રેલવે યાત્રી કૃપયા ધ્યાન આપો! ટ્રેનમાં ખાવાનું પડશે મોંઘું, IRCTC એ વધારી ખાવાપીવાની ચીજોની કિંમત

Tripoto
Photo of રેલવે યાત્રી કૃપયા ધ્યાન આપો! ટ્રેનમાં ખાવાનું પડશે મોંઘું, IRCTC એ વધારી ખાવાપીવાની ચીજોની કિંમત by Paurav Joshi

દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. લોકો તેમની લાંબી અને ટૂંકી મુસાફરી માટે મહદઅંશે રેલ્વે પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, ટ્રેનો સંબંધિત કોઈપણ સમાચાર સામાન્ય માણસ પર ઘણી અસર કરે છે. Indian Railways (ભારતીય રેલ્વે)એ ફરી એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટો ઝટકો આપ્યો છે. IRCTCએ ટ્રેનમાં ઉપલબ્ધ ખાણી-પીણીની વસ્તુઓના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે જે લોકો પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે તેમના માટે રેલ મુસાફરી પણ મોંઘી થશે. રિપોર્ટ અનુસાર, IRCTCએ ટ્રેનમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોની કિંમતમાં 2 રૂપિયાથી લઇને 25 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. મહત્વની વાત તમને જણાવી દઈએ કે ખાદ્યપદાર્થોની કિંમતોમાં આ વધારો માત્ર પૂર્વ મધ્ય રેલવેથી જતી ટ્રેનો માટે કરવામાં આવ્યો છે.

Photo of રેલવે યાત્રી કૃપયા ધ્યાન આપો! ટ્રેનમાં ખાવાનું પડશે મોંઘું, IRCTC એ વધારી ખાવાપીવાની ચીજોની કિંમત by Paurav Joshi

રેલ્વેએ ટ્રેનોમાં રોટલીથી લઈને ચાના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ શું ખરેખર રેલવેએ આવું કોઈ પગલું ભર્યું છે? આ અંગે IRCTCએ પોતે નિવેદન આપીને સમગ્ર સત્ય બહાર લાવી દીધું છે. આવો જાણીએ આ વિશે બધું.

નવા મેનુમાં વસ્તુઓના ભાવ બદલાયા છે

IRCTCએ જણાવ્યું કે થોડા સમય પહેલા તેણે નવું A-La-Carte મેનુ બહાર પાડ્યું હતું. નવી વસ્તુની કિંમત નવા ટેરિફ કાર્ડ હેઠળ રાખવામાં આવી છે. રેલવેએ થોડા સમય પહેલા IRCTCને મેનુની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી.

Photo of રેલવે યાત્રી કૃપયા ધ્યાન આપો! ટ્રેનમાં ખાવાનું પડશે મોંઘું, IRCTC એ વધારી ખાવાપીવાની ચીજોની કિંમત by Paurav Joshi

આટલી બધી ખાદ્ય સામગ્રી ટ્રેનમાં મળે છે

IRCTCના ફૂડ મેનૂ અનુસાર, ટ્રેનની મુસાફરી દરમિયાન સવાર અને સાંજે ઉપલબ્ધ નિયત મેનૂ સિવાય, તમે તમારી પસંદગી અનુસાર A La Carte પણ ઓર્ડર કરી શકો છો, જેના હેઠળ મુસાફરો પાસે મેનૂમાં 70 થી વધુ વિકલ્પો છે. જેમાં વેજ-નોન વેજના ઓપ્શનની સાથે મીઠાઈઓ પણ રાખવામાં આવી છે. સુગરના દર્દીઓ માટે ટ્રેનમાં સુગર ફ્રી વિકલ્પો પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વિવિધ ઝોનમાં કેટલીક વિશેષ ખાદ્ય વસ્તુઓ પણ ઓફર કરવામાં આવે છે.

આઈઆરસીટીસીના રિજનલ જનરલ મેનેજર રાજેશ કુમારનું કહેવું છે કે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને જથ્થા બંનેમાં સુધારો થયો છે અને આ જ કારણ છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રોટલી, ઢોસા, દાળ, ગુલાબ જામુન અને સેન્ડવીચ જેવી તમામ વસ્તુઓ ટ્રેનમાં પહેલા કરતા વધુ ભાવે મળશે.

સમોસા 10 રૂપિયામાં મળશે

IRCTCએ તમામ ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો કર્યો છે, પરંતુ સારી વાત એ છે કે સ્ટેશન પરના ખાદ્યપદાર્થોના સ્ટોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર પેન્ટ્રીકાર પાસેથી મળતી ખાદ્ય સામગ્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. IRCTCએ 70 વસ્તુઓની યાદી બહાર પાડી છે જેના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે 8 રૂપિયાના બદલે તમારે ટ્રેનમાં સમોસા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એક સેન્ડવીચની કિંમત 16 રૂપિયા હશે. આ સિવાય રોટલી હવે રૂ.10માં મળશે.

Photo of રેલવે યાત્રી કૃપયા ધ્યાન આપો! ટ્રેનમાં ખાવાનું પડશે મોંઘું, IRCTC એ વધારી ખાવાપીવાની ચીજોની કિંમત by Paurav Joshi

IRCTCએ આ વાત કહી

એક તરફ રેલ્વેએ વિવિધ પ્રકારની રાહતો બંધ કરી દીધી છે, જેના કારણે રેલ્વે મુસાફરો હજુ પણ ભારે હાલાકી અનુભવી રહ્યા છે અને રેલ્વે તરફથી વિવિધ કેટેગરીમાં મળતી રાહતો ફરી એકવાર પુનઃસ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, IRCTC દ્વારા ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારાના સમાચારે તેમને ચોંકાવી દીધા છે, પરંતુ IRCTC અને ભારતીય રેલવેએ આ વાતને નકારી કાઢી છે.

Photo of રેલવે યાત્રી કૃપયા ધ્યાન આપો! ટ્રેનમાં ખાવાનું પડશે મોંઘું, IRCTC એ વધારી ખાવાપીવાની ચીજોની કિંમત by Paurav Joshi

રેલવે તરફથી મળેલી માહિતી

આ સંદર્ભમાં માહિતી આપતા પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ વીરેન્દ્ર કુમારે જણાવ્યું કે IRCTC દ્વારા કોઈપણ સામાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે જૂનું મેનુ તેની જૂની કિંમત સાથે ઉપલબ્ધ છે. મુસાફરોને વધુ પસંદગી આપવા માટે વધારાના આલા કાર્ટ મેનુ લાગુ કરવામાં આવ્યું છે. જેથી પ્રવાસ દરમિયાન મુસાફરોને તેમની ઈચ્છા મુજબ ખાવા-પીવાની સામગ્રી મળી રહે.

આનો અર્થ એ થયો કે જો તમે ટ્રેનની પેન્ટ્રીકારમાંથી ખાવાનું મંગાવશો તો જુના ભાવે મળશે પરંતુ IRCTCની વેબસાઇટ કે એપ પરથી ખાવાનું મંગાવશો તો તે નવા ભાવે મળશે. રેલવેના સ્ટોલ પર ભાવમાં કોઇ ફેરફાર નથી.

નવી ટેરિફ યાદી

સમોસા પહેલા 8 રૂપિયામાં મળતા હતા જે હવે વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યા છે.

સેન્ડવીચ 15 રૂપિયામાં હતી, તેથી તેને 25 રૂપિયા કરી દેવામાં આવી છે.

બર્ગર 40 રૂપિયામાં મળતું હતું, જે હવે વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યું છે.

ઢોકળા (100 ગ્રામ) રૂ.20માં મળતા હતા, જે હવે વધારીને રૂ.30 કરવામાં આવ્યા છે.

બ્રેડ પકોડા રૂ.10માં મળતા હતા જે હવે વધારીને રૂ.15 કરવામાં આવ્યા છે.

આલૂ વડા 7 રૂપિયામાં મળતા હતા, જે હવે વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યા છે.

મસાલા ઢોસા 40 રૂપિયામાં મળતા હતા, જે હવે વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યા છે.

રોટલી 3 રૂપિયામાં મળતી હતી જે હવે વધારીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે.

IRCTC ફૂડ મેનૂની સંપૂર્ણ કિંમત સૂચિ અહીં જુઓ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads