
ઈન્ડોનેશિયા એ હિંદ અને પ્રશાંત મહાસાગરોની વચ્ચે આવેલો દેશ છે. આ દેશ વિશ્વનો સૌથી મોટો ટાપુ દેશ છે જે જમીનની દ્રષ્ટિએ 14મો સૌથી મોટો અને સમુદ્ર અને જમીન વિસ્તારની દ્રષ્ટિએ 7મો સૌથી મોટો દેશ છે. આ સાથે, આ દેશ તેલ અને કુદરતી ગેસ, સોનું, ટીન અને તાંબા જેવા કુદરતી સંસાધનો વિપુલ પ્રમાણમાં છે. ઈન્ડોનેશિયા તેની પ્રાકૃતિક સુંદરતા અને અહીંના કેટલાક ખાસ આકર્ષણોને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. દરેક પ્રવાસીનું સપનું હોય છે કે તેઓ તેમના જીવનમાં ઓછામાં ઓછું એક વાર ઇન્ડોનેશિયાની મુલાકાત લે. આ દેશ 8 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને અન્ય 19 ટેન્ટેટિવ લિસ્ટ સાથે એક વિશાળ પ્રવાસન ટાપુ છે.

ઇન્ડોનેશિયા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષક સ્થળ છે અને હનીમૂન પર જતા કપલ્સ માટે ઇન્ડોનેશિયા ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. ઇન્ડોનેશિયાના સુંદર સફેદ રેતીના દરિયાકિનારા, વન્યજીવ અભયારણ્ય અને સંતરાના બગીચીઓ અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. જો તમે ઇન્ડોનેશિયા અને તેના મુખ્ય પર્યટન સ્થળો વિશે વધુ માહિતી મેળવવા માંગતા હો, તો અમારો આ લેખ ચોક્કસ વાંચો.
ઇન્ડોનેશિયાનો લોમ્બોક ટાપુ

લોમ્બોક એ ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા તાંગારા પ્રાંતમાં સ્થિત એક ટાપુ છે. તે ઓછી સુંદ ટાપુઓની શ્રેણીનો એક ભાગ છે જે લોમ્બોક સ્ટ્રેટ સાથે તેને બાલીથી પશ્ચિમ સુધી અલગ કરે છે અને તેની વચ્ચે અલાસ સ્ટ્રેટ અને પૂર્વમાં સુમ્બાવા આવેલું છે. ઇન્ડોનેશિયાના બાકી શહેરોની સરખામણીએ અહીં ઓછી ભીડ હોય છે.

તે "ટેલ" (સેકોટોંગ પેનિનસુલા)ની સાથે દક્ષિણ પશ્ચિમમાં આશરે 70 કિલોમીટર (43 માઇલ) અને લગભગ 4,514 ચોરસ કિલોમીટર (1,743 ચોરસ માઇલ) ના કુલ વિસ્તાર સાથે લગભગ ગોળાકાર છે. ટાપુ પર પ્રાંતનું પાટનગર અને સૌથી મોટું શહેર માતરમ છે. લોમ્બોક ઘણા નાના ટાપુઓથી ઘેરાયેલું છે જે સ્થાનિક રીતે ગિલી તરીકે ઓળખાય છે.
લોમ્બોક માટે પ્રવાસન એ આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેના પ્રવાસન સ્થળોમાં માઉન્ટ રંજાની, ગિલી બિદર, ગિલી લોઆંગ, નર્મદા પાર્ક અને મયુર પાર્ક અને કુતા (બાલી, કુતાથી અલગ) વગેરેનો સમાવેશ થાય છે.

સૂર્યોદય સમયે, તમે બધા સરોવરો, જ્વાળામુખી પરના લોમ્બોક ટાપુના વિહંગમ દૃશ્યો જોઈ શકો છો, જે ફોટોગ્રાફીના તમામ ઉત્સાહીઓ માટે અદ્ભુત છે!
બાલીમાં જોવાલાયક સ્થળો
છેલ્લા કેટલાક સમયથી બાલી પર્યટકોમાં એક લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. તમે લોમ્બોક આઇલેન્ડની સાથે બાલી અને તેની આસપાસના સ્થળોનો પ્રવાસ કરી શકો છો. તો આવો જોઇએ અહીં તમે શું કરી શકો છો.

ન્યૂસા ડુઆમાં શાનદાર રિસોર્ટ્સનો આનંદ ઉઠાવો
બાલીના દક્ષિણ છેડે આંસુના ટીપાં જેવા સંપૂર્ણ આકારનો, નુસા દુઆ એ એક નાનો વિસ્તાર છે જ્યાં બાલીના સૌથી મોટા વૈભવી રિસોર્ટ્સ લીલાછમ વૃક્ષો અને શાંત દરિયાકિનારાથી ઘેરાયેલા છે. આ મંત્રમુગ્ધ કરી દેનારા સ્થાન પર ઘણી દુકાનો અને રેસ્ટોરન્ટ્સ છે જે પરંપરાગત બાલિનીઝ નૃત્ય 'લેગોંગ' ઓફર કરે છે.

