₹5000થી ₹15000 સુધી: દરેક બજેટમાં હિમાચલ ફરવાની પરફેક્ટ ગાઇડ

Tripoto
Photo of ₹5000થી ₹15000 સુધી: દરેક બજેટમાં હિમાચલ ફરવાની પરફેક્ટ ગાઇડ 1/1 by Paurav Joshi

પહાડોની અલગ જ સુંદરતા હોય છે, દરેક તેમાં ખોવાઇ જવા માંગે છે. જો તમે પણ આવા જ પહાડપસંદ વ્યક્તિ છો તો તમારે તેની વચ્ચે હોવું જોઇએ. તેમના માટે સૌથી સારી જગ્યા છે, હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ આમ તો ઘણું જ સુંદર છે પરંતુ ત્યાં જવુ હવે દરેકના હાથમાં નથી. હિમાચલ પ્રદેશ હવે એટલું સસ્તુ નથી રહી ગયું જેટલું પહેલા રહેતુ હતું.

આમ તો હજુ કેટલાક દિવસો સુધી મુસાફરી કરવી યોગ્ય નથી. પરંતુ તમે આવનારા વેકેશનની તૈયારી કરી શકો છો જેથી તમે ઘરેથી નીકળીને આ લાંબા ઇંતઝારની પુરી ભરપાઇ કરી શકો.

જો તમે તમારા ખિસ્સાને ઢિલા કર્યા વગર હિમાચલને જોવા માંગો છો તો આ કામ કરો. અમે બજેટને ધ્યાનમાં રાખીને હિમાચલની સારી જગ્યાનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. એ શહેરોના બજેટના હિસાબે અમે અલગ-અલગ કેટેગરીમાં રાખ્યા છે. યાત્રા કરવાના ખર્ચને છોડીને અને આ બજેટને બનાવ્યું છે.

સુંદર જગ્યાઓ

₹15,000ના બજેટમાંઃ

સ્પીતિ ખીણના પર્યટન

સ્પીતિ ખીણ હિમાચલ પ્રદેશની સૌથી સુંદર અને ઓછી એક્સપ્લોર થતી જગ્યા છે. અહીંના ઊંચા-ઊંચા શિખરો ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. આ જગ્યાને ઘણી સારી રીતે ₹15,000થી ઓછા બજેટમાં પણ જોઇ શકો છો. સ્પીતિ વેલી જાઓ તો તાબો ગામ, મઠ, ધનકર લેક, કોમિક, લાંગ્જા, હિક્કિમ, કિબ્બર, ચિચમ અને મડ ગામ જોવા જરુર જાઓ.

બેસ્ટ ટાઇમઃ જૂનથી ઓક્ટોબર

ટ્રિપનો સમયગાળોઃ 6-8 દિવસ

કિન્નોર

જે લોકો પહાડોમાં એડવેન્ચર કરવા માંગો છો તો તેમના માટે મારા માટે હિમાચલમાં એક જગ્યા છે કિન્નોર. એડવેન્ચર ઉપરાંત, અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે કિન્નોર જિલ્લામાં જ ચિતકુલ આવે છે. ચિતકુલ ભારતનું છેલ્લુ ગામ છે. આ ઉપરાંત, આ જિલ્લામાં સાંગલા ખીણ પણ આવે છે. તમે અહીં જાઓ તો નાકો ગામ, રક્છમ, સાંગલા ખીણ, ચિતકુલ, કલ્પા અને રેકૉન્ગ પિયોને જરુર જુઓ.

બેસ્ટ ટાઇમઃ મે થી ઑક્ટોબર, જુલાઇથી ઓગસ્ટ છોડીને

ટ્રિપનો સમયગાળોઃ 6-7 દિવસ

ચંબા

ઘણાં મંદિરો અને રાવી નદીનું ઘર છે હિમચાલ પ્રદેશનું ચંબા. ચંબા પોતાની અનોખી સુંદરતા માટે ફેમસ છે. આ ઉપરાંત, ચંબા કળા અને શિલ્પ માટે પણ જાણીતું છે. આ જગ્યાની સૌથી ખાસ અને સારી વાત એ છે કે અહીં વધુ ભીડ નથી થતી. ટૂરિસ્ટ ચંબા ઓછા આવે છે પરંતુ આના વગર હિમાચલને જાણવાનું અધુરુ છે. તમે ચંબા આવો તો શહેર, કલાતોપ વન્યજીવ અભયારણ્ય, ખજિયાર અને ડેલહાઉસી જરુર જાઓ.

બેસ્ટા ટાઇમઃ ચંબા આવવા માટે સૌથી સારો સમય એપ્રિલથી નવેમ્બરનો છે.

ટ્રિપનો સમયગાળોઃ 4-5 દિવસ

શિમલા

ઘણાં એવા લોકો હોય છે જે છેલ્લી ઘડીએ ફરવાનું પ્લાનિંગ કરે છે. જો તમારી સાથે પણ આવુ થાય તો તમારે શિમલા જરુર જવું જોઇએ. શિયાળો હોય કે ઉનાળો શિમલા જવા માટે હંમેશા પરફેક્ટ ટાઇમ હોય છે. અહીં દરેક સમયે ટૂરિસ્ટને જોવા માટે કંઇકને કંઇક જરુર હોય છે. જો તમે શિમલા જાઓ તો શિમલા મૉલ રોડ, ધ રિજ, જાખુ મંદિર, કુફરી, નાલદેહરા, શોધી જેવી જગ્યાઓ પર જરુર જાઓ.

બેસ્ટ ટાઇમઃ આખુ વર્ષ, મૉનસુનમાં અને જાન્યુઆરી સુધી

ટ્રિપનો સમયગાળોઃ 5 દિવસ

₹10,000ના બજેટમાં

મનાલી

ફક્ત કપલ્સ અને હનીમૂનર્સ જ નહીં તમને મનાલીમાં ટ્રાવેલર્સ અને ટ્રેકર્સ પણ મળી જશે. મનાલી એ જગ્યા છે જ્યાં ઘણાં ટ્રેક શરુ થાય છે. આ જગ્યા નોર્થ ઇન્ડિયાની સૌથી સારી જગ્યાઓમાંની એક છે. જો તમે મનાલી જાઓ તો ઓલ્ડ મનાલી, મૉલ રોડ, હિડિમ્બા મંદિર, રોહતાંગ પાસ, વશિષ્ઠ હૉટ વોટર સ્પ્રિંગ્સ, જોગિણી ફૉલ્સ અને નગર વિલેજ જેવી જગ્યા જરુર જુઓ.

ફરવાનો સૌથી સારો સમયઃ આખુ વર્ષ, જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી, જુલાઇ-ઓગસ્ટને છોડીને

ટ્રિપનો સમયગાળોઃ 3-4 દિવસ

કસોલ

કસોલ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સ્થિત છે. પાર્વતી નદીના કિનારે વસેલી આ જગ્યા ઘણી શાંત અને સુંદર છે. મિની ઇઝરાયેલના નામથી ફેમસ કસોલ બેકપેકર્સ માટે સ્વર્ગ છે. મલાણા અને ખીરંગગા ટ્રેક માટે આ જગ્યા શરુઆતી પોઇન્ટ તરીકે ઓળખાય છે. કસોલ જાઓ તો તમે ખીરગંગા, મલાણા, મનિકરણ અને તોશની યાત્રા કરી શકો છો.

જવાનો બેસ્ટ ટાઇમઃ આખુ વર્ષ, મૉનસૂન અને જાન્યુઆરીથી ફેબ્રુઆરીને છોડીને

યાત્રાનો સમયઃ 4 થી 5 દિવસ

બંજર

ઘણાં બધા લોકો છે કાશ્મીર જવા માંગે છે, તમે જો અત્યાર સુધી કાશ્મીર નથી ગયા અને તેનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છો તો તમારે હિમાચલના બંજર જવું જોઇએ. તે પોતાના નામથી ઉલટુ ઘણું જ સુંદર છે. અહીંની સુંદરતા તમારુ મન મોહી લેશે. મારુ અનુમાન છે આ જગ્યાએ ગયા પછી તમને કાશ્મીર યાદ નહીં આવે. જો તમે હિમાચલના બંજર ફરવા જાઓ તો બંજરની પાસે શોજા, જીભી, ગુશૈણી, સેંજ અને થાચી જેવી કેટલીક સારી જગ્યાઓ જોવાનો પ્લાન બનાવી શકો છો.

ફરવાનો સૌથી સારો સમયઃ આખુ વર્ષ, મૉનસૂન અને જાન્યુઆરીથી માર્ચને છોડીને

યાત્રાનો સમયઃ 4 થી 5 દિવસ

₹5000ના બજેટમાં

ધર્મશાલા

જો તમે તમારા વીકેન્ડને પહાડોની વચ્ચે પસાર કરવા માંગો છો તો ધર્મશાલાથી સારી જગ્યા શું હોઇ શકે? અધ્યાત્મથી લઇને મનમોહક સુંદરતા તમને અહીં મળશે. આ સુંદરતાને તમે અહીંના સુંદર કેફેથી જોઇ શકો છો. જ્યારે પણ હિમાચલની સુંદરતાની વાત કરવામાં આવશે તો ધર્મશાલાનું નામ જરુર લેવામાં આવશે. ધર્મશાલામાં તમે મૅકલૉડગંજ, નડ્ડી વ્યૂપોઇન્ટ, ત્રિયુંડ અને ધરમકોટ જેવી જગ્યા જોવાલાયક છે.

ફરવાનો સૌથી સારો સમયઃ આખુ વર્ષ, મૉનસૂનને છોડીને

યાત્રાનો સમયઃ 2-3 દિવસ

બીર બિલિંગ પેરાગ્લાઇડિંગ

એ તો બધાને ખબર છે કે બીર-બિલિંગ પેરાગ્લાઇડિંગ માટે ફેમસ છે. આ ઉપરાંત, બીર ઘણાં બોદ્ધ મઠો અને નાના પડાવોની પણ જગ્યા છે. અહીં તમે કેટલાક દિવસો શાંતિથી સુંદરતાની વચ્ચે પોતાનો સમય પસાર કરી શકો છો. આ જગ્યા તમને ઘણી પસંદ આવશે. જો તમે અહીં આવો તો પાલમપુર, બરોટ અને અંદ્રેટાની મુસાફરી જરુર કરો.

ફરવાનો સૌથી સારો સમયઃ આખુ વર્ષ, મૉનસૂનને છોડીને

યાત્રાનો સમયઃ 2-3 દિવસ

નારકંડા

શિમલા ભીડના કારણે ભરાઇ ગયું છે જેથી લોકો આ કારણે ત્યાં ઓછા જવા માંગે છે. ત્યારે તેમને શોધ હોય છે તો આવી જ સુંદર જગ્યાની અને તે છે નારકંડા. જો તમે નારકંડા શિયાળામાં જાઓ તો ત્યાં બરફમાં સ્કીઇંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ જરુર લો. જો તમે નારકંડા જાઓ તો હાટુ શિખર, તાની જુબ્બર સરોવર, નારકંડા મંદિર જોવા જરુર જાઓ.

ફરવાનો સૌથી સારો સમયઃ આખુ વર્ષ, મૉનસૂનને છોડીને

યાત્રાનો સમયઃ 2 દિવસ

પરાશર સરોવર

જ્યારે અમે હિમાચલ ફરવા જવાની જગ્યાની વાત કરીએ તો ટ્રેક અને લેકની પણ વાત જરુર હશે. ટ્રેક કરીને તમારે લેક જોવુ હોય તો પરાશર લેક જોવું જોઇએ. આ લેક સુંદર તો છે જે સાથે જ આસપાસની જગ્યા પણ જોવાલાયક છે. અહીં જોવા માટે ખીણો, મેદાનો, જંગલ અને પરાશર લેક છે.

ફરવાનો સૌથી સારો સમયઃ એપ્રિલથી જૂન સુધી અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી

યાત્રાનો સમયઃ 2 દિવસ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads