાબદારી તે શહેરના સ્થાનિકોના શિરે. ચંડીગઢ શહેરના સ્થાનિકો માટે આનંદ અને ગર્વની વાત એ છે કે ચંડીગઢ તેના નિર્માણના સમયથી અત્યાર સુધી ઘણી જ નિયમિત રીતે સ્વચ્છ શહેરોમાં પોતાનું સ્થાન જાળવી શક્યું છે.

The City Beautiful: એક વિખ્યાત અંગ્રેજી કવિતામાં આવતા શબ્દોના આધારે ચંડીગઢના સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા ચંડીગઢને The City Beautifulનું ઉપનામ આપવામાં આવ્યું હતું જે આજે પણ ઉપયોગમાં લેવાય છે. ચંડીગઢમાં આગમન સમયે જ ચંડીગઢ: The City Beautiful લખેલું જોવા મળે છે.

Photo of સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી by Jhelum Kaushal

3 સરકારની ઓફિસ અને કર્મચારીઓ: આપણા આટલા ભવ્ય ભારત દેશમાં ચંડીગઢ એ એકમાત્ર એવું શહેર છે જ્યાં 3-3 સરકારની કચેરીઓ આવેલી છે. પંજાબ, હરિયાણા અને કેન્દ્ર સરકાર. અલબત્ત, આ વિશેષતાને લીધે અહીં ઘણી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોવા મળે છે.

રોક ગાર્ડન:

પર્યટકો માટે આમ તો ચંડીગઢ આખું શહેર જ જોવાલાયક જગ્યા છે. પણ ચંડીગઢ શહેરનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ એટલે રોક ગાર્ડન. કોઈ પણ મુલાકાતી પથ્થરમાંથી અનેકવિધ અદભૂત સર્જનો ધરાવતી આ જગ્યાના પ્રેમમાં પડી જશે.

Photo of સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી by Jhelum Kaushal
Photo of સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી by Jhelum Kaushal
Photo of સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી by Jhelum Kaushal

તમે જ કહો, ચંડીગઢ સાચે જ સાવ અનોખુ શહેર છે ને?

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads