મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ભારતીય રેલવે એ પોતાની પહેલી પોડ હોટલની શરૂઆત કરી છે. આ નાની પોડ હોટલમાં લોકો પોતાની યાત્રા બાદ થાકી જવાથી ૧૨ થી ૨૪ કલાક સુધી આરામ કરી શકે છે. આ પોડ હોટલમાં કેપ્સુલ આકારના ૪૮ રૂમ છે. તેનું કેપ્સુલ રૂપ રેલવેના ડોરમેટરીનું એક આધુનિક રૂપ છે.
શ્રેણીઓના આધારે ભાડું
આ હોટલમાં ૩ શ્રેણીઓ હશે. જેમાં ક્લાસિક પોડ(૩૦), પ્રાઇવેટ પોડ(૧૦), લેડીસ પોડ(૭) છે. શ્રેણીના આધારે જ તેનું ભાડું નક્કી કરેલ છે. વિકલાંગ માટે પણ અલગ પોડ બનાવવામાં આવેલ છે. પ્રાઇવેટ પોડમાં રૂમમાં એક ખાનગી જગ્યા પણ હશે. વિકલાંગ માટે બનાવવામાં આવેલ રૂમમાં ૨ મહેમાનોની પણ વ્યવસ્થા હશે. આવવા જવા માટે વિલચેરની મફત સર્વિસ પણ મળશે. યાત્રીઓ સસ્તા ભાડામાં બધી આધુનિક સુવિધાઓનો લાભ લઇ શકે છે. પોડ હોટલ ૩૦૦૦ સ્કવેર ફૂટમાં બનાવવામાં આવેલ છે. IRCTC એ ઓપન ટેન્ડરના આધારે ૯ વર્ષ માટે POD કોંનસેપ્ટ રિટાયરિંગ રૂમની સ્થાપના અને સંચાલન માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે.
કઈ સુવિધાઓ મળશે?
આ આધુનિક પોડ હોટલમાં મફત વાઇ-ફાઇ , સામાન રાખવા માટે રૂમ, ટોયલેટરીઝ , શાવર રૂમ , વોશરૂમ હશે. પોડની અંદર સેટેલાઇટ ટીવી, નાના લોકર, કાચ, એડજસ્ટેબલ એર કંડીશનર, અને એર ફિલ્ટર વેંટ, રીડિંગ લાઈટ , સ્માર્ટ લોકર જેવી સુવિધાઓનો લાભ યાત્રીઓને મળશે. તેના સિવાય મોબાઈલ ચાર્જિંગ , સ્મોક ડિટેકટરની સુવિધા મળશે.
ભાડું
રેલવેના હિસાબે યાત્રીઓને ૧૨ કલાક માટે ૯૯૯ રૂપિયા અને ૨૪ કલાક માટે ૧૯૯૯ રૂપિયા ચૂકવવા પડશે. તેમ જ ખાનગી પોડ માટે ૧૨ કલાક માટે ૧૨૪૯ રૂપિયા અને ૨૪ કલાક માટે ૨૪૯૯ રૂપિયા આપવા પડશે.
પોડ હોટલ શું છે?
એક કેપ્સુલ હોટલ જેને પોડ હોટલના નામથી પણ ઓળખવામાં આવે છે. તેને સૌથી પહેલા જાપાનમાં વિકસિત કરવામાં આવેલ હતું. તેમાં મોટી સંખ્યામાં નાના બીસ્તરના આકારમાં રૂમ હોય છે. જેને કેપ્સુલના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રકારની હોટલ એવા મહેમાનો માટે સસ્તી અને મૂળભૂત સુવિધાઓવાળું હોય છે જે મોંઘા હોટલનો ખર્ચ નથી કરી શકતા.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