હનીમુનનું પ્લાનિંગ કરતી વખતે મોટાભાગે વિદેશી જગ્યાઓ જ મગજમાં આવે છે, પછી તે એટલાન્ટિક હોય કે લીલો-ભૂરો સમુદ્ર કે પછી હોય યૂરોપની સુંદર ઇમારતો. પરંતુ જે લોકો દુનિયા ફરીને આવી ચૂક્યા છે તે એ વાતનો દાવો કરી શકે છે કે ભારત એક એવી જગ્યા છે જ્યાં તમને દરેક પ્રકારની સુંદરતા જોવા મળશે. એટલેકે હનીમુન માટે ભારત એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તો આવો જોઇએ ભારતમાં કઇ જગ્યાએ ફરી શકાય.
1.જમ્મૂ અને કાશ્મીર
કાશ્મીરની વાત કરીએ તો તેની હવાઓમાં જ રોમાન્સ છે. કદાચ એટલા માટે તે ભારતના સૌથી પસંદગીના હનીમૂન ડેસ્ટિનેશનમાંનું એક છે.
કાશ્મીરમાં શું કરશો
- ડલ સરોવર પર શિકારાની રોમાંટિક સવારીનો આનંદ લો
- ગુલમર્ગમાં દુનિયાના સૌથી ઉંચા ગોલ્ફ કોર્સ પર લટાર મારો
- શહેરથી દૂર પટનીટોપની ઊંચી પહાડી પર એક દિવસ પસાર કરો.
- શંકારાચાર્ય મંદિર અને સુંદર મુગલ ગાર્ડનની યાત્રા કરો
ફરવાનો સૌથી સારો સમય: ડિસેમ્બરથી ફેબ્રુઆરી, જો તમે બરફવર્ષાનો આનંદ લેવા માંગો છો તો એપ્રિલથી ઓક્ટોબર.
કાશ્મીર કેવીરીતે પહોંચશો
વિમાન દ્ધારા: તમે શહેરથી 14 કિ.મી. દૂર સ્થિત શ્રીનગર એરપોર્ટ માટે ફ્લાઇટ પકડો
રેલવે દ્ધારા: જમ્મૂ રેલવે સ્ટેશન કાશ્મીર માટે નજીકનું રેલવે સ્ટેશન છે. જે દેશના બધા મુખ્ય શહેરો સાથે સારીરીતે જોડાયેલું છે.
રોડ દ્ધારાઃ રાષ્ટ્રીય રાજમાર્ગ 1-A શ્રીનગરને જમ્મૂ સાથે જોડે છે.
2. ઔલી
ઔલી ભારતનું વિકસતુ સ્કી ડેસ્ટિનેશન છે. પરંતુ કંઇક અલગ અને અનોખી જગ્યાને પસંદ કરનારા લોકોમાં હંમેશાથી આ ઘણું લોકપ્રિય રહ્યું છે.
ઔલીમાં શું કરશો
- દુનિયાના સૌથી ઉંચા માનવ નિર્મિત સરોવર, ઔલી સરોવરની મજા લો
- ઔલી રોપ વે દ્ધારા સમુદ્રની સપાટીએથી 3,010 મીટરની ઉંચાઇ કાપો
- ગુરસો બુગ્યાલના રહસ્યમયી રસ્તા પર ટ્રેક કરો
- ઔલીના સુંદર બરફથી ઢંકાયેલા નજારાની વચ્ચે સ્કી કરો
ફરવાનો સૌથી સારો સમય: નવેમ્બરથી માર્ચ
ઔલી કેવીરીતે પહોંચશો
હવાઇ માર્ગથી: નજીકનું એરપોર્ટ દહેરાદૂનમાં જૉલી ગ્રાન્ટ એરપોર્ટ છે, જે ઔલીથી લગભગ 279 કિલોમીટર દૂર છે.
રેલવે માર્ગથી : ઔલીથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશની પાસે આવેલુ રાયવાલા સ્ટેશન છે, જે 250 કિ.મી. દૂર છે.
રોડ માર્ગ: ઔલી જોશીમઠથી કેવળ 16 કિ.મી. દૂર છે અને અહીંથી રાજ્ય પરિવહનની બસો સતત ચાલતી રહે છે. જોશીમઠથી ઔલી માટે બસ અને ટેક્સી બન્ને સેવાઓ ઉપલબ્ધ છે.
3. જેસલમેર
જેસલમેર રેતાળ રેગિસ્તાનનું રાજસી ગૌરવ છે. સોનેરી બલુઆ પથ્થરથી બનેલુ જેસલમેર કિલ્લો, રણની વચ્ચે એવીરીતે ઉભુ છે જાણે આખુ શહેર આમાં સમાઇ જાય.
