દરેક ભારતીય માતા તેની દીકરી ટ્રાવેલિંગ ન કરે તે માટે આ 10 કારણો આપે છે

Tripoto

ભારત અને વિદેશની સંસ્કૃતિમાં જમીન-આસમાનનો ફેર છે. આવું કદાચ એટલે છે કારણકે ત્યાંનાં વાતાવરણ અને લોકોની માનસિકતા આપણા દેશના લોકો કરતાં સાવ જુદા છે. પુખ્ત થતાંની સાથે જ વિદેશમાં કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર બની જાય છે. પણ ભારતમાં ગમે તેટલી ઉંમરના હોવા છતાંય માતા-પિતા માટે તેમના બાળકો હંમેશા બાળકો જ રહે છે. ખાસ તો એકલા ફરવા જવાની વાત આવે ત્યારે દીકરીઓને તેમની મમ્મી પાસેથી આ વાતો અચૂક સાંભળવા મળે છે:

Photo of દરેક ભારતીય માતા તેની દીકરી ટ્રાવેલિંગ ન કરે તે માટે આ 10 કારણો આપે છે 1/1 by Jhelum Kaushal

1. મારી મમ્મીના શબ્દો: અમને તારા પર વિશ્વાસ છે, પણ તારી સાથેના લોકો પર નહિ.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: મારા મિત્રોને પહેલી વાર મેં સિગારેટ પીવડાવી હતી, નહિ કે તેમણે મને.

2. મારી મમ્મીના શબ્દો: આપણે ત્યાં છોકરીઓ એકલી બહાર નથી ફરવા જતી. મમ્મી-પપ્પા અથવા પતિની સાથે જ જાય છે.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: ક્યારેક તો સ્વતંત્ર થવું જ જોઈએ ને!

3. મારી મમ્મીના શબ્દો: હું તારી ઉંમરની હતી ત્યારે હું આખું ઘર સંભાળતી, તારે તો બસ તારા નવરા મિત્રો સાથે ફરવું જ છે!

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: મારે એ જીવન નથી જીવવું.

4. મારી મમ્મીના શબ્દો: બેટા, દુનિયા છોકરીઓ માટે સુરક્ષિત નથી. ન જાણે ક્યારે શું થઈ જાય!

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: એમ તો હું આપણા કુટુંબમાં પણ ઘણા લોકોને નથી ઓળખતી.

5. મારી મમ્મીના શબ્દો: લગ્ન થઈ જાય પછી નિરાંતે ફરવા જાજે.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: શું મારા જીવનસાથીને પણ એ જ નિયમ લાગુ પડશે?

6. મારી મમ્મીના શબ્દો: મને ‘જીવન એક જ વાર જીવવાનું છે’ એવી તારી વાત સમજાતી જ નથી.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: પણ મારી તો આ જ ફિલસૂફી છે.

7. મારી મમ્મીના શબ્દો: શર્મા આંટી અને બીજા પાડોશીઓ તારી વિષે વાત કરશે.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: શર્મા આંટીની દીકરી પણ અમારી સાથે જ આવવાની છે!

8. મારી મમ્મીના શબ્દો: અમારી જ ભૂલ છે, તને વધુ પડતી સ્વતંત્રતા આપી દીધી છે.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: મને એમ હતું કે હું તો જન્મજાત સ્વતંત્ર છું.

9. મારી મમ્મીના શબ્દો: પ્રવાસમાં પૈસાનો બગાડ થાય છે, તારા લગ્ન માટે થોડી બચત કર.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: કદાચ હું તમને કહેવાનું ભૂલી ગઈ કે મારે લગ્ન નથી કરવા.

10. મારી મમ્મીના શબ્દો: આખો દિવસ મિત્રો સાથે શું ફરવું? ક્યારેક અમારી સાથે પણ ફરવાનું કર.

મારી દલીલ જે હું ક્યારેય બોલતી નથી: તમે લોકો હવે થાકી જાઓ છો.

(મૂળ આર્ટિકલમાં જરૂરી એડિટિંગ સાથે)

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads