ઓછા બજેટમાં મુસાફરી કરનારાઓ માટે, બેગપેકર હૉસ્ટેલની શોધ એક સુંદર સ્વપ્ન સમાન છે. હૉસ્ટેલમાં મોટાભાગે પોસાય તેવા ભાવે રહેવા મળે છે. અહીં રહેવાની સારી સુવિધા તો મળે જ છે, સાથે જ વિવિધ પ્રવાસીઓને મળવાની તક પણ મળે છે, જે દરેક યાત્રી માટે ખજાનાથી કમ નથી હોતું. વિદેશમાં બેગપેકર હૉસ્ટેલનો ટ્રેન્ડ દાયકાઓ પહેલા શરૂ થયો હતો. પરંતુ ભારતમાં આ ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં આવ્યો છે. જો તમે પણ ટ્રાવેલર છો અને અવારનવાર બજેટ ટ્રાવેલ કરો છો, તો આ હૉસ્ટેલ ચેઈનમાં તમને ખિસ્સા વધારે ખાલી કર્યા વિના જ સરસ વ્યવસ્થા મળી જશે.
1. જોસ્ટેલ
બજેટમાં મુસાફરી કરનારાઓ માટે જોસ્ટેલ કોઈ ભેટથી ઓછું નથી. જોસ્ટેલમાં રહેનારાની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને તે પણ ખૂબ જ પોસાય તેવા ભાવે. આ હૉસ્ટેલમાં સ્વચ્છ ડોર્મ, ગરમ પાણીની વ્યવસ્થા, એસી, રસોડું અને કોમન એરિયા જેવી અસંખ્ય સુવિધાઓ મળે છે. જોસ્ટેલ રખડનારાઓની દુનિયામાં એટલી લોકપ્રિય થઇ ગઇ છે કે હવે આ હૉસ્ટેલ ચેન દેશના તમામ શહેરોમાં ઉપલબ્ધ છે. દિલ્હી, મુંબઈ, બનારસ, જોધપુર ઉપરાંત અન્ય ઘણા શહેરોમાં જોસ્ટેલની ઘણી શાખાઓ છે. જોસ્ટેલમાં સમયાંતરે સંગીત સમારોહ, રમતો અને બોનફાયરનું પણ આયોજન કરવામાં આવે છે. જોસ્ટલમાં, તમારે ડોર્મ રૂમ માટે લગભગ 600 રૂપિયા અને ખાનગી રૂમ માટે લગભગ 2,000 રૂપિયા ચૂકવવા પડશે.
2. ગો સ્ટૉપ્સ
રંગબેરંગી સજાવટથી લઈને હૉસ્ટેલની અંદરની સુવિધાઓ સુધી, બધું જ ગો સ્ટોપ્સને ભારતીય પ્રવાસીઓની મનપસંદ હૉસ્ટેલ ચેઇન બનાવે છે. ગો સ્ટોપ્સ ચેઈનની પ્રથમ હૉસ્ટેલ બનારસમાં ખુલી છે. બનારસ ગો સ્ટોપ્સની સફળતા બાદ દિલ્હી, ઉદયપુર, બીર અને ડેલહાઉસીમાં પણ ગો સ્ટોપ્સ હૉસ્ટેલ ખોલવામાં આવી છે. હૉસ્ટેલ ઝડપી વાઇફાઇ, ગેમ્સ રૂમ, કોમન એરિયા તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે જે ખરેખર જોવાલાયક હોય છે. કેટલાક શહેરોમાં, તમને ગો સ્ટોપ્સની કિંમત થોડી મોંઘી લાગી શકે છે. દિલ્હીમાં, જ્યાં એક રાતના 1,000 રૂપિયા સુધી થાય છે તો અન્ય શહેરોમાં તે માત્ર 500 થી 600 રૂપિયાની વચ્ચે હોય છે. જો તમારે પ્રાઈવેટ રૂમ જોઈએ છે, તો તમારે તેના માટે 2,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.
3. ધ મેડપેકર્સ હૉસ્ટેલ
દોસ્તી અને વાર્તાઓને મજબૂત બનાવતી આ હૉસ્ટેલ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. મેડપેકર્સ સૌપ્રથમ 2014માં દક્ષિણ દિલ્હીમાં ખોલવામાં આવી હતી. રંગબેરંગી ઇન્ટિરિયર અને અંતરંગી સજાવટવાળી આ હૉસ્ટેલ દેશભરના પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળોમાંની એક છે. મેડપેકર્સ હૉસ્ટેલની સૌથી ખાસ અને આકર્ષક બાબત તેનું સુંદર ટેરેસ છે જેમાં વાસ્તવિક ઘાસ ઉગાડવામાં આવ્યું છે. મેડપેકર્સ હૉસ્ટેલ હાલમાં માત્ર થોડા જ શહેરોમાં છે પરંતુ ટૂંક સમયમાં આ ચેન દેશના અન્ય ભાગોમાં પણ હૉસ્ટેલ ખોલવાની તૈયારી કરી રહી છે.
4. મૂસ્ટેચ
કોઇપણ શહેરમાં મૂસ્ટેચ હૉસ્ટેલને શોધવી સૌથી સરળ છે. જયપુર, આગ્રા, ઉદયપુર, બનારસ, ઋષિકેશ, પુષ્કર અને જેસલમેરમાં મૂસ્ટેચ હૉસ્ટેલ સરળતાથી મળી જશે. આ હૉસ્ટેલમાં ઓપન ટેરેસ, કોમન એરિયા, કિચન, ગેમ્સ એરિયા જેવી બીજી ઘણી સુવિધાઓ છે. મુસ્ટેચ હૉસ્ટેલમાં, મહેમાનોની તેમજ તેમના સામાનની સ્વચ્છતા અને સલામતી પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. Mustache Hostel વિશે બીજી એક વાત છે જે તમને આકર્ષક લાગશે. આ હૉસ્ટેલની સજાવટમાં ખાસ કરીને ભારતીય ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને બાકીનાથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. મૂસ્ટેચમાં સામાન્ય રીતે એક રાત માટે 600 રૂપિયા આપવા પડે છે. શરૂઆતમાં, તમને આ કિંમત કદાચ વધુ લાગી શકે છે, પરંતુ આ હૉસ્ટેલમાં ઉપલબ્ધ સુવિધાઓ જોયા પછી, તમે જરા પણ નિરાશ નહીં થાવ.
5. બેકપેકર પાંડા
સપ્ટેમ્બર 2015માં પુણેમાં પ્રથમ વખત શરૂ થયેલી આ હૉસ્ટેલ આજે તમામ સહેલાણીઓ માટે ઘર જેવી બની ગઈ છે. શરુઆત પછી બેકપેકર પાન્ડાએ ઝડપથી વિસ્તરણ કર્યું છે. પુણે પછી ભારતમાં જ નહીં પરંતુ અન્ય 19 દેશોમાં પણ હૉસ્ટેલ ખોલવામાં આવી છે. બેકપેકર પાંડા આજે લગભગ 175 શહેરોમાં પ્રવાસીઓ માટે સસ્તી છતાં ઉત્તમ આવાસ સેવા પ્રદાન કરી રહી છે. તમામ બેકપેકર પાંડા હૉસ્ટેલમાં તમને ઉચ્ચ દરજ્જાની સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ મળે છે. જો તમે લાંબા સમય સુધી રહેવા માંગતા હોવ તો તેના માટે પણ તેમની પાસે સસ્તું પેકેજ છે જેનો લાભ લઈ શકાય છે.
6. યુથ હૉસ્ટેલ
યુથ હોસ્ટેલ્સ એ હૉસ્ટેલની એવી ચેઇન છે જેના કારણે આજે ભારતમાં ઘણી બધી બેકપેકિંગ હૉસ્ટેલ ખુલી ગઇ છે. યુથ હોસ્ટેલ્સ એ યુથ હૉસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે. જો તમે એકલા મુસાફરી કરી રહ્યા છો અથવા તમે તમારા મિત્રો સાથે ફરવા નીકળ્યા છો તો આ છાત્રાલયોમાં તમારા રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ હૉસ્ટેલમાં તમને પોસાય તેવા ભાવે ડોર્મ રૂમ આપવામાં આવે છે જ્યાં તમે આરામથી રહી શકો છો. આ છાત્રાલયોની સૌથી સારી વાત એ છે કે તેમાં કામ કરતો સ્ટાફ ખૂબ જ વિનમ્ર અને સરળ સ્વભાવનો છે જે તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. દિલ્હી, મનાલી, લદ્દાખ, ગોવા, આંદામાન, દાર્જિલિંગ, હૈદરાબાદ ઉપરાંત ભારતમાં ભાગ્યે જ એવું કોઈ પ્રવાસન સ્થળ હશે જ્યાં તમને યુથ હૉસ્ટેલ ન મળે. આ છાત્રાલયોમાં વારંવાર ટ્રેકિંગનું આયોજન પણ કરવામાં આવે છે જેનાથી તમારુ કામ વધુ સરળ થઇ જાય છે. યુથ હોસ્ટેલો સામાન્ય રીતે ડોર્મ માટે રૂ. 300 અને ખાનગી રૂમ માટે રૂ. 2000 ચાર્જ કરે છે.
7. ધ હૉસ્ટેલર
2014 જયપુર. આ તે સમય છે જ્યારે જયપુરમાં પહેલીવાર એક એવી હૉસ્ટેલની શરૂઆત થઇ જે આજના સમયમાં ભારતની સૌથી મોટી હૉસ્ટેલ ચેઇન તરીકે ઓળખાય છે. જોકે જયપુર પછી તરત જ આ હૉસ્ટેલને દિલ્હી શિફ્ટ કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી જે સિલસિલો શરુ થયો છે તે આજ સુધી ચાલી રહ્યો છે. આ હૉસ્ટેલને પીળા અને કાળા રંગના લોગો દ્વારા સરળતાથી ઓળખી શકાય છે. ખાસ વાત એ છે કે હૉસ્ટેલની સજાવટ અને ઈન્ટિરીયર ડેકોરેશનમાં આ જ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હૉસ્ટેલરની મોટાભાગની હૉસ્ટેલ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં આવેલી છે તેથી જો તમે આમાંથી કોઈ પણ જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે હવે રહેવાની ચિંતા કરવાની જરૂર નથી.