જેસલમેરમાં શું કરશો
- જેસલમેર કિલ્લામાં જઇને 12મી શતાબ્દીના અલંકૃત જૈન મૂર્તિઓ અને પથ્થરની નકશીકામ વિરાસત પર નજર નાંખો.
- બડા બાગમાં મહારાજાઓની છત્રીઓને પરખો
- ડેઝર્ટ કલ્ચર સેન્ટર અને મ્યૂઝિયમમાં રાજસ્થાની ઇતિહાસ અને સંસ્કૃતિથી રુબરુ થાઓ.
ફરવાનો સૌથી સારો સમય: નવેમ્બરથી માર્ચ
જેસલમેર કેવીરીતે પહોંચશો
હવાઇ માર્ગથી: નજીકનું એરપોર્ટ જોધપુર એરપોર્ટ છે, જે જેસલમેરથી લગભગ 275 કિ.મી. દૂર છે.
રેલ માર્ગથી: જેસરમેર દિલ્હી, જયપુર, જોધપુર અને અન્ય મુખ્ય શહેરો સાથે સીધી ટ્રેનોથી સારી રીતે જોડાયેલું છે.
રોડ માર્ગથી: ઉત્તર ભારતના બધા મુખ્ય શહેરથી જેસલમેર માટે સીધી બસ સેવા મળી જશે
4. ગોવા
ગોવા ભારતીય અને પોર્ટુગીઝ સંસ્કૃતિ, સૂરજ અને સમુદ્ર, બીચ, આધ્યાત્મિકતા અને ટ્રાન્સ પાર્ટીઓનું એક કૉકટેલ છે.
ગોવામાં શું કરશો
- કોંકણ કિનારે મસ્તીભર્યા બીચની મજા લો
- બીચ પર બનેલા કેફે અને બાર પર ગોઆનો સ્વાદ ચાખો
- વારકા, કેન્ડોલિમ, અરંબોલ, અંજુના, બાગા, અહી ન તો બીચીઝનું લિસ્ટ સમાપ્ત થશે ન મજા
ગોવા જવાનો સૌથી સારો સમયઃ ઓક્ટોબરથી જાન્યુઆરી
ગોવા કેવીરીતે પહોંચો
હવાઇ માર્ગે: ડેમ્બોલિમ એરપોર્ટ રાજ્યની રાજધાની પંજિમથી કેવળ 29 કિ.મી. દૂર છે.
રેલ માર્ગે: ગોવામાં બે મુખ્ય રેલવે સ્ટેશન છે, એક મડગાંવમાં અને બીજુ વાસ્કો દ ગામામાં, જે દેશભરની ટ્રેનો દ્ધારા સારી રીતે જોડાયેલું છે.
રોડ માર્ગે: તમે મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ અને પુણેથી રાતભરમાં ગોવા પહોંચી શકો છો. નિયમિત બસ સેવાઓ પણ છે, જે આ શહેરોથી સચાલિત થાય છે.
5. અંડમાન અને નિકોબાર ટાપુ
ચમકતુ ફિરોઝા પાણી, પ્રાચીન સફેદ સમુદ્ર કિનારો, ગાઢ મેંગ્રોવના જંગલ અને સોનેરી સૂર્યાસ્ત અંડમાન ટાપુને ભારતના સૌથી રોમાંટિક બીચ સાઇડ ડેસ્ટિનેશનમાંનુ એક બનાવે છે.
અંડમાનમાં શું કરશો
- કોર્બિનના કોવ સમુદ્ર કિનારે, ઉત્તરી ખાડી ટાપુ અને રૉસ ટાપુ પર જાઓ
- લસેલુલર જેલમાં લાઇટ અને સાઉન્ડ શોનો અનુભવ કરો
- રાધાનગર બીચ પર શાનદાર સૂર્યાસ્ત જુઓ અને હેવલૉક ટાપુના એલિફન્ટ બીચ પર સ્નોર્કેલિંગનો આનંદ ઉઠાવો.
જે કપલ હનીમૂન પર એક શાંત અને સુંદર, ઓછી ભીડ-ભાડવાળા બીચ પર રજાઓ ગાળવા માંગે છે, અંડમાન તેમના માટે પરફેક્ટ છે.
ફરવાનો સૌથી સારો સમય: ડિસેમ્બરથી માર્ચ
અંડમાન કેવીરીતે પહોંચશો
અંડમાન પહોંચવાનો રસ્તો છે પોર્ટ બ્લેર, જે હવાઇ અને સમુદ્ર માર્ગથી બાકીની જગ્યાઓ સાથે જોડાયેલુ છે.
6. કેરળ
તાડના ઝાડથી ઘેરાયેલા રસ્તા, મસાલાના બગીચા, બેકવૉટર્સમાં બોટિંગ આ બધાની સાથે કેરળ એક અલગ જ કિનારાના સ્વર્ગ તરીકે ઓળખાય છે.
કેરળમાં શું કરશો?
- મુન્નારની સુંદરતામાં ખોવાઇ જાઓ
- કોવલમ, વર્કલા, કન્નૂર જેવા સમુદ્ર કિનારા પર આરામ કરો
- સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ જાઓ
- રોજ ગાર્ડનમાં એક શાનદાર સાંજ પસાર કરો
- પેરિયાર સરોવર અને મટ્ટુપેટ્ટી સરોવર પર જાઓ
ફરવા જવાનો સૌથી સારો સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી
કેરળ કેવીરીતે પહોંચશો
હવાઇ માર્ગે: ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સાથે, કેરળ પહોંચવાનું ઘણું સરળ છે. તિરુઅનંતપુરમ આંતરાષ્ટ્રીય એરપોર્ટ કેરળના દક્ષિણી ભાગમાં સ્થિત છે, કોચ્ચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેન્દ્રમાં સ્થિત છે અને ઉત્તરમાં કાલીકટ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ છે.
રેલ માર્ગે: 200થી વધુ રેલવે સ્ટેશનની સાથે, ટ્રેન પણ ભગવાનને પોતાના દેશ સુધી પહોંચવા માટે એક સારો વિકલ્પ છે.
રોડ માર્ગે: તમે રાષ્ટ્રીય રાજમાર્ગ 17, 47 અને 49 પર દેશના કોઇપણ ભાગના હિસ્સાથી કેરળ પહોંચી શકો છો.
7. પૉન્ડિચેરી
ભારતનું ફ્રાંસીસી પાટનગર, પૉન્ડિચેરી ભારતના પૂર્વી તટે વસેલું એક સુંદર શહેર છે. બોગનવિલિયાથી ઘેરાયેલુ શહેર, પેસ્ટલ રંગોમાં રંગેલા ઘર અને પત્તાથી લદાયેલા આંગણા જ્યાં શહેરની અંદરનો હિસ્સો છે ત્યાં ચમકતી રેતીથી ઘેરાયેલા સમુદ્રો પૉન્ડિચેરી પહેરો આપે છે.
પૉન્ડિચેરીમાં શું કરશો?
- પિચવરમ મેંગ્રોવ ફૉરેસ્ટની વચ્ચેથી પસાર થતા બોટિંગ કરો
- અધ્યાત્મિક શાંતિ માટે ઑરોબિંદો આશ્રમમાં થોડોક સમય પસાર કરો
- પૉન્ડિચેરીના શાંત બીચ પર સાંજ પસાર કરો
- ઑરોવિલે જાઓ, ઓસ્ટર સરોવરનો આનંદ લો
ફરવાનો સૌથી સારો સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી
પૉન્ડિચેરી કેવીરીતે પહોંચો
હવાઇ માર્ગે: પૉન્ડિચેરીનું સ્થાનિક એરપોર્ટ બેંગાલુરુ સાથે જોડાયેલું છે, આ ઉપરાંત, તમે નજીકના ચેન્નઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ઉડ્ડયન ભરી શકો છો જે પૉન્ડિચેરીથી લગભગ 135 કિ.મી. દૂર છે.
રેલ માર્ગે: પૉન્ડિચેરીથી નજીકનું રેલવે સ્ટેશન વિલ્લુપુરમ છે, જે શહેરથી 35 કિ.મી. દૂર છે.
રોડ માર્ગે: પૉન્ડિચેરી પહોંચવાની સૌથી સારી રીત રોડ દ્ધારા છે. પૉન્ડિચેરીથી ચેન્નઇ અને બેંગ્લોરની વચ્ચે દરરોજ બસ ચાલે છે. તમે ઇચ્છો તો ટેક્સી પણ કરી શકો છો.
8. કુન્નુર
નીલગિરી ચા માટે જાણીતુ કુન્નુર, ચા બગીચા, ટ્રેકના રસ્તા અને લાલ-ટાઇલની છતોથી ભરેલુ એક નાનકડુ પહાડી શહેર છે. કુન્નુરની યાત્રા અંગે સૌથી આકર્ષક હિસ્સો અહીં ચાલનારી હેરિટેજ ટ્રેન છે જે તમને કોઇમ્બતુરથી કુન્નુર લઇ જાય છે.
