મનાલી હિલ સ્ટેશન
મનાલી ભારતના હિમાચલ પ્રદેશમા સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે જે દેશભરમા પર્યટન અને હનીમુન સ્પોટ તરિકે પ્રસિદ્ધ છે. પોતાની કુદરતી સુંદરતા, ફુલોના બગીચાઓ, બરફથી ઢંકાયેલા પહાડો અને લાલ ચટ્ટાક સફરજનના કારણે લોકપ્રિય મનાલી ભારતના સૌથી સુંદર અને ઊંચા હિલ સ્ટેશનમાનુ એક છે. મનાલી ટ્રીપમા તમે ટ્રેકીંગ, સ્કીઈંગ, પેરાગ્લાઈડીંગ, રાફ્ટીંગ અને માઉંટેન ક્લાઈમ્બીંગ જેવી એક્ટિવિટિઝ એંજોય કરી શકો છો.
ફરવા જવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી ફેબ્રુઆરી
મનાલીની સુખદ અને સમ્પુર્ણ યાત્રા માટે 4-5 દિવસ તો ચોક્કસ નિકાળો.
ખજ્જિઆર હિલ સ્ટેશન
હિમાચલ પ્રદેશમા ડેલહાઉસી નજીક સ્થિત ખજ્જિઆર ભારતના મનપસંદ હિલ સ્ટેશનોમાનુ એક છે કે જેને ભારતનુ મિની સ્વિટ્ઝર્લેંડ પણ કહેવામા આવે છે. આ નાનકડા ગામના જંગલો, તળાવો અને મેદાનો પર્યટકોને એક અલગ જ આનંદનો અનુભવ કરાવે છે. 6,500 ફુટની ઊંચાઈ પએ સ્થિત ખજ્જિઆર પોતાના કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યોના કારણે તમારા માનસપટ પર એક વિશિષ્ટ છાપ છોડે છે. એક તો ખજ્જિઆરના લીલા ઘાસના મેદાનો અને ગાઢ જંગલો, ઊપરાંત ત્યાના આકર્ષક મંદિરો તેને વધુ પ્રસિદ્ધ બનાવે છે. તમે અહિ ફરવા સિવાય બીજી ઘણી એડવેંચર એક્ટિવિટિઝનો આનંદ લઈ શકો છો જેમ કે પેરાગ્લાઈડીંગ, ઘોડેસવારી અને ટ્રેકીંગ.
ફરવા જવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી માર્ચ
ખજ્જિઆર માટે પણ તમે 3-4 દિવસ તો ગણી જ લો.
કિલોંગ હિલ સ્ટેશન
લાહૌલ અને સ્પિતિ વેલીની મધ્યમા સ્થિત કિલોંગ હિલ સ્ટેશન ફેમિલિ કે ફ્રેંન્ડ્સ ટ્રીપ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અને એમા પણ જો તમને શાંત જગ્યા ગમતી હોય તો તો સોનામા સુગંધ ભળ્યા જેવુ. સુકા અને ઠંડા વાતાવરણને કારણે અહિ ખાસ હરિયાળી તો જોવા મળતી નથી પરંતુ અહિના બરફથી ઢંકાયેલા પહાડૉ અને ચારેય બાજુ ફેલાયેલી ધુમ્મસ જોવા જેવી ખરી. 3080 ફુટની ઊંચાઈ પર સ્થિત કિલોંગમા ઘણી મોનેસ્ટેરિઝ પણ છે. આ સિવાય તમે કિલોંગ ટ્રીપને વધુ રોમાંચક બનાવવા માગતા હો તો ટ્રેકિંગ, કેમ્પિંગ અને બર્ડ વોચિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો.
ફરવા જવાનો શ્રેષ્ઠ સમય: ફેબ્રુઆરી થી જૂન
ફરવા માટે 3-4 દિવસનો સમય અનુકુળ રહેશે.
બીર-બિલિંગ હિલ સ્ટેશન
ભારતીય હિમાલયની તળેટીમા ચા ના બગીચાઓ અને જંગલોની વચ્ચે સ્થિત બીર-બિલિંગ પેરાગ્લાઈડીંગ સહિત અન્ય એડ્વેંચર્સ માટે લોકપ્રિય છે. આ સ્થળ ધીમે ધીમે ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન તરિકે ઊભરી રહ્યુ છે અને હર વર્ષે હજારો પર્યટકોને આકર્ષે છે. ફ્રેંડ્સ કે કપલ્સ માટે પણ આ હિલ સ્ટેશન એટલુ જ રોમાંચક સ્થળ છે. આ સિવાય તમે અહિ હિરણ પાર્ક અને ચા ના બગીચાઓની સેર કરી આનંદ માણી શકો છો.
ફરવા જવાનો શ્રેષ્ઠ સમય: એપ્રિલ થી જૂન
બીર માટે પણ 3-4 દિવસ તો ઓછામા ઓછા પ્લાન કરો.
શિમલા હિલ સ્ટેશન
કુદરતી સુંદરતાથી ભરપુર શિમલા પણ હિમાચલના પ્રમુખ હિલ સ્ટેશનોમાનુ એક છે કે જે ઊનાળાની રજાઓ વિતાવવા માટે એક આદર્શ સ્થાન છે. શિમલા મુખ્યત્વે મૉલ રોડ, ટોય ટ્રેન અને તેંની વાસ્તુકલા માટે તથા હનીમુન માટે ખુબ પ્રખ્યાત છે. તમારી જાણ ખાતર એ કહી દવ કે 2200 મીટર ઊંચાઈ પર સ્થિત શિમલા દેશના સૌથી સુંદર પર્યટન સ્થળોમાનુ એક છે. બ્રિટિશ ભારતની પૂર્વવર્તી રાજધાની તરિકે પ્રસિદ્ધ શિમલા ત્યાની અદ્ભુત સુંદરતા અને મનમોહક વાતાવરણના કારણે પર્યટકોને અહિ ફરીથી આવવા મજબુર કરી દે છે. શિમલાના ઐતિહાસિક મંદિરોની સાથે સાથે અહિની કોલોનિયલ શૈલીની ઈમારતો જોઈ પર્યટકો મંત્રમુગ્ધ થઈ જાય છે.
ફરવા જવાનો શ્રેષ્ઠ સમય: નવેમ્બર થી ફેબ્રુઆરી
શિમલાને ભરપુર માણવા 3-4 દિવસનો સમય ચોક્કસ ફાળવો.
મેકલોડ્ગંજ હિલ સ્ટેશન
ધર્મશાળા નજીક સ્થિત મેકલોડ્ગંજ હિમાચલનુ ફેમસ અને પ્રમુખ હિલ સ્ટેશન છે કે જે ટ્રેકર્સમા ઘણૂ લોકપ્રિય છે. ચારેય બાજુથી બરફથી ઢંકાયેલ પહાડો અને કેટલીય સુંદર મોનેસ્ટેરિઝ સાથે મેકલોડ્ગંજ એક શાંત અને આદર્શ સ્થળ છે અને સ્નોફૉલના કારણે ભારતનુ સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાનુ એક છે. મેકલોડ્ગંજ એક સુંદર શહેર છે જે તિબેટીયન આધ્યત્મિક ગુરુ દલાઈ લામાનુ ઘર હોવાના કારણે દુનિયાભરમા પ્રસિદ્ધ છે. રાજસી પહાડીઓ અને હરિયાળીની વચ્ચે વસેલુ મેકલોડ્ગંજ સાંસ્કૃતિક રુપથી તિબેટીયન શૈલીથી પ્રભાવિત છે અને ફરવા માટે બેસ્ટ છે. આ હિલ સ્ટેશન ફેમિલી વેકેશન, વિકેંડ અને હનીમુન માટે મોટી સંખ્યામા લોકોને આકર્ષિત કરે છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: ઑક્ટોબર થી ફેબ્રુઆરી
2-3 દિવસ પર્યાપ્ત છે મેક્લોડ્ગંજ ફરવા માટે.
ચમ્બા હિલ સ્ટેશન
હિમાચલ પ્રદેશમા રાવી નદીના કિનારે 996 મીટરની ઊંચાઈ પર સ્થિત ચમ્બા એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન તેના દૂધ, મધની વેલી, ઝરણાઓ, મંદિરો, ઘાસના મેદાનો, ચિત્રો અને તળાવો માટે ઘણૂ ફેમસ છે. 17મી અને 19મી સદી વચ્ચે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમા ઉત્પન્ન થયેલ ચમ્બામા હસ્તશિલ્પ અને વસ્ત્ર ક્ષેત્ર, પાંચ ઝિલ, પાંચ વન્યજીવ અભ્યારણ્ય અને કેટલાય મંદિરો છે. ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનના લિસ્ટમા હોવાના કારણે ચમ્બા માત્ર ભારતમા જ નહિ પરંતુ દેશભરના પર્યટકોને આકર્ષે છે.
ફરવા જવાનો શ્રેષ્ઠ સમય: માર્ચ થી જૂન
ચમ્બાની સખદ યાત્રા માટે 1-2 દિવસનો સમય પર્યાપ્ત છે.
મનાલીના ટૂર પેકેજ જોવા અહિ ક્લિક કરો.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.