ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે અને આ જ કારણ છે કે અહીં પર્યટકોની ભીડ સૌથી વધુ જોવા મળે છે. ભારતના ફેમસ ટોપ 8 હિલ સ્ટેશનો, જે રજાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ અદ્ભુત સ્થળ કુદરતી અજાયબીઓથી ઘેરાયેલું છે. મનોહર ટેકરીઓ, ખીણો, જંગલો, વન્યજીવન અને પહાડો આપણા દેશની સુંદરતામાં વધારો કરે છે.
દિલ્હી, મહારાષ્ટ્ર નહીં. આ છે ભારતનું સૌથી વધુ મુલાકાત લીધેલ રાજ્ય છે. આઝાદીના આ પવિત્ર મહિનામાં ભારતના અનોખા રંગો માણો, #MeraShandarBharat માં.
મિત્રો અને પરિવાર સાથે જવા ઉપરાંત, ભારતના હિલ સ્ટેશનોને જીવનસાથી સાથે ફરવા માટે પણ ખૂબ જ રોમેન્ટિક સ્થળ માનવામાં આવે છે. ચાલો ભારતના અદભૂત અને શ્રેષ્ઠ હિલ સ્ટેશનો વિશે જાણીએ.
1. દાર્જિલિંગ હિલ સ્ટેશન, પશ્ચિમ બંગાળ
આકર્ષક પહાડીઓ, સુંદર સનસેટ પોઈંટ્સ, લીલાછમ ચાના બગીચાઓ દાર્જિલિંગને ભારતના પૂર્વ ભાગનુ સૌથી સુંદર હિલ સ્ટેશન બનાવે છે. દરિયાની સપાટીથી 2134 મીટરની ઊંચાઈ પર સ્થિત દાર્જિલિંગ ઘણા બૌદ્ધ મઠો અને હિમાલયના આકર્ષક શિખરોથી ઘેરાયેલું છે. અહીંનું ઠંડુ વાતાવરણ લોકોને તાજગી આપે છે. આ સુંદર હિલ સ્ટેશન રોમેન્ટિક હનીમૂન માટે પરફેક્ટ છે. દાર્જિલિંગ માત્ર તેના ચાના બગીચા માટે જ પ્રખ્યાત નથી, પરંતુ અહીંના પર્યટક સ્થળો પણ લોકોને ઘણા આકર્ષે છે.
2. મનાલી હિલ સ્ટેશન
મનાલી દેશના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન પૈકીનું એક છે. મનોહર દ્રશ્યો, લીલાછમ જંગલો, ફૂલોથી સજેલા ઘાસ, સુંદર તળાવો, ધુમ્મસ અને પાઈનના પહાડો અને તાજગીથી ભરેલી સુગંધ મનાલીની સુંદરતામાં વધારો કરે છે. સંગ્રહાલયોથી લઈને મંદિરો સુધી, નાના હિપ્પી ગામોથી લઈને પ્રવાસીઓથી ભરેલી શેરીઓ, નદીના સાહસોથી લઈને ટ્રેકિંગ ટ્રેલ્સના કારણે મનાલી પ્રવાસીઓની પ્રથમ પસંદગી હોય છે.
3. ઔલી હિલ સ્ટેશન
દરિયાની સપાટીથી 2800 મીટરની ઊંચાઈ પર સ્થિત, ઔલી ઉત્તરાખંડમાં સૌથી વધુ પસંદ કરાયેલ હિલ સ્ટેશન છે. સફરજનના બગીચા, જૂના ઓક અને દેવદાર વૃક્ષોના કારણે ઔલી એક લોકપ્રિય પહાડી શહેર છે, જ્યાં હિમાલય પર સ્કી રિસોર્ટ પણ છે. પ્રવાસીઓ અહીં ખાસ કરીને તો સ્કીઇંગ માટે જ આવે છે. સ્કીઇંગ ઉપરાંત તમે ગઢવાલ હિમાલયની પહાડીઓમાં ટ્રેકિંગ માટે પણ જઇ શકો છો. ટ્રેકિંગ અથવા હાઇકિંગ દરમિયાન તમને ઘણી આકર્ષક વસ્તુઓ પણ જોવા મળશે.
4. બીર-બિલિંગ હિલ સ્ટેશન
ભારતીય હિમાલયની તળેટીમાં ચાના બગીચાઓ અને જંગલો વચ્ચે આવેલું બીર બિલિંગ, પેરાગ્લાઇડિંગ સાથે બીજી ઘણી એડવેંચર એક્ટિવિટીઝ માટે લોકપ્રિય છે. આ સ્થળ ધીમે ધીમે પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય હિલ સ્ટેશન બની રહ્યું છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. મિત્રો અથવા પરિવાર સાથે મુલાકાત ઉપરાંત આ સ્થળ કપલ્સ માટે પણ યોગ્ય છે. તમે બંને અહીં વિવિધ પ્રકારની રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.
5. શ્રીનગર હિલ્સ સ્ટેશન, જમ્મુ કાશ્મીર
ભવ્ય કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ઉદ્યાનો અને બરફથી ઢંકાયેલ શિખરો સાથે શ્રીનગર ઉત્તર ભારતના શ્રેષ્ઠ હિલ સ્ટેશન પૈકીનું એક છે. ઝેલમ નદીની નજીક સ્થિત શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં એક ખૂબ જ સુંદર ટૂરિસ્ટ પ્લેસ છે, જે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાય છે. જો તમારે ખુબ બધો બરફ જોવો હોય અથવા એડવેંચરનો આનંદ માણવો હોય તો તમારે શ્રીનગરની મુલાકાત લેવી જ જોઇએ. આ ઉપરાંત તમે ઉનાળા દરમિયાન શિકારા સવારી અને ઘોડેસવારી જેવી ઘણી પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ શકો છો.
6. ગુલમર્ગ હિલ સ્ટેશન, જમ્મુ કાશ્મીર
દરિયાની સપાટીથી 2730 મીટરની ઊંચાઈ પર સ્થિત ગુલમર્ગ; બરફથી ઢંકાયેલા પર્વતો, હરિયાળા ઘાસના મેદાનો, ઊંડી ખીણો અને સદાબહાર જંગલોથી ઘેરાયેલું છે. ભારતના સૌથી સુંદર રાજ્ય જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સ્થિત છે. ગુલમર્ગ કપલ્સ માટે ટોચના હનીમૂન સ્થળોમાંનું એક છે.
7. મસૂરી હિલ સ્ટેશન
જો તમે કોઈ એવુ વેકેશન સ્પોટ શોધી રહ્યા છો જ્યાં શાંતિ અને ઘણા કુદરતી દૃશ્યો જોઈ શકો, તો મસૂરી તમારા માટે યોગ્ય સ્થળ છે. ગઢવાલ હિમાલય પર્વતમાળાની તળેટીમાં વસેલું મસૂરી, જેને હિલ્સની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે; દરિયાની સપાટીથી 7000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને અહીં બારેમાસ ઠંડુ, સુખદ વાતાવરણ રહે છે. મસૂરીની પ્રાચીન, કુદરતી સુંદરતા તેને હનીમૂન કપલ્સ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન બનાવે છે. અહીં તમે ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગનો પણ આનંદ લઈ શકો છો.
8. માથેરાન હિલ સ્ટેશન
પશ્ચિમ ઘાટ પર સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે સ્થિત માથેરાન એક ખૂબ જ સુંદર અને નાનું હિલ સ્ટેશન છે જે સમુદ્ર સપાટીથી 2600 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને મુંબઈથી માત્ર 100 કિલોમીટર દૂર છે. અહીં તમે તમારા મિત્રો, પરિવાર અથવા પાર્ટનર સાથે વિકેંડ મનાવવા આવી શકો છો. માથેરાન સમગ્ર ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન છે, પરંતુ તેમ છતાં તેની ગણતરી ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાં થાય છે.