લદ્દાખ જવાનો પ્લાન છે તો Ice Cafe જવાનું ભૂલશો નહીં, જાણો આને કેવી રીતે બનાવાયો

Tripoto
Photo of લદ્દાખ જવાનો પ્લાન છે તો Ice Cafe જવાનું ભૂલશો નહીં, જાણો આને કેવી રીતે બનાવાયો by Paurav Joshi

ભારતની પ્રાકૃતિક દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જેને જોઇને મન પ્રફુલ્લિત થઇ જાય છે. હિમાચલના કેટલાક દ્રશ્ય હોય કે ઉત્તરાખંડનું કોઇ દ્રશ્ય, હંમેશાથી અહીંનો નજારો સુંદર જ હોય છે. આ જ ક્રમમાં લદ્દાખ પણ એક એવી જગ્યા છે જ્યાંની પ્રાકૃતિક સુંદરતા બધાને આશ્ચર્યમાં નાંખી દે છે. લદ્દાખમાં હંમેશા પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. વર્ષોથી અહીં કુદરીત સૌંદર્ય અને બરફની મજા લેવા માટે સહેલાણીઓ આવતા રહે છે. લદ્દાખને લાસ્ટ સંગ્રીલા, લિટલ તિબેટ, મૂન લેન્ડ કે બ્રોકન મૂન જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ આજનો લેખ લદ્દાખના Ice Cafe અંગે છે.

Photo of લદ્દાખ જવાનો પ્લાન છે તો Ice Cafe જવાનું ભૂલશો નહીં, જાણો આને કેવી રીતે બનાવાયો by Paurav Joshi

આગ દઝાડતી ગરમીમાં જો થોડીક ઠંડક મળી જાય તો જિંદગી સ્વર્ગ બની જાય. આમ તો હાડ થીજવતી ઠંડીમાં જો એક આઇસ કેફેમાં ગરમા ગરમ ચા મળી જાય અને એ પણ 14,000 ફૂટની ઊંચાઇ પર તો મોજ પડી જાય. આ કોઇ એડવેન્ચરથી ઓછું નથી. તો ભઇ તૈયાર થઇ જાઓ, કારણ કે લદ્દાખમાં આવી જ એક જગ્યા છે. Ice Cafe જ્યાં તમે ભાતભાતની ચીજોનો સ્વાદ ચાખી શકો છો. તો ચાલો જાણીએ આઇસ કેફે અંગે..

કેમ છે ખાસ-

Photo of લદ્દાખ જવાનો પ્લાન છે તો Ice Cafe જવાનું ભૂલશો નહીં, જાણો આને કેવી રીતે બનાવાયો by Paurav Joshi

જો તમે વિચારી રહ્યા છો કે આવનારી રજાઓમાં કઇ જગ્યાને એક્સપ્લોર કરવી તો તમે તમારા લિસ્ટમાં લદ્દાખમાં રહેલા Ice Cafeનું નામ જરૂર જોડી શકો છો. આ કેફે બરફના સ્તૂપની અંદર છે. આને ત્રણ સ્થાનિક લોકોએ બનાવ્યો હતો. ત્રણેય સ્થાનિક નિવાસી કંઇક અલગ કરવા માંગતા હતા. એટલે તેમણે બરફના સ્તૂપની અંદર કેફે બનાવ્યો. જેનાથી ત્યાં આવનારા યાત્રી અહીંના ખાણી-પીણીનો આનંદ ઉઠાવી શકે. કહેવાય છે કે લદ્દાખના આ આઇસ કેફે પ્રોજેક્ટને જાણીતા એન્જિનિયર સોનમ વાંગચુકે શરૂ કર્યો હતો. જેને બાદમાં ત્યાંના સ્થાનિક નિવાસીઓ અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓની મદદથી શિયાળામાં નિર્માણ કરવામાં આવ્યું છે.

કઇ ખાસ ચીજો મળે છે અહીં-

Ice Cafe માં એ તમામ ચીજો મળે છે જેને ટૂરિસ્ટ પસંદ કરે છે. જો કે અહીં જિંજર લેમન ટી, મસાલા ટી, કૉફી, લોકલ બટલ ટી, Hot ડ્રિંક્સ અને મેગી મળે છે. આ કેફેના માલિકનું કહેવું છે કે કેફેની ઘણી ડિમાંડ રહે છે. વીકડેઝમાં દરરોજ અહીં લગભગ 100-150 પ્રવાસીઓ અને વીકેન્ડમાં લગભગ 500-600 પ્રવાસીઓ આવે છે. 14,000 ફૂટની ઊંચાઇ પર દેશનું આ પહેલું Ice Cafe છે.

એટલા માટે બનાવ્યું છે આ Ice Cafe ને-

Photo of લદ્દાખ જવાનો પ્લાન છે તો Ice Cafe જવાનું ભૂલશો નહીં, જાણો આને કેવી રીતે બનાવાયો by Paurav Joshi

ગરમીના દિવસોમાં લદ્દાખમાં પાણીની સમસ્યા રહે છે. ગરમીના દિવસોમાં લદ્દાખમાં પાણીની સમસ્યા કાયમ રહેતી હોય છે. આ જ કારણે શિયાળામાં થતી બરફવર્ષામાં લોકો બરફને એકઠો કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ બરફથી બનેલા Ice Cafeને એક બરફના ઢગલાના આકારમાં બનાવ્યો. એટલે કે એક નાનકડો ઢગલો. વસંતમાં અહીં બરફ પિગળવા લાગે છે ત્યારબાદ તેના પાણીને ખેતરમાં સિંચાઇ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

લેહ ઉપરાંત અહીં કેટલાક પર્યટન સ્થળ જેવા કે અલચી, નુબ્રા ખીણ, હેમિસ લમયોરુ, જાંસ્કર ખીણ, કારગિલ, અહમ પેંગોંગ ત્સો, અને ત્સો કાર અને ત્સો મોરીરી વગેરે પણ છે. આ વિસ્તારના સુંદર તળાવો અને મઠ, મનને સંમોહિત કરી દેતા દ્રશ્યો અને પહાડોના શિખર પર પ્રકૃતિની સુંદર છટાના દર્શન કરાવે છે.

તો તમે રાહ શેની જુઓ છે? લદ્દાખ ટ્રિપનો પ્લાન કરો અને આ શાનદાર કેફેનો લુત્ફ ઉઠાવો જનાબ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads