કોંકણ રેલવે 741 કિ.મી. લાંબો રેલવે માર્ગ છે જે મહારાષ્ટ્રમાં મુંબઇથી ગોવા દ્ધારા કર્ણાટકના મેંગ્લોરને જોડે છે.
આ રેલવે માર્ગ અરબ સાગરને સમાંતર પશ્ચિમી ઘાટમાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે.
આ રેલવે માર્ગ પર કુલ 92 સુરંગો અને 179 મહત્વના પુલ છે. કારબુડે માર્ગ પર સૌથી લાંબી સુરંગ છે જેની લંબાઇ 6.5 કિ.મી. છે.
કોંકણ રેલવે માર્ગની એક મહત્વની ઉપલબ્ધિ એ પણ છે કે તેને ઘણા જ મુશ્કેલ ભૂભાગ, જ્યાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો ડર છવાયેલો રહે છે, એવા રસ્તા પર ઘણી કુશળતાથી બનાવવામાં આવ્યો છે.
જો કે, આ ખતરનાક વિસ્તાર જોવામાં ઘણો સુંદર પણ છે.
શું તમે આ સુંદર યાત્રાનો હિસ્સો નહીં બનવા માંગો?
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.