આ છોકરી માત્ર ટ્રાવેલ કરીને મહિનાના ₹ 50 લાખ કમાય રહી છે! તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો?

Tripoto
Photo of આ છોકરી માત્ર ટ્રાવેલ કરીને મહિનાના ₹ 50 લાખ કમાય રહી છે! તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? 1/5 by Romance_with_India
Credit : iamaileen

જુઠું લાગે છે ને? એલીનની વાર્તા પણ ખૂબ જ આશ્ચર્યજનક છે. પરંતુ આ જ વાત તો તેને વધુ રસપ્રદ બનાવે છે.

એલીન અડાલિદ મૂળ ફિલિપાઇન્સ ની છે પરંતુ તે "વિશ્વની નાગરિક" કહેવાવાનું વધારે પસંદ કરે છે. એલીનને તેની ડૉયશે બેંકની એક સારી કોર્પોરેટ નોકરીમાં રાજીનામું આપી ટ્રાવેલ કર્યાને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો છે.

મોડર્ન ખાનાબદોશ

એલિન એ તેના શરૂઆતના દિવસો ફ્રીલાન્સિંગ નોકરીઓ કરતા પસાર કર્યા. વેબ ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ઓનલાઇન માર્કેટિંગ અને બીજુ કેટલુય. તેણે તેના ટ્રાવેલ ખર્ચ માટે ઘણી કિમંત ભેગી કરી.

તે હવે આવી નોકરીઓને કારણે 'ડિજિટલ નોમાડ' હોવાનો દાવો કરે છે:

1. બીજનેસ - તે તેના બોયફ્રેન્ડ જોનાસ સાથે ટ્રાવેલ ગિયરનો ઓનલાઇન વ્યવસાય ચલાવે છે. વેબસાઇટ www.adalidgear.com છે. તમે જોઈ શકો છો.

2. તકનીકી નિષ્ણાત - તે ઘણી બ્રાન્ડ્સ સાથે ઓનલાઇન માર્કેટિંગ અને SEO મેનેજમેન્ટ કરી રહી છે.

3. ટ્રાવેલ રાઈટર - તે તેના અત્યંત સફળ બ્લોગ www.iamaileen.com પર સતત કામ કરે છે, સાથે સાથે કેટલીક અન્ય વેબસાઇટ્સ માટે પણ લખે છે. તે એક વ્યાવસાયિક લેખક છે, જે તેને મફતમાં વિશ્વભરની મુસાફરી કરવાની તક આપે છે, આમ તેમનું વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન તો સેટ છે બૉસ..!

Photo of આ છોકરી માત્ર ટ્રાવેલ કરીને મહિનાના ₹ 50 લાખ કમાય રહી છે! તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? 3/5 by Romance_with_India

દિલ થી ઘુમ્મકડ

તેનું મિશન તેના નાના દેશના પાસપોર્ટથી વિશ્વના દરેક દેશને જોવાનુ છે.

એલિન એક રેગ્યુલર ટ્રાવેલર છે, પરંતુ તે ખરેખર તેના અંતિમ મિશન સુધી પહોંચવાની ઉતાવળમાં નથી. તે ખૂબ જ ખુશ છે કે તે આખરે તેનું સ્વપ્ન જીવી રહી છે.

તેણે અત્યાર સુધી 25 દેશોની મુલાકાત લીધી છે. આ લિસ્ટમાં ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ, સિંગાપોર, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, નોર્વે નો સમાવેશ થાય છે. તેની આ સફરથી તે સાબિત કરવા માગે છે કે ટ્રાવેલીંગ ફક્ત ધનિક લોકો માટે જ નથી.

Photo of આ છોકરી માત્ર ટ્રાવેલ કરીને મહિનાના ₹ 50 લાખ કમાય રહી છે! તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? 4/5 by Romance_with_India

એલીનનો હેતુ

એલીને તેના જીવન માટે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા છે જે તે પોતાની યાત્રા દ્વારા પૂર્ણ કરવા માંગે છે:

1. લોકોને તેમના વ્યક્તિગત સાહસો અને જીવનની કથાથી પ્રેરિત કરવા.

2. લોકો સાથે તેની ટ્રિપ્સને સારી રીતે શેર કરવી, જેમાં ટીપ્સ અને ઊપાય, ગાઈડંસ, ભલામણો વગેરે શામેલ છે, જેથી તેમના બ્લોગ્સ અન્ય મુસાફરો માટે જીવન સરળ બનાવી શકે.

Photo of આ છોકરી માત્ર ટ્રાવેલ કરીને મહિનાના ₹ 50 લાખ કમાય રહી છે! તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? 5/5 by Romance_with_India

તે જે પણ કરે છે તે એટલા માટે કરે છે કારણ કે તે માને છે કે "નવા અનુભવો આપણા જીવનમાં આનંદ લાવે છે, અને તેથી દરરોજ તે એક નવી અને અલગ સવાર જોવા માટે નવો સફર શોધે છે."

શું આ સાહસી મુસાફરનું જીવન તમને પ્રેરણા આપે છે? અમને કમેંટ બોક્સમા જણાવો.

અને હા, મુસાફરી ચાલુ રાખો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads