યુહુ...ઈટ્સ એડવેન્ચર ટાઈમ...મસ્તી અને ધમાલ કરવી એ તો નાના હોય કે મોટા તમામને ગમે...અને એમાં પણ સુપર ડુપર થ્રિલિંગ એક્સપિરિયન્સ મળી જાય જે હોય રોમાંચ અને દિલધડક કારનામાથી ભરપૂર તો પછી કહેવું જ શું...જરા વિચારો વિશાળકાય... સુપરસ્પીડનો અનુભવ કરાવતી..દિલને થ્રિલનો અહેસાસ કરાવતી જબરદસ્ત અને જોરદાર રાઈડ્સની સવારી કરવા મળી જાય તો કેવું. બસ તો પછી બચ્ચાઓ હોય કે પછી તરવરાટવાળા યુવાનો કે પછી ડેરિંગબાજ દાદાજી જ કેમ નહીં...આ તમામ માટે મોજ-મજા-મસ્તીભર્યા થીમપાર્ક અને અમ્યુઝમેન્ટ પાર્ક વિશે આજે જણાવીએ તમને...
ઈમેજિકા થીમ પાર્ક, લોનાવલા
હવે રેડી થઈ જાવ ટ્રિપલ એડવેન્ચર માટે....મસમોટી રાઈડ્સ ધરાવતો થીમ પાર્ક, ગરમીમાં બર્ફીલી વાદીઓમાં ઘુમવાનો અનુભવ કરાવતો સ્નો પાર્ક અને પાણીમાં છબછબિયા કે પછી દિલધડક કારનામાની મોજ કરાવતો વૉટરપાર્ક...મહારાષ્ટ્રના લોનાવલામાં મુંબઈ-પુણે હાઈવે પર બનેલો અદભુત અને એડવેન્ચરસ પાર્ક છે ઈમેજિકા. એન્ટરટેઈનમેન્ટથી ભરપુર, ઈન્ટ્રેસ્ટિંગ એક્ટિવિટીઝના ડબલ ડોઝ આપતા ઈમેજિકામાં ઢગલાબંધ અટ્રેક્શન્સ છે...થ્રિલિંગ રાઈડ્સ કે મનોરંજક કાર્યક્રમો તમામ આ થીમપાર્કની વિઝિટને ખાસ બનાવી દે છે.
ત્રણ ભાગમાં વહેંચાયેલા આ પાર્કમાં લાઈવ શો, રોલર કોસ્ટર, થીમ્ડ એન્ટરટેઈનમેન્ટ શો કોઈ પણ ઉંમરના લોકો માટે દિલચસ્પ એક્સપિરિયન્સ બની રહે છે. અહીંની હાઈથ્રિલ રાઈડ્સમાં સુપરજાયન્ટ નાઈટ્રો રાઈડ , ડેર ટુ ડ્રોપ, રૅથ ઓફ ગોડ, આઈ ફોર ઈન્ડિયા, ડીપ સ્પેસ, મિસ્ટર ઈન્ડિયા, રાજાસોરસ રિવર એડવેન્ચર, છોટા ભીમ રાઈડ ઉપરાંત ઘણી રોમાંચક રાઈડ્સ છે... તો વૉટરપાર્કમાં રેઈનડાન્સ થી લઈને રુંવાડા ઉભા કરનારી વૉટરરાઈડ્સ માણવા મળે છે.
સ્નો પાર્કમાં ગરમી મેં ઠંડી કા અહેસાસ જેવી ફીલિંગ સાથે અલગ અલગ બર્ફીલી એક્ટિવિટીઝ છે. ઈમેજિકા થીમ પાર્ક આખું ફરવાની ઈચ્છા છે તો તમારે ત્રણ દિવસ જેવો સમય લઈને જવું પડશે. જેમાં અમ્યુઝમેન્ટ પાર્ક, વૉટરપાર્ક અને સ્નોપાર્કની મજા તમે માણી શકો.