કુન્નુરમાં શું કરશો
- ડૉલફિન નોજ વ્યૂ પોઇન્ટથી સનસેટ જુઓ
- સેન્ટ જ્યોર્જ ચર્ચ કેટલોક સમય પસાર કરો
- કેથરીન ફૉલ્સ પર તાજગીમાં પલળો
- લેબ રૉક પર પિકનિક મનાવો
પ્રકૃતિ પ્રેમીઓ માટે જગ્યા પરફેક્ટ છે
ફરવાનો સૌથી સારો સમય : ડિસેમ્બરથી માર્ચ
કુન્નૂર કેવીરીતે પહોંચશો
હવાઇ માર્ગે: 70 કિ.મી. દૂર કોઇમ્બતૂર અહીંથી નજીકનું એરપોર્ટ છે. કુન્નૂર પહોંચવા માટે તમે કોઇમ્બતૂર કે બેંગ્લોરથી ફ્લાઇટ લઇ શકો છો.
રેલ માર્ગે: ઉટી અને મેટ્ટુપાલયમની વચ્ચે ચાલતી નીલગિરી પર્વત રેલવે પર કુન્નૂર એક માત્ર સ્ટોપ છે.
રોડ માર્ગે: રાષ્ટ્રીય રાજમાર્ગ 67 કુન્નૂરને ઉટી અને અન્ય ભારતીય શહેરોને જોડે છે. કોઇમ્બતૂર, ઉટી અને કોટાગિરીથી કુન્નૂર માટે બસો રોજ ઉપલબ્ધ છે.
9. શિલોંગ
લીલીછમ ખીણો, વાદળી આકાશ, દૂધથી સફેદ ઝરણા અને એક સંસ્કૃતિ જે અહીંના પરિદ્રશ્યની જેમ રંગીન છે. અહીંની દરેક ગલીમાં એક કહાની છે અને દરેક નુક્કડ પર એક રહસ્ય સામે આવવાનો ઇંતઝાર છે.
શિલોંગમાં શું કરશો
- દેશના સૌથી ઊંચા વૉટરફૉલ, નોહકાલિકાઇ વૉટરફૉલને અનુભવ કરો
- ડૉન બૉસ્કો સેન્ટરમાં સ્થાનિક કલાકૃતિઓને જુઓ
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચ
શિલોંગ કેવીરીતે પહોંચશો
હવાઇ માર્ગે: નજીકનું એરપોર્ટ ઉમરોઇમાં છે, જે શિલોંગથી લગભગ 35 કિ.મી. દૂર છે. આ એક નાનકડુ એરપોર્ટ છે, એટલા માટે ઘણી સારી રીતે જોડાયેલુ નથી.
રેલ માર્ગે: નજીકનું રેલવે સ્ટેશન ગુવાહાટીમાં છે, જે શિલોંગથી 104 કિ.મી. દૂર છે.
રોડ માર્ગે: રાષ્ટ્રીય રાજમાર્ગ 40 શિલોંગને ગુવાહાટી સાથે જોડે છે. આ એક ઑલ વેધર રોડ છે એટલા માટે તમે આની પર ભારે વરસાદ છતાં ડ્રાઇવ કરી શકો છો.
10. તવાંગ
પહાડોની વચ્ચે, મઠોથી ઘેરાયેલા અને દિવાલો પર બનેલા રંગીન ચિત્રોથી ભરાયેલુ તવાંગ એક અલગ જ શહેર છે, જ્યાં આવીને એવું લાગે છે જાણે કે તમે દુનિયાના કોઇ બીજા છેડા પર આવી ગયા છો.
તવાંગમાં શું કરશો
- માધુરી સરોવર (શોંગા-તસર સરોવર નામથી પણ ઓળખાય છે) તવાંગના સૌથી લોકપ્રિય પર્યટક આકર્ષણોમાંનુ એક છે.
- નૂરનાંગ ઝરણા પર વિતાવો એક દિવસ
ફરવાનો સૌથી સારો સમય: માર્ચથી સપ્ટેમ્બર
તવાંગ
તવાંગ કેવીરીતે પહોંચશો
હવાઇ માર્ગે: નજીકનું એરપોર્ટ ગુવાહાટીમાં છે, જે તવાંગથી 480 કિ.મી. દૂર છે. આ એક ડોમેસ્ટિક એરપોર્ટ છે.
રેલવે માર્ગે: નજીકનું રેલવે સ્ટેશન ગુવાહાટી છે, જે તવાંગથી 485 કિ.મી. દૂર છે. આ સ્ટેશન ભારતના બધા મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
રોડ દ્ધારાઃ બોમડિલાથી તવાંગ સુધી અરુણાચલ પ્રદેશ રાજય પરિવહનની નિયમિત બસો છે જે તમે લઇ શકો છો. બોમડિલા સુધી સવારીમાં 11 કલાક લાગે છે અને તમે બીજી સવારે તવાંગ માટે રવાના થઇ શકો છો.