પાન-ગુટખા ખઇને થૂંકવાની આદત ઘણી બિલ્ડિંગોની તસવીર બગાડી નાંખે છે. ખાસકરીને જો કોઇ સાર્વજનિક સંસ્થા કે પરિસર હોય ત્યારે તો હાલત ઘણી જ બદતર થઇ શકે છે. રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ, બસ સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર તો આ એક ઘણી જ મોટી સમસ્યા છે. કોવિડ-19ના સંક્રમણ વચ્ચે આ પણ એક મોટી બીમારી બની ગઇ છે. પરંતુ કડક જોગવાઇઓ છતાં મહામારી દરમિયાન સાર્વજનિક રીતે થૂંકવાની આદત મોટી સમસ્યા બની ગઇ છે. એટલા માટે આ જોખમના નિવારણ માટે રેલવે (Indian Railways) એક નવુ અભિયાન શરુ કરવા જઇ રહ્યું છે. હવે ગુટખા-પાન થૂંકનારાની પાસે એક ઉપાય હશે, તો બીજી બાજુ રેલવેના કરોડો રુપિયા પણ બચી જશે.
એક અંદાજે અનુસાર, ભારતીય રેલવે પોતાના પરિસરોમાં ખાસ કરીને પાન અને તમાકુ ખાનારા દ્ધારા થૂંકવાના કારણે થતા ડાઘ-ધબ્બા અને નિશાનોને સાફ કરવા માટે વાર્ષિક લગભગ 1200 કરોડ રુપિયાનો ખર્ચ કરે છે સાથે જ પાણીનો પણ ઘણો બગાડ થાય છે. ત્યારે યાત્રીઓને રેલવે પરિસરમાં થૂંકતા રોકવા માટે 42 સ્ટેશનો પર વેંડિંગ મશીન કે કિયોસ્ક લગાવાઇ રહ્યા છે જે પાંચ રુપિયાથી 10 રુપિયા સુધીના સ્પિટૂન પાઉચ (પાઉચવાળી થૂંકદાની) હશે. રેલવેના ત્રણ ઝોન-પશ્ચિમ, ઉત્તર અને મધ્યે આના માટે એક સ્ટાર્ટઅપ EzySpit ને કોન્ટ્રાક્ટ આપ્યો છે.
કેવી રીતે કામ કરશે થૂંકવા માટેના પાઉચ?
આ સ્પિટૂન પાઉચને સરળતાથી ખિસ્સામાં રાખી શકાય છે અને તેની મદદથી યાત્રી કોઇ પણ ડાઘ વગર ગમે ત્યાં અને ઇચ્છીત જગ્યાએ થૂંકી શકે છે. આ પાઉચના ઉત્પાદક અનુસાર આ પ્રોડક્ટમાં મેક્રોમોલેક્યૂલ પલ્પ ટેકનીક છે અને તેમાં એક એવી સામગ્રી છે, જે લાળમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસની સાથે મળીને જામી જાય છે. આ બાયોડિગ્રેડેબલ પાઉચને 15 થી 20 વખત ઉપયોગમાં લાવી શકાય છે. આ થૂંકને શોષીને તેને ઘન એટલે કે કઠણ બનાવી દે છે. એકવાર ઉપયોગ કર્યા પછી આ પાઉચોને જ્યારે માટીમાં ફેંકી દેવામાં આવે છે તો સંપૂર્ણ રીતે ભળી જાય છે અને છોડની વૃદ્ધિને પ્રોત્સાન મળે છે. રેલવે સ્ટેશનો પર આ વ્યવસ્થા સફળ રહી તો આ મશીન અન્ય સ્થળો પર પણ લગાવવામાં આવશે.
નાગપુર સ્થિ કંપનીએ સ્ટેશનો પર આ ઇઝીસ્પિટ વેંડિંગ મશીન લગાવવાનું શરુ કરી દીધું છે. તેણે નાગપુર નગર નિગમ અને ઔરંગાબાદ નગર નિગમની સાથે એક કરાર પણ કર્યો છે. ઇઝીસ્પિટના સહ-સંસ્થાપક રિતુ મલ્હોત્રાએ કહ્યું કે, અમે મધ્ય, ઉત્તર અને પશ્ચિમ રેલવેના 42 સ્ટેશનો પર ભારતીય રેલવે સાથે એક કરાર કર્યો છે. અમે કેટલાક સ્ટેશનો પર ઇઝીસ્પિટ વેંડિંગ મશીન લગાવવાનું શરુ પણ કર્યું કરી દીધું છે.
મધ્ય રેલવે, નાગપુરના જનસંપર્ક અધિકારી એસ.જી.રાવના જણાવ્યા અનુસાર હાલ તો નાગપુર રેલવે સ્ટેશન પર સ્પિટૂન પાઉચની વ્યવસ્થા નથી પરંતુ યોજનાનો જલદી અમલ કરવામાં આવશે.