એ તો બધા જાણે છે કે આખી દુનિયામાં ફેલાયેલા બૌદ્ધ ધર્મના મૂળ ભારતમાં છે. બોધગયા, જ્યાં ભગવાન બુદ્ધને તત્વ જ્ઞાન પ્રાપ્ત થયું હતુ તે જગ્યાથી માંડીને એ જગ્યાઓ જ્યાં ભ્રમણ કરીને બુદ્ધ અને તેમના શિષ્યોએ પોતાના જ્ઞાનનો ફેલાવો કર્યો. તમને દરેક જગ્યાએ બુદ્ધ અને તેમના જ્ઞાન સંબંધી સમર્પિત કોઇ ન કોઇ શાનદાર બૌદ્ધ સ્તૂપ તો જરુર મળશે. આ જ કારણ છે કે દર વર્ષે દુનિયાના ખૂણેખૂણેથી પ્રવાસીઓ ભારતમાં એ જગ્યાને જોવા અચૂક પધારે છે.
વિશ્વ શાંતિ સ્તૂપ
આત્મજ્ઞાનની પ્રાપ્તિ બાદ ભગવાન બુદ્ધે ઘણાં વર્ષો સુધી રાજગીર પર્વત પર બેસીને ધ્યાન કર્યું હતું. આજે એ જ પર્વત પર એક સુંદર સ્તૂપ બનેલો છે અને આની પાસે જ એક ભવ્ય જાપાની મંદિર પણ બનેલું છે. ચેર કારમાં 20 મિનિટની રોમાંચક યાત્રા બાદ જ તમે આ સ્તૂપ સુધી પહોંચી શકો છો.
યાત્રાની ટિપ્સ : બોધ ગયાથી નેપાળ સુધી ફેલાયેલા બૌદ્ધ સ્થળોમાં રાજગીર પણ આવે છે. જો તમારી પાસે સમયની કમી છે તો તમે એક સાથે સારનાથ, બોધગયા, રાજગીર અને નાલંદા પણ ફરી શકો છો.
રોકાણ : રાજગીરમાં દરેક બજેટ યાત્રી માટે રોકાણની વ્યવસ્થા છે. સરકારી ગેસ્ટ હાઉસથી માંડીને લકઝરી રિસોર્ટ પણ આવેલા છે.
સારનાથ
વારાણસીથી 13 કિ.મી. દૂર સારનાથમાં બૌદ્ધ ધર્મના સૌથી જુના પ્રતીકોમાંથી એક ધમેક સ્તૂપ છે. આને સમ્રાટ અશોકે બનાવ્યો હતો.
યાત્રાની ટિપ્સ: વારાણસી થઇને સારનાથ જઇ શકાય છે. આનાથી તમે બન્ને જગ્યાની સભ્યતાને એક સાથે સમજી શકો છો.
રોકાણઃ વારાણસીમાં સસ્તી હોટલ, હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ અને એર બીએનબી મોટી સંખ્યામાં છે. તમે તમારી યાત્રાના બજેટ અનુસાર ક્યાંય પણ રોકાઇ શકો છો, પરંતુ એકવાર રિવ્યૂ જરુર તપાસી લો કારણ કે હોટલના નામોથી લઇને ઘણાં ગોટાળા ચાલતા રહે છે.
લેહ લદ્દાખ ટૂર પેકેજ
શાંતિ સ્તૂપ, લેહ
આ શાંતિ સ્તૂપને ઘણાં લોકો સૌથી શાનદાર બૌદ્ધ સંરચના પણ માને છે. લેહ જેવા સુંદર શહેરમાં સ્થિત આ સ્તૂપથી લેહ અને આસપાસના ગામોનો જબરજસ્ત નજારો જોવા મળે છે. શાંતિ સ્તૂપથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવાનું ભૂલતા નહીં.
યાત્રાની ટિપ્સઃ આમ તો લેહ જતી વખતે તમે શાંતિ સ્તૂપ જોઇ શકો છો પરંતુ ઇચ્છો તો પોતાની ગાડી છોડીને 600 સીડીઓ ચઢીને સ્તૂપ સુધી જઇ શકો છો.
રોકાણઃ લેહમાં તમને તમારી જરુરીયાત અને બજેટના હિસાબે રોકાવાની જગ્યા મળી જશે.
સાંચી સ્તૂપ- વિશ્વ ધરોહર સ્થળ
સાંચીનો સ્તૂપ ભારતની સૌથી સારી રીતે સંરક્ષિત બૌદ્ધ રચનાઓમાંની એક છે. ભોપાલથી 40 કિ.મી. દૂર સ્થિત સાંચી સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના અવશેષો પર કરાવ્યું હતું.
યાત્રાની ટિપ્સઃ ભોપાલને કેન્દ્ર માનીને ચાલશો તો ભોપાલના જુના શહેર, ભીમબેટકાની ગુફાઓ અને માંડુ પણ ફરી શકશો.
રોકાણઃ ભોપાલમાં તમને બજેટથી લઇને લકઝરી હોટલ સુધી બધુ જ મળશે. જો પોતાની રજાઓમાં શાહી તડકો લગાવવા માંગો છો તો જહાંનુમા પેલેસ જરુર જાઓ.
બે દ્રુલ ચોર્ટેન મોનેસ્ટ્રી
આ ભીમકાય બૌદ્ધ પરિસર તિબેટ સંશોધન સંસ્થા (રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ)ની પાસે આવેલું છે. આ સુંદર સંરચના ઉત્તર-પૂર્વ ભારતમાં સૌથી મોટો બૌદ્ધ સ્તૂપ છે.
યાત્રાની ટિપ્સઃ ગંગટોકમાં ફરો ત્યારે તમે આ સ્તૂપને જોઇ શકો છો.
રોકાણ : ગંગટોકમાં સસ્તી હોટલ, હોસ્ટેલ અને એરબીએનબી મળી જશે. જો ઇચ્છો તો ગંગટોકની ભીડભાડથી દૂર પેરાગ્લાઇડિંગ વિલેજમાં સુંદર દ્રશ્યો વચ્ચે પોતાની રજાઓ વિતાવી શકો છો.
મહા સ્તૂપ, થોટલાકોંડા
વિશાખાપટ્ટનમ શહેરથી ફક્ત 15 કિ.મી. દૂર પર્વતના શિખરે આવેલા આ સ્તૂપથી સમુદ્રનું દ્રશ્ય દેખાય છે. આ સ્તૂપ ઇંટોથી બનેલા પ્રાચીન શિલ્પકારીનો નમૂનો છે. આજે અહીં બૌદ્ધ ભિક્ષુ શાંતિમાં સમય વ્યતિત કરવા અને ધ્યાન કરવા આવે છે.
યાત્રાની ટિપ્સઃ આ સ્મારકની સાથે જ નીચે આપવામાં આવેલા વિશાખાપટ્ટનમના અન્ય બૌદ્ધ સ્મારક પણ ફરી લો.
બાવિકોંડા સ્તૂપ, વિશાખાપટ્ટનમ
વિશાખાપટ્ટનમમાં આજે પણ ઘણાં પ્રાચીન સ્તૂપ છે જે પોતાની સુંદરતાના કારણે શિલ્પકારીનું જબરજસ્ત ઉદાહરણ વિશાખાપટ્ટનમમાં આજે પણ ઘણાં પ્રાચીન સ્તૂપ છે જે પોતાની સુંદરતાના કારણે શિલ્પકારીનું જબરદસ્ત ઉદાહરણ સમજી શકાય છે. યૂનેસ્કોએ બાવિકોન્ડા, થોટલાકોન્ડા, પાવુરલાકોન્ડા અને બોજનાકોન્ડાને વિશ્વ વારસાઇની યાદીમાં જગ્યા આપી છે.
રોકાણઃ વિશાખાપટ્ટનમમાં તમને બજેટથી લઇને લક્ઝરી હોટલ સુધી બધુ જ મળી જશે.
ધૌલી
ધૌલિગિરી કે ધૌલીથી જ દુનિયાના અન્ય ખૂણામાં બૌદ્ધ ધર્મનો પ્રકાશ ફેલાયો. મોર્ય અને કલિંગ સેનાઓની વચ્ચે નરસંહારે સમ્રાટ અશોકને ઘણા પ્રભાવિત કર્યા અને તેમણે હિંસાનો ત્યાગ કર્યો. ધૌલી સ્તૂપ યુદ્ધસ્થળની સામે જ બન્યું છે જેની આગળ ધૌલી નદી વહે છે. કહેવાય છે કે ભીષણ નરસંહારના કારણે નદીનું પાણી લોહીમાં ભળીને લાલ થઇ ગયું હતું.
યાત્રાની યોજના : ઓરિસ્સાની યાત્રા કરતી વખતે જો પોતાની યોજનામાં ધૌલીને પણ સામેલ કરો છો તો સાથે જ પુરી, કોર્ણાક અને ભુવનેશ્વર પણ ફરી લો.
રોકાણઃ ઇચ્છો તો પુરીમાં રોકાઇ શકો છો કે દિવસે ભુવનેશ્વર ફરીને ધૌલી જઇ શકો છો.
કેસરિયા બૌદ્ધ સ્તૂપ
બિહારમાં સ્થિત આ સ્તૂપને ઘણાં ઓછા લોકો જાણે છે, પરંતુ આ દુનિયાનું સૌથી મોટો બૌદ્ધ સ્તૂપ છે. વૈશાલી કે બોધગયા જનારા પ્રવાસી આ સ્તૂપને તેની ખરાબ હાલતમાં પણ જોવા જાય છે.
રોકાણઃ તમારે બોધગયા કે પટનામાં જ રોકાવું જોઇએ કારણ કે અહીં રોકાવાની સારી સુવિધા નથી.
આ ઉપરાંત, તમે ઘણાં એવા બૌદ્ધ સ્તૂપ જોવા જઇ શકો છો જે બૌદ્ધ ઇતિહાસના પાનામાં અમર થઇ ગયા છે. વૈશાલીના વર્લ્ડ પીસ પગોડા, દાર્જિલિંગનો શાંતિ સ્તૂપ, કુશીનગરનો રામભર સ્તૂપ, ધર્મશાલાનો નામ્ગ્યાલ સ્તૂપ, દેહરાદૂનનો ક્લેમેન્ટ ટાઉન સ્તૂપ અને અમરાવતી સ્તૂપ કેટલીક ખાસ જગ્યા છે.