દરેક શહેરની પોતાની ઓળખ હોય છે. જો તમે કોઇ નવા શહેરમાં ફરી રહ્યા છો અને ત્યાંની સંસ્કૃતિ અંગે જાણવા સમજવા માંગો છો તો તેના માટે બજાર સૌથી યોગ્ય જગ્યા છે. મેં તમારા માટે ભારતના કેટલાક બજારોનું લિસ્ટ બનાવ્યું છે. આ બજારોમાં અલગ જ જાદુ છે, તમારે ત્યાં જરુર જવું જોઇએ.
દિલ્હી
1. સરોજિની માર્કેટ
સરોજિની માર્કેટ દિલ્હીમાં શોપિંગની ખાણ છે. દરેક દિલ્હીવાસી આ માર્કેટમાં જરુર જાય છે. ઘણાં લોકો તો ખાસ આ માર્કેટ માટે જ દિલ્હી આવે છે. અહીં તમને તમારા બજેટમાં કપડા, ઘરનો સામાન વગેરે મળી જશે. અહીં તમને સસ્તામાં સામાન મળી જાય છે. દિલ્હી આવો તો આ માર્કેટની એકવાર મુલાકાત અવશ્ય લેજો.
બેંગલુરુ
2. કૉમર્શિયલ સ્ટ્રીટ
બેંગલુરુના કૉમર્શિયલ સ્ટ્રીટ સ્ટ્રીટ માર્કેટની પરિભાષા જ બદલી નાંખી છે. સ્ટ્રીટ માર્કેટમાં પહેલા બ્રાન્ડના સામાન નહોતા મળતા. પરંતુ બેંગલુરુના કૉમર્શિયલ સ્ટ્રીટ બજારમા તમને બધુ જ મળી જશે. મહિલાઓ માટે તો આ જગ્યા કોઇ ખજાનાથી કમ નથી.
કોલકાતા
3. ન્યૂ માર્કેટ
કોલકાતા ભારતના સૌથી જુના શહેરોમાંનું એક છે. આ જ જુના શહેરમાં ન્યૂ માર્કેટ છે જે એ જમાનાથી છે જ્યારે કોલકાતા કલકત્તા તરીકે ઓળખાતું હતું. હેંગઆઉટ કરવા માટે કોલકાતા ન્યૂ માર્કેટ યોગ્ય જગ્યા છે. અહીં 2 હજારથી વધુ દુકાનો છે. જો તમારે અસલી બંગાળી સાડી ખરીદવી છે તો આના માટે ન્યૂ માર્કેટ પરફેક્ટ જગ્યા છે. ન્યૂ માર્કેટ સોમથી શુક્ર સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. શનિવારે બપોરે અઢી વાગ્યા સુધી ખુલે છે અને રવિવારે બજાર બંધ રહે છે.
ગોવા
4. અરપોરા સેટરડે નાઇટ માર્કેટ
અરપોરા સેટરડે નાઇટ માર્કેટ ગોવાની સૌથી સારી ચીજોમાંનું એક છે. આ બજાર સાંજે 6 વાગ્યા પછી શરુ થાય છે. આ માર્કેટને લાઇટ્સ અને ખુશનુમા મ્યૂઝિક સુંદર બનાવે છે. અહીં તમને કપડા, જ્વેલરી અને ઘરનો સામાન બધુ જ મળશે. ગોવા જાઓ તો આ જગ્યાને એક્સપ્લોર કરી શકો છો.
પુણે
5. એફસી રોડ
શોપિંગ માટે ભારતમાં બીજી એક સુંદર જગ્યા છે પુણેનો એફસી રોડ. જો તમે પુણેને એક્સપ્લોર કરવા માંગો છો તો એફસી રોડ એટલેકે ફર્ગુસન કૉલેજ રોડ વગર આ સંભવ નથી. જો તમને બાર્ગેનિંગની કળા આવડે છે તો તમે ઓછા પૈસામાં ઘણો બધો સામાન ખરીદી શકશો.
પોંડિચેરી
6. સેરેનિટી બીચ બજાર
પોંડિચેરી પોતાના ચોખ્ખા સમુદ્રી કિનારા માટે જાણીતું છે. દરેક પોંડિચેરીના દરિયાકિનારાની મજા લેવા માંગે છે. જો તમે બીચ લવરની સાથે જ શોપિંગ કરવાના શોખીન છો તો તમારે સેરેનિટી બીચ માર્કેટ જવું જોઇએ. પોંડિચેરીનું માર્કેટ યુવાઓમાં ઘણું જ ફેમસ છે. મોટાભાગના લોકો અહીં વીકેન્ડ્સ પર આવે છે. તમે અહીં લોકલ સ્ટ્રીટ ફુડ પણ ખાઇ શકો છો. પોંડિચેરી જાઓ તો આ બજારને જોવાનું ન ભૂલો.
જયપુર
7. બાપૂ બજાર
જયપુર પોતાની વૈભવતા અને શાનદાર કલ્ચર માટે જાણીતું છે. જયપુર જેટલું તેના કિલ્લા અને મહેલ માટે વિખ્યાત છે એટલું જ સ્થાનિક માર્કેટ્સ માટે પણ જાણીતું છે. જો તમે રાજસ્થાનની સભ્યતા અને પરંપરાને જોવા માંગો છો તો જયપુરનું બાપૂ બજાર તમારા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. અહીં તમને રાજસ્થાની કપડાથી માંડીને હેન્ડીક્રાફ્ટ સુધી બધુ જ મળી જશે.
શિલાંગ
8. પોલીસ માર્કેટ
પહાડો ફરનારા માટે તો સ્વર્ગ છે જ. ક્યારેક શોપિંગ કરનારા માટે પણ પહાડ દિલ ખોલી નાંખે છે. શિલોંગનું પોલીસ માર્કેટ ફેશનના શોખીનો માટે શાનદાર જગ્યા છે. આ બજારમાં તમને હાથેથી બનેલી ચીજો મળશે જેને અહીના આદિવાસી જનજાતિ બનાવે છે. આ સ્ટ્રીટ માર્કેટમાં તમે નોર્થ ઇસ્ટના લોકલ ફૂડનો સ્વાદ ચાખી શકો છો. કુલ મળીને શિલોંગનું આ બજાર તમને નિરાશ નહીં કરે.