ઉબડ માર્કેટ
જો તમે કલા પ્રેમી છો, તો અલબત્ત તમારા માટે પ્રથમ સ્થાન ઉબુડ છે, જે ડેન્પાસરના ઉત્તરે છે. જો તમે ખરેખર બાલીનો અનુભવ કરવા માંગો છો, તો આ કલાત્મક અને શાંત શહેર ખરેખર એક ખજાનો છે. પગપાળા અથવા સાયકલ દ્વારા શહેરની આસપાસ ફરવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તેના દરેક ખૂણામાં કળા અને હસ્તકલા દેખાય છે.

ઉબડ પેલેસ
ઉબડની મોટાભાગની દુકાનો પેઇન્ટિંગ્સ વેચે છે, પરંતુ મોટા શહેરની જેમ, ત્યાં પણ બ્રાન્ડેડ સ્ટોર્સ છે. તમે આ જગ્યાએ ખરીદી કરતાં ક્યારેય થાકશો નહીં અને સારી વાત એ છે કે તમે ભાવતાલ પણ કરી શકો છો. ઉબડ પેલેસમાં સાંજના સમયે કેટલાક રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત નૃત્યોનું આયોજન થાય છે જેને તમારે મિસ ન કરવા જોઇએ.

મધર ટેમ્પલમાં આધ્યાત્મિક અનુભવ
એક ભવ્ય પર્વતથી ઘેરાયેલું, પ્રખ્યાત માતાનું મંદિર માઉન્ટ અગુંગના દક્ષિણપૂર્વ ઢોળાવ પર આવેલું છે. પ્યુરા બૈસાકીહ એ 35 નાના મંદિરોનું આકર્ષક વિશાળ સંકુલ છે. જો તમારી પાસે સમય ઓછો હોય અને મંદિરો પણ જોવા માંગતા હોય, તો આ આને જરૂર પસંદ કરો! ઉપરાંત, સીડીઓ પર ચઢવી પણ મુશ્કેલ નથી, કારણ કે ત્યાં નિયમિત અંતરાલ પર મંદિરો છે જે જોવા તમે રોકાઇ શકો છો.

જો તમારી સાથે કોઈ ગાઇડ હોય તો પણ વધુ સારું. ગાઇડ હશે તો જે-તે સ્થળ વિશે વધુ માહિતી મળશે અને આસપાસ ફરવાનું પણ સરળ થઇ જશે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત અનેક મંદિરો છે. અને કદાચ આખો અનુભવ તમને પવિત્રતાની અનુભુતિ કરાવશે.
ઉલુવાતુ મંદિર
ઉલુવાતુ, બાલીના દક્ષિણ છેડે આવેલા ઉલુવાતુમાં એક સુંદર મંદિર છે જેને પુરા ઉલુવાતુ કહેવાય છે. આ મંદિર બાલી ટાપુના કિનારે એક ઢોળાવ પર બનેલું છે. ઉલુવાતુ મંદિર પર પહોંચીને તમે હિંદ મહાસાગરના વિશાળ મોજાંને ખડકો સાથે ટકરાતા સ્પષ્ટપણે સાંભળી શકો છો.

અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્તનો છે, કારણ કે આ સમયે દૃશ્ય ખુબ જ સુંદર હોય છે અને સનસેટ પોઈન્ટની આસપાસનો નજારો જીવનભર ભુલાવી નથી શકાતો.

માઉન્ટ બતુર જ્વાળામુખીની મુલાકાત લો
માઉન્ટ બતુર એ દરિયાઈ સપાટીથી 1,717 મીટરની ઊંચાઈએ સક્રિય જ્વાળામુખી છે, જે છેલ્લે 1968માં ફાટ્યો હતો. તેના શિખર સુધી પહોંચવામાં લગભગ 2 કલાક લાગે છે. આ ચઢાણ ચાંદની રાતમાં (ટોર્ચની મદદથી) કરવામાં આવે છે. આ એક સાધારણ મુશ્કેલ ચઢાણ છે જેમાં મધ્યમ સ્તરની ફિટનેસની જરૂર પડે છે.

કુટા બીચ
જો તમે સાહસ પ્રેમી છો, તો તમે કુટા બીચ પર બે કલાકમાં સર્ફિંગ શીખવાનું વિચારી શકો છો - તે ફ્રેશર્સ માટે સર્ફિંગ શીખવા માટે વિશ્વના શ્રેષ્ઠ પાંચ સ્થળોમાંનું એક છે.
તમે પૂર્વ કિનારાના શાંત પાણીમાં સ્નોર્કલિંગ પણ કરી શકો છો. અહીં, તમને બાલીના સ્વચ્છ વાદળી પાણીમાં દરિયાઈ જીવો ના અનોખા દૃશ્યો જોવા મળશે.
કુટાથી લગભગ એક કલાક દૂર 15મી સદીનું એક ભવ્ય મંદિર તાનાહ લોટ, બીચથી થોડે દૂર એક ખડક પર આવેલું છે. મંદિરનો નજારો અને તેની પાછળનો સૂર્યાસ્ત પણ ખૂબ જ મનમોહક છે.

કેવી રીતે જવું: ભારતથી કુઆલાલંપુર/સિંગાપુર/બેંગકોક અને પછી ડેનપાસર.
નવી દિલ્હીથી કુઆલાલંપુર/સિંગાપોર સુધીની મુસાફરીનો સમય પાંચ કલાક, 30 મિનિટ છે અને કુઆલાલંપુર/સિંગાપોરથી ડેનપાસર ત્રણ કલાકથી ઓછા સમયમાં પહોંચ શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો