ગુહનતારા કેવ રિસોર્ટ એ ભારતનું પ્રથમ કેવ રિસોર્ટ છે ઉપરાંત કુદરતને કોઈ જ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર બનાવવામાં આવ્યું છે! કુદરતી તત્વોનો જ ઉપયોગ કરીને આ રિસોર્ટ એક ગુફામાં બનાવવામાં આવ્યું છે.
તમને અહીંયા પ્રવેશતા જ સ્ટોન એજમાં પ્રવેશી ગયા હોવાનો અનુભવ થશે!
![Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ 1/6 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1629462491_1498025631_7.jpg)
ગુહનતારા કેવ રિસોર્ટમાં સુવિધાઓ
ફૂડ હોલ, બાર, લાઉન્જ હોલ, ઓડિટોરિયમ કોન્ફરન્સ રૂમ અને સ્પાની સુવધા અહીંયા ઉપલબ્ધ છે.
"સંભોજનાં" નામના ફૂડ હોલમાં લંચ અને ડિનર પરીસવામાં આવે છે.
![Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ 2/6 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1629462581_1498025652_10.jpg)
"મધુશાલા" નામના બારમા ટ્રેઈન્ડ બાર ટેન્ડર્સ દ્વારા ડ્રિંક્સ પીરસવામાં આવે છે.
![Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ 3/6 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1629462695_1498025659_9.jpg)
ઓડિટોરિયમનું નામ "રંગમંડપ" છે જેની કેપેસીટી 700 લોકોની છે અને અહીંયા સંગીતના કાર્યક્રમો થાય છે.
![Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ 4/6 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1629462716_1498025687_18.jpg)
"સંવાદ" એ રિસોર્ટનો વાઇફાઇ અને પ્રોજેકરની ફેસિલિટી સાથેનો કોન્ફરન્સ રૂમ છે.
"અગસ્ત્ય કુટિર" એ પ્રોફેશનલ આયુર્વેદિક ડોક્ટર અને થેરાપિસ્ટ ધરાવતો સ્પા છે.
ગુહનતારા કેવ રિસોર્ટમાં કરવા જેવી પ્રવૃતિઓ
અહીંયા મોટાઓ અને બાળકો માટે એમ 2 સ્વિમિંગ પુલ , હર્બલ ગાર્ડન, DJ ફ્લોર અને રેઇન ડાન્સની સુવિધા છે!
![Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ 5/6 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1629462743_1498025717_2.jpg)
વોલીબોલ, હોર્સ રાઇડિંગ, ટ્રેકિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ,અને અન્ય રમતોની પણ સુવિધા છે.
રહેઠાણ
ગુહનતારા કેવ રિસોર્ટમાં ચાર અલગ અલગ પ્રકારના રૂમ છે. પ્રીમિટિવ - 8500 રૂપિયા, લિથિક - 9500 રૂપિયા, લિથિક સ્યુટ - 10000 રૂપિયા, અને કેવ સ્યુટ - 15000 રૂપિયા. મોડર્ન સુવિધાઓ અને ટ્રેડિશનલ પ્રકારનો સંગમ એવા આ દરેક રમ શાનદાર છે. એક્સટ્રા બેડ માટે મોટાઓના 1750 અને બાળકોના ૧૨૫૦ રૂપિયાનો ચાર્જ છે.
![Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ 6/6 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1629462761_1498025808_25.jpg)
કેવી રીતે પહોંચવું?
બેંગ્લોરથી લગભગ 35 કિમીના અંતરે આવેલો આ રિસોર્ટ બેંગ્લોર મૈસુર એક્સપ્રેસ વેથી પહોંચી શકાય છે.
ટૂંકમાં કહીએ તો ગુહનતારા કેવ રિસોર્ટ એ એક પ્રકારનો યુનિક અનુભવ પૂરો પડતો અત્યંત આધુનિક સુવિધાઓ હોવા છતાં પ્રકૃતિની ઘણી જ નજીક રહીને બનાવાયેલો શાનદાર રિસોર્ટ છે.
.