લગભગ 19 મહિનાથી બંધ ઇન્ડોનેશિયાના સુંદર કિનારાવાળું રાજ્ય બાલી હવે પર્યટકોના અતિથિ માટે તૈયાર થઇ ચુક્યું છે. ભારતીય પર્યટકો પણ હવે બાલી જઇને પોતાની રજાઓ પસાર કરી શકશે. દક્ષિણ એશિયામાં ઇન્ડોનેશિયા પણ આ મહામારીમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું હતું. હવે ઇન્ડોનેશિયામાં હાલત સુધારા પર છે. પરિણામે ઇન્ડોનેશિયાની સરકાર અને બાલીના ગર્વનર વાયેન કોસ્ટરે બાલીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખોલી નાંખ્યું છે.
હાલપુરતું સિંગાપુર, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓને અહીં પ્રવેશ નહીં મળે પરંતુ ભારત અને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને કેટલાક યુરોપિયન દેશો સહિત લગભગ 19 દેશોના પ્રવાસીઓ હવે બાલી આઇલેન્ડમાં પોતાની રજાઓ પસાર કરી શકશે. બાલીના ગર્વનર કોસ્ટલના અનુસાર, જે દેશોમાં મહામારીનો સંક્રમણ દર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ધોરણો અનુસાર 5 ટકા કે તેનાથી નીચે છે અને સાથે જ જે દેશોએ ઇન્ડોનેશિયાના નાગરિકોને પોતાના દેશમાં આવવાની અનુમતિ આપી છે તેઓને બાલીમાં પ્રવેશ આપવામાં આવશે.
શું છે નિયમ?
હાલ બાલી જઇ રહેલા પ્રવાસીઓને એરપોર્ટ પર કોવિડ-19ની તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પોઝિટિવ આવે તો તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં જવું પડશે. જેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવશે તેમને 5 દિવસના ક્વોરન્ટાઇન માટે પોતાના ખર્ચે કોઇ હોટલમાં રહેવું પડશે. ક્વોરન્ટાઇનના ચોથા દિવસે પ્રવાસીઓએ ફરીથી કોવિડ-19 રિપોર્ટ કઢાવવો પડશે. જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમને હોસ્પિટલમાં સારવાર માટે જવું પડશે. પરંતુ જો ચોથા દિવસે રિઝલ્ટ નેગેટિવ આવે છે તો તેઓ પૂરા આઇલેન્ડમાં પોતાની રજાઓની મજા માણી શકશે.
સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં લગભગ 60 લાખથી વધુ પ્રવાસીઓએ બાલીમાં પોતાનો સમય પસાર કર્યો હતો. ઇન્ડોનેશિયાનો આ સુંદર આઇલેન્ડ પર્યટન માટે જાણીતો છે. અને અહીં મુખ્ય આર્થિક ગતિવિધિ અને વિકાસ પર્યટન પર જ કેન્દ્રીત છે. મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓની પસંદ છે બાલી. અહીં કૂટા બીચ, નુસા દુઆ, ગિલી આઇલેન્ડ જેવા બીજા ઘણાં નાના ટાપુ પર્યટકોની પહેલી પસંદ છે. કરન્સી નબળી હોવાના કારણે ઓછું બજેટ ધરાવતા પ્રવાસીઓ માટે પણ સ્વર્ગ છે. 2 મહિના પહેલા બાલીએ પોતાનો આઇલેન્ડ આંતર રાજ્ય પર્યટકો માટે ખોલ્યો હતો અને હવે વિદેશી પર્યટકોના સ્વાગત માટે પણ આઇલેન્ડ તૈયાર છે.
આ અગાઉ થાઇલેન્ડે જુલાઇમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ફુકે અને ધીમે ધીમે બીજા નજીકના ટાપુઓઓને પર્યટન માટે ખોલ્યા હતા. હાલ થાઇલેન્ડમાં એવા જ પ્રવાસીઓ આવી શકે છે જેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્ધારા માન્યતા પ્રાપ્ત રસીના બન્ને ડોઝ પુરા કરી લીધા છે.
ઇન્ડોનેશિયામાં શું છે જોવા જેવું
ઇન્ડોનેશિયાની પ્રાકૃતિક સુંદરતા, નાઈટ લાઈફ, સંસ્કૃતિ, ઇતિહાસ, અને બજેટમાં પોસાય એવો ખર્ચ એ આ દેશને દુનિયાભરના પ્રવાસીઓમાં માનીતો બનાવે છે. ઇન્ડોનેશિયાના બાલી, જાવા, સુમાત્રા જેવા ટાપુઓ ફરવાની બાબતમાં ખુબ જ પ્રખ્યાત છે.
ઉલુવાટુમાં દરિયાકિનારે કેંડલ લાઇટ ડિનર કરતાં વધુ રોમેન્ટિક શું હોઈ શકે. ઉબુદ વેલીના રોમાંચમા રોમાંસ શોધવાની સારી તક છે. બીચની બોટ પર પિકનિક કરો અથવા હેલિકોપ્ટર ટૂર પર જાઓ, બંને મસ્ત છે.
ઇન્ડોનેશિયા એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ અહીં ઘણી જગ્યાઓ છે જે હિન્દુ દેવી-દેવતાઓને સમર્પિત છે, ફક્ત ઇન્ડોનેશિયા એક એવો દેશ છે જ્યાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રભાવ વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતા વધારે જોવા મળે છે. હિન્દુ દેવી દેવતાઓના ઘણા ભવ્ય અને આકર્ષક મંદિરો છે, જે વિશ્વના સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠ મંદિરોમાં ગણાય છે.
તન્હા લોટ હિન્દુ મંદિર છે જે દેનસારથી આશરે 20 કિમી દૂર છે. બાલિનીસ સંસ્કૃતિ અનુસાર, આ મંદિર સમુદ્રના ભગવાનની પૂજા માટે બનાવવામાં આવ્યું છે.
પ્રમ્બનન મંદિર
તે ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવામાં સ્થિત એક હિન્દુ મંદિર છે. પ્રાચીન સમયમાં, ઇન્ડોનેશિયાનો રાજવી ધર્મ હિંદુ અને પછી બૌદ્ધ હતો. પરંતુ ઇસ્લામના ઉદય પછી, હવે તે મુસ્લિમ રાષ્ટ્ર છે. આ મંદિર, બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત, માન્યતા અનુસાર 9 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરની દિવાલો પર ધાર્મિક કથાઓ અને ભવ્ય નકશીકામ કરાયેલા છે.
કોમોડો ડ્રેગન
ઇન્ડોનેશિયાના ફ્લોરોસમાં સ્થિત કોમોડો નેશનલ પાર્ક પણ ફરવાની જગ્યાઓમાંની એક છે. આ પણ યૂનિસ્કોની વિશ્વ વિરાસત સ્થળોમાં સામેલ છે. કોમોડો ડ્રેગન એક વિશાળકાય ગરોળી જેવી હોય છે. જેની લંબાઇ 10 ફૂટ હોય છે.
ટોબા લેક
અહીંની નેચરલ બ્યૂટીનેસમાં ટોબા લેકનું નામ ન આવે તે કદાચ જ સંભવ છે. આ સરોવરની લંબાઇ અંદાજે 100 કિલોમીટર અને પહોળાઇ 30 કિલોમીટર છે.
માઉન્ટ બ્રોમો
ઇન્ડોનેશિયામાં નેચરલ ટૂરિસ્ટ એટ્રેક્શનની વાત કરીએ તો સૌથી પહેલા પૂર્વી જાવામાં સ્થિત માઉન્ટ બ્રોમોનું આવે છે. આ ઇન્ડોનેશિયાના ઘણાં જ્વાળામુખી પર્વતોમાં સૌથી વધુ લોકપ્રિય છે.