તો ગ્રાન્ડ ઈમેજિકા પરેડમાં કેરેક્ટર પરેડનો આનંદ લઈ શકાય. સાથે જ અહીંના સ્પેશિયલ મસ્કોટ ટબી અને અન્ય મર્ચેન્ડાઈઝની ખરીદી તમે કરી શકો છો. જો કે ઈમેજિકાની ટિકિટ ખરીદતા પહેલા એટલું ધ્યાન રાખવું કે વીકેન્ડ્સના બદલે તમે વીકડેઝમાં ઓછી ભીડ વચ્ચે સારી રીતે તમામ રાઈડ્સ એન્જોય કરી શકશો તો સામાન્ય ટિકિટ લઈને ભીડમાં રાહ જોવાને બદલે એક્સ્પ્રેસ ટિકિટ તમને દરેક રાઈડમાં પહેલા એન્ટ્રી અપાવશે.
ટાઈમિંગ- 11.00 am થી રાત્રે 8 .00 pm
ટિકિટ ચાર્જીસ – અનલિમિટેડ કોમ્બો થીમપાર્ક પેકેજ – 2999 રુ.
અનલિમિટેડ કોમ્બો વોટરપાર્ક પેકેજ – 2099 રુ.
રામોજી ફિલ્મ સિટી , હૈદરાબાદ
ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે ઘુમવા માટે હૈદરાબાદનો રામોજી ફિલ્મ સિટી એક શાનદાર જગ્યા છે. 1991માં રામોજી રાવ દ્વારા સ્થપાયેલા આ ફિલ્મસિટીની મુલાકાત ફિલ્મપ્રેમીઓ માટે યાદગાર બની જાય છે. અહીં તમને ફિલ્મ ટૂર, એડવેન્ચર સ્પોર્ટ, ટોયટ્રેન જેવા અટ્રેક્શન્સ અનુભવવા મળશે તો અહીં આવેલા ખૂબસૂરત ગાર્ડનના રંગબેરંગી ફુલોની સુંદરતા તમને ગમી જશે.
તમારી જાણકારી માટે જણાવી દઉં કે રામોજી ફિલ્મ સિટી દુનિયાનો સૌથી મોટું ફિલ્મ સ્ટુડિયો કૉમ્પ્લેક્સ છે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. રામોજી ફિલ્મ સિટીમાં તમને લંડન સ્ટ્રીટ, હોલિવૂડ સાઈનેજ, જાપાનીઝ ગાર્ડન્સ, એરપોર્ટ, વિશાળ મેન્શન્સ, મોર્ડન સિટીસ્પેસ , રુરલ સેટિંગ ઉપરાંત સ્ટાર અટ્રેક્શન જેવો બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલિનો શૂટિંગ સેટ પણ જોવા મળશે. હવે રામોજી ફિલ્મ સિટીમાં તમે શું કરી શકો એ વિશે કરીએ વાત...રામોજી ફિલ્મ સિટીમાં તમને એક સિનેમેજિકલ એક્સપિરિયન્સ મળશે..જ્યાં તમને ટોલિવૂડ અને બોલિવૂડના મોસ્ટ આઈકોનિક લોકેશન્સના બિહાઈન્ડ ધ સીન્સ નજારા લાઈવ ફિલ્મ સ્ટુડિયોમાં જોવા મળશે.
એસી કે નોન એસી વિન્ટેજ બસ કે કોચમાં ફિલ્મ સિટીની ટુરમાં આપ કાર્નિવલ પરેડ, લાઈવ ડીજે પરફોર્મન્સ, બાહુબલિ સેટ વિઝિટ, થીમેટિક ઓપનિંગ સેરેમનીનો લહાવો લઈ શકો તો બિગ ઝિપલાઈન, નેટ કોર્સ, માઉન્ટ બાઈકિંગ, હાઈ રોપ કોર્સ જેવા થ્રિલિંગ એડવેન્ચર પણ માણવાનો ચાન્સ મળે.
રામોજી ફિલ્મ સિટીમાં ઘુમવા માટે તમે 2 દિવસ જેવો સમય લઈ શકો જો તમારે આખું ફિલ્મસિટી ઘુમવું છે તો. પરંતુ તમારી પસંદગીની જગ્યાઓ અને એક્ટિવિટીઝ માટે રામોજી ફિલ્મ સિટીમાં ટિકિટ બુકિંગ માટે તમને અલગ અલગ પેકેજીસ મળે જેમાં રામોજી ફિલ્મસિટીના અટ્રેક્શન્સને વહેંચવામાં આવ્યા છે. કેટલાક પેકેજીસમાં લંચ અને ડિનર પણ શામેલ રહે છે. આ પેકેજીસના ચાર્જીસ અલગ અલગ છે. કેટલાક પેકેજ 2 દિવસના છે.
ટાઈમિંગ – 9.00 am થી સાંજે 9.00 pm
ટિકિટ ચાર્જ – રામોજી ફિલ્મ સિટી ફિલ્મી ફન ફેર – એડલ્ટ 677 રુ. ,ચાઈલ્ડ -508 રુ.,
રામોજી ફેસ્ટિવ સ્ટુડિયો ટુર – એડલ્ટ 1350 રુ, , ચાઈલ્ડ -1150 રુ.
રામોજી ફેસ્ટિવ સ્ટાર એક્સપિરિયન્સ–એડલ્ટ- 2549 રુ. , ચાઈલ્ડ 2349 રુ.
વૉટર કિંગડમ, મુંબઈ
મુંબઈનો સૌથી પોપ્યુલર થીમ પાર્ક એટલે વૉટર કિંગડમ... અહીંની રાઈડ્સ અને એડવેન્ચરસ એક્ટિવિટીઝ મુલાકાતીઓને મજ્જાનો અનુભવ કરાવે છે. આ પાર્કમાં ઘણા સ્ટાર અટ્રેક્શન્સ ઉમેરવામાં પણ આવ્યા છે જે આવનારા પ્રવાસીઓનું મનોરંજન કરે છે. વોટર રાઈડ્સ જેને પસંદ આવે છે એમના માટે વૉટર કિંગડમ છે બેસ્ટ પ્લેસ. વૉટર કિંગડમમાં રાઈડ્સને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે...બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ આ થીમ પાર્કની મજા માણી શકે તેવી ફેમિલી રાઈડ્સ પણ છે તો ફન અને થ્રિલનો અનુભવ કરાવતી રાઈડ્સ કે યંગસ્ટર્સને પસંદ આવે. એડલ્ટ રાઈડ્સ કે જેમાં ટ્વિસ્ટ્સ, ટર્ન્સ, ડેરિંગ ડ્રોપ્સનો અહેસાસ કરાવતી રાઈડ્સ જેમાં કાચા પોચાનું કામ નહીં. તો દરિયાનો અનુભવ કરાવતો વેવપૂલ પણ રોમાંચનો અનુભવ કરાવશે.
બચ્ચાઓ માટે સ્લીપરી સ્લોપ્સ, ટમ્બલિંગ બકેટ્સ અને પાણીમાં છબછબિયા કરાવતો વોટર પૂલ ધ લગૂન પણ છે...જ્યાં પાણીની છોળો વચ્ચે મોજ અને મસ્તીનો દરિયો છલકાતો હોય. તો નાના બચ્ચાઓ માટે ટિક ટૅક ટોટ જેવું સ્ટારઅટ્રેક્શન પણ છે જ્યાં બાળકો અલગ અલગ એક્ટિવિટીઝ અને રમતો એન્જોય કરી શકે. વોટર કિંગડમની મુલાકાત માટે બુકિંગ કરાવવાનું વિચારો તો અલગ અલગ ઓફર્સ જરુરથી ચૅક કરી લેવી.
વોટર કિંગડમની સાથે જ આવેલું છે એસ્સેલવર્લ્ડ બર્ડ પાર્ક...કે જ્યાં પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષીપ્રેમીઓ માટે છે લાજવાબ એક્સપિરિયન્સનો ચાન્સ. 400 જેટલા 50થી વધુ પ્રજાતિના પક્ષીઓ રાખવામાં આવ્યા છે અહીંયા...જેમની ખૂબસૂરતી પર્યટકોના દિલ જીતે છે.
ટાઈમિંગ – 10.00 am થી 7.00 pm , શનિવાર-રવિવારે 10.00 am થી 8.00 pm
ટિકિટ ચાર્જ - વોટર કિંગડમ - એડલ્ટ 1350 રુ. ,ચાઈલ્ડ 950 રુ.
બર્ડ પાર્ક – 600 રુ.
વંડરલા પાર્ક, બેંગલુરુ
વંડરલા હૈદરાબાદ વિશે તો તમે જાણ્યું પરંતુ બેંગાલુરુમાં પણ વંડરલા અમ્યુઝમેન્ટપાર્ક આવેલું છે જેમાં 50થી પણ વધારે રોમાંચક રાઈડ્સ આવેલી છે...એડ્રિનાલિન રશ વધારે એવી થ્રિલિંગ રાઈડ્સનો આનંદ માણવાનું પાર્કના મુલાકાતીઓ માટે એક્સાઈટિંગ અનુભવ રહે છે. આ અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાતે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે ત્યારે અહીં બાળકો હોય કે પછી મોટેરા તમામને તેમની પસંદગીની રાઈડ્સ માણવા મળે છે તેમાં પણ રિવર્સ રોલર કોસ્ટર અહીંની સ્પેશિયાલિટી છે. હાઈ થ્રિલ રાઈડ્સ, લેન્ડ રાઈડ્સ, વોટર રાઈડ્સ અને કિડ્સરાઈડ્સ જેવા ઓપ્શન્સ વન્ડરલા બેંગાલુરુમાં ઉપલબ્ધ છે.
વન્ડરલા બેંગલુરુમાં જે રાઈડ્સ દિલધડક અનુભવ કરાવે તેમાં રિકોઈલ, ફ્લેશ ટાવર, ઈક્વિનોક્સ, ઈન્સેનિટી, હરિકેન, વાય સ્ક્રીમ, ટેકનો જમ્પ, મેવરિક, ડ્રોપઝોન જેવા અધધધ..રાઈડ્સ ઓપ્શન મળે છે. તો આખું ફેમિલી એન્જોય કરી શકે તેવા અટ્રેક્શનમાં સ્કાય ટિલ્ટ, વેવ રાઈડર, એડવેન્ચર ઓપ ચીકુ, પાયરેટ શિપ, ટર્માઈટ કોસ્ટર, નેટ વૉક જેવી રાઈડ્સ અને એક્ટિવિટીઝની ભરમાર છે. વૉટરરાઈડ્સ માણવાની ઈચ્છા હોય તો ડ્રોપલૂપ, જંગલલગૂન, લેઝી રિવર, બૂમરેંગ, હારાકિરી, ફન રેસર્સ, રેઈન ડિસ્કો, પ્લે પૂલ્સ, વેવી એન્ડ વર્ટિકલ ફોલ્સ જેવી રાઈડ્સ રોમાંચનો ડબલ ડોઝ ફીલ કરાવશે. લિટલ બચ્ચાઓ માટે મેજિક મશરૂમ, મિની પાયરેટ શિપ, કિડી વ્હીલ, મિની એક્સપ્રેસ, જમ્પિંગ ફ્રોગ જેવી ક્યુટ અને ક્રેઝી એક્ટિવિટીઝ મળી રહે છે. પાર્કમાં ડિલિશિયસ ફુડ પણ તમે એન્જોય કરી શકો છો.
ટાઈમિંગ – 11 amથી 6 pm (સોમથી શુક્ર)
11 am થી 7 pm (શનિઅને રવિ)
વોટરપાર્ક ટાઈમિંગ – 12.30 pm થી 5.00 pm (સોમથી શુક્ર )
12.00 pm થી 6.00 pm
ટિકિટ ચાર્જ – એડલ્ટ 1399 રુ , ચાઈલ્ડ 1118 રુ.
ફાસ્ટ ટ્રેક - એડલ્ટ 2795 રુ. , ચાઈલ્ડ 2236 રુ.
નિક્કો પાર્ક, કોલકાતા
જો આપ પશ્ચિમ બંગાળની સફર પર છો તો કોલકાતાનું ડિઝનીલેન્ડ ગણાતું નિક્કો પાર્ક તમારી રાહ જોઈ રહ્યું છે. તમામ ઉંમરના લોકોના મનોરંજનનો ખજાનો છે આ નિક્કો પાર્ક. વોટર રાઈડ્સની સાથે અન્ય એડવેન્ચરસ રાઈડ્સ આ પાર્કની ખાસિયત છે. કોલકાતાની મુલાકાત લેનારા પર્યટકો આ વિશાળ અમ્યુઝમેન્ટ પાર્કના એન્ટરટેઈનિંગ એક્સપિરિયન્સ માટે જરુરથી પહોંચતા હોય છે...અહીંની દિલચસ્પ રાઈડ્સની વાત કરીએ તો નિક્કો સુપર બાઉલ, બૉલર્સ ડેન, વેટ ઓ વાઈલ્ડ, બોલિંગ એલી, પૂલ ટેબલ, એન્ટરટેઈનિંગ શોઝ અને બીજા તો કંઈ કેટલાય અમેઝિંગ આકર્ષણો છે આ પાર્કમાં.
નિક્કો અમ્યુઝમેન્ટ પાર્કમાં 13 જેટલી રાઈડ્સ તમને મીનીમમ એન્ટ્રી ટિકિટની સાથે મળે છે...ફેમિલી રાઈડ્સમાં કેબલકાર, કેટર પિલર, ક્રેઝી ટી પાર્ટી રાઈડ, લેઝી રિવર રાઈડ, શૂટ ધ ભૂત, ટોયટ્રેન જેવી રાઈડ્સ તો કિડ્સ માટે ચિલ્ડ્રન્સ કોર્નર, મેરી ગો રાઉન્ડ જેવી મજ્જાની રાઈડ્સ, અને થ્રિલ રાઈડ્સમાં બુલ રાઈડ, સાયક્લોન, ફ્લાઈંગ સોસર, સ્કાય ડાઈવર, મૂન રેકર, ટ્વિસ્ટ એન્ડ ટર્ન, વોટર કોસ્ટર જેવી રાઈડ્સ રોમાંચનો અનુભવ કરાવે છે. નિક્કો પાર્કમાં જ આવેલું છે વેટ ઓ વાઈલ્ડ વોટર પાર્ક જ્યાં વૉટરરાઈડ્સનો છે ખજાનો. કોલકાતા નિક્કો પાર્કની ટિકિટ બુકિંગ કરાવતા સમયે સ્પેશિયલ ઓફર્સ ચેક કરવાનું ચૂકતા નહીં.
ટાઈમિંગ - 10.30 થી સાંજે 6.00 , 7.30 સુધી રાઈડ્સ.
ટિકિટ ચાર્જ - 600 રુ થી 1400 રુ. સુધીના અલગ અલગ પેકેજ
ક્રેઝી કારનામા અને એક્ટિવિટીઝના શોખીનો માટે આ તમામ થીમ પાર્ક અને એડવેન્ચર પાર્ક એક અનોખો અનુભવ કરાવે છે. તો હવે વધારે વેઈટ ન કરતા પસંદગીના વન્ડર પાર્કની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરીને એન્જોય કરો માઈન્ડ બ્લોઈંગ મસ્તી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો