ટ્રેનની સફર એટલે ઝિંદગીની સફર. સૌથી યાદગાર અનુભવ મોટાભાગે ટ્રેનની મુસાફરીમાંથી મળે છે. સારુ, એક વાર વિચારો કે ટ્રેન ન હોત તો કેટલું ખાલીખાલી લાગત. કેટલીય ઘટનાઓ ન બની શકી હોત. પોતાની મુસાફરીની ડાયરીમાં ટ્રેનમાંથી પસાર થતા કેટલા લોકો મળે છે જે મનમાં રહી જાય છે.
પરંતુ આની સાથે જ મળે છે કેટલાક એવા લોકો જે તમારા મનમાં હંમેશા યાદ રહી જાય છે. આ એવા લોકો છે જેણે ટ્રેનની સફરને સ્વર્ગમાંથી નરક બનાવી દીધી છે. આવો મળીએ કેટલાક એવા લોકોને જેમના જ્ઞાનની વ્યાખ્યા કરીએ એટલી ઓછી છે.
1. પંખા પર જૂતા કોણ રાખે છે ભાઇ
જૂતાચોરોથી બચવા માટે અમે એક નવી રીત શોધી કાઢી છે. પોતાના જૂતા સ્લીપરમાં પંખા પર એવીરીતે સેટ કરીને રાખીએ છીએ કે ભૂકંપ આવે પરંતુ જુતા નીચે ન પડે. નવુ ટેલેન્ટ છે. ઠોકો તાલી.
2. રાતમાં ટ્રેનમાં જ સુતો રહી ગયો
દિલ્હીથી કાનપુર માટે રાતમાં ટ્રેનમાં ચઢ્યો. બાજુવાળા અંકલને પણ કાનપુર ઉતરવાનું હતું. મેં તેમને કહ્યું કે તમે ઉતરો તો મને પણ જગાડી દેજો. અંકલે પણ એટલા જ આત્મવિશ્વાસથી કહ્યું હતું કે ટેન્શન ન લેતો બેટા, સવાર થતા જ જગાડી દઇશ. સવાર પડી તો અલાહાબાદ આવવાનું હતુ. અંકલ મને જગાડ્યા વિના જ કાનપુર ઉતરી ગયા.
દુઃખદ વાત એ છે કે મારી સાથે આવું બે વાર થઇ ચૂક્યું છે. કોઇ મને ઢાંકણીમાં પાણી આપો.
3. પેન સાથે લઇને ચાલો, શું ખબર પંખો ચલાવવામાં કામ આવે
સ્લીપર કોચમાં પંખા એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે બટનથી નહીં, પેનથી ચાલે છે. જો તમારી પાસે પેન નથી તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
પરંતુ જો તમે સાઇડ અપરની સીટ પર છો તો પેન અને બટન પણ કંઇ નહીં કરી શકે. ત્યાંનો પંખો ભગવાન જાણે ક્યાં હવા ફેંકવા માટે બનાવાયો છે.
4. વૉશરુમનું લૉક શું કામ બનાવ્યું છે?
કેમ, છેવટે કેમ?? વૉશરુમને કોઇ બહારથી બંધ નથી કરતું. બધા ખુલ્લુ મુકીને જાય છે. દર્દ એમને પૂછો જેમનો બર્થ નંબર 1-8 કે 65-72માં હોય છે. તેમાંથી કોઇ કયાં તો વારંવાર દરવાજો બંધ કરે છે કે પછી દુર્ગંધનો આનંદ લે છે.
5. સ્લીપરની બારી ક્યારેય પૂરી બંધ નથી હોતી
આનો જવાબ તો નોસ્ત્રાદમસ પણ નથી આપી શક્યો. શિયાળામાં ઠંડી હવાથી બચવા માટે તમે બારી બંધ કરો છો તો નીચેથી સરસર કરતી ઠંડી હવા આવતી જ રહે છે. વરસાદમાં આ બારી વરસાદ પણ નથી રોકી શકતી. આ બારી બનાવાઇ જ એટલા માટે છે કે તમને તકલીફ પડે અને તમે તંગ આવીને એસીમાં ટિકિટ બુક કરો.
6. રેલવે ટ્રેક ફક્ત ટ્રેનોના આવવા-જવા માટે જ નથી બન્યો
જી હાં, સાથીઓ! જ્યાં રેલવે ટ્રેક છે, ત્યાં ક્યારેક વોશ રૂમ હતા. રેલવેએ તેને તોડીને ટ્રેનો ચલાવવાની શરુ કરી દીધી. આનાથી લોકોને ભારે આઘાત લાગ્યો અને પોતાના આ અપમાનનો બદલો લેવા માટે રેલવે ટ્રેકને જ વોશરુમ બનાવી લીધુ. કમ કે કમ રેલવે પ્લેટફોર્મના દ્રશ્યને જોતા તો આ કહાની સાચી લાગે છે.
7. ટ્રેનનો રાઇટ ટાઇમ હોવાનું ક્યારેય રાઇટ નથી હોતું
એકવાર મારા પપ્પાએ એક ટ્રેનને જોઇને કહ્યું કે ટ્રેન હંમેશા 17-18 કલાક લેટ રહે છે, તો આજના દિવસે તે રાઇટ ટાઇમમાં કેમ ચાલે છે. તેમની બાજુમાં બેઠેલા એક વ્યક્તિએ કહ્યું, આ ટ્રેન રાઇટ ટાઇમ નથી, આ તો આજે 24 કલાક લેટ ચાલી રહી છે. તો ધ્યાન રાખો કે જો કોઇ ટ્રેન રાઇટ ટાઇમ મળે તો ફરી એક વાર ચેક કરો કે 1 દિવસ મોડી તો નથી ને.
8. બારીવાળી સીટની મજા ફક્ત બાળપણમાં જ હોય છે
બાળકોને પૂછીએ કે ક્યાં બેસવુ છે તો બોલશે બારીવાળી સીટ પર. જ્યારે મોટા થશે તો ખબર પડશે કે બારીવાળી સીટ જોખમી છે. વરસાદમાં પાણી અંદર આવે છે અને ઠંડીમાં પવનો. ગરમીમાં તો જે લૂ અને અંદર આવતા તડકાથી સ્કીન ટોન 2 અંક ઘટી જાય છે.
એક ઉંમર થઇ ગયા પછી અપર સીટ સારી લાગવા લાગે છે. જ્યાં ન તો કોઇ હેરાન કરી શકે છે, ન કોઇ પૂછનારુ હોય છે.
9. ડબ્બાનું એ રડતું બાળક
અકદમ અંદરના સમાચાર લાવ્યો છું તમારા માટે. દરેક કોચમાં ટ્રેનવાળા તરફથી એક બાળક બેસાડવામાં આવે છે જેનું કામ હોય છે રાતે 3 વાગે રોવાનું શરુ કરી દેવાનું. જેને તેના મા-બાપ કે ટ્રેનના એક્સપર્ટ કોઇ ચુપ નથી કરાવી શકતા, ફક્ત સમજી જાઓ માહોલ શું હોય છે.
જો આ કિસ્સા તમારી આંખો પાસેથી પસાર થઇને નથી નીકળ્યા તો તમે ટ્રેનના ટ્રેન્ડ ખેલાડી નથી.
જો તમારા ટ્રેનના કિસ્સામાં આનો સમાવેશ નથી થતો તો તમારે ટ્રેનની મોટી સફર ખેડવાની બાકી છે.
તમે શું કહેવા માંગશો પોતાની ટ્રેનની મુસાફરી અંગે, એ કિસ્સાઓ અંગે જે અમારાથી છુટી ગયા, અમને કોમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા