Day 1
ચોમાસુ રાહતના છાંટા લાવવાની સાથે સાથે ઓગસ્ટમાં ભારતની સૌથી સારી જગ્યાઓએ ફરવા જનારા માટે પણ ઘણાં બધા લાભ લઇને આવે છે. ઓગસ્ટમાં ચોમાસુ પુરબહારમાં ખીલે છે. પ્રાકૃતિક સુંદરતા તેની ચરમસીમા પર હોય છે. સાથે જ નદી, ઝરણાં, વોટરફૉલ્સ જોવાની મજા પણ કંઇક અલગ જ હોય છે. ચોમાસા દરમિયાન વીકેન્ડમાં પણ લોકો ફરવા જાય છે અને ટ્રેકિંગ, બોટિંગ, કાયકિંગ, સ્કીઇંગ, સાઇકલિંગ વગેરે ચીજોનો આનંદ પણ ઉઠાવે છે. પરંતુ શું તમે ફેરી રાઇડનો આનંદ લીધો છે? જો તમારો જવાબ ના છે તો ચોમાસામાં ફેરી રાઇડ કરવાનો પોતાનો એક અલગ જ અંદાજ છે. ઘણી મોટી સંખ્યામાં લોકો ફેરી રાઇડ માટે દેશભરની મુસાફરી કરે છે. જો તમે પણ ચોમાસામાં ફેરી રાઇડનો આનંદ માણવા માંગો છો તો દેશની આ શ્રેષ્ઠ જગ્યાઓ પર એકવાર જરુર જાઓ.
મુંબઇ
ફેરી રાઇડ માટે મુંબઇ એક યોગ્ય જગ્યા છે. જો તમારે અહીં ફેરી રાઇડની મજા લેવી હોય તો ગેટવે ઓફ ઇંડિયા પર જવું પડશે. ફેરી રાઇડ દ્ધારા તમે એલિફંટા ટાપુ સુધી જઇ શકો છો. સાથે જ રાઇડ પછી તમે મુંબઇના બીજા જોવાલાયક સ્થળો પણ ફરી શકો છો.
વેમ્બનાડ સરોવર
કેરળના કોટ્ટયમ જિલ્લાથી ફક્ત 15 કિલોમીટરના અંતરે વેમ્બનાડ સરોવર છે. તમને જણાવી દઉં કે આ સરોવરને કેરળ રાજ્યમાં અલગ અલગ નામથી સંબોધિત કરવામાં આવે છે. જેમ કે કોચીમાં કોચી તળાવ, કોટ્ટાયમમાં વેમ્બનાડ અને કુટ્ટનદમાં પુન્નમદા તળાવ વગેરે. જો કે સ્થાનિક લોકો દ્ધારા આને વેમ્બનાડ કોલ કે વેમ્બનાડ કયાલના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ સરોવર કેરળ બેકવોટર માટે સૌથી લોકપ્રિય સ્થાન છે. તમે આ સરોવરથી અદ્ભુત સૂર્યાસ્તનું દ્રશ્ય પણ જોઇ શકો છો. વેમ્બનાડ સરોવર, કુમારકોમ પર તમે નૌકા વિહાર, માછલી પકડવા અને અદ્ધિતિય દર્શનીય સ્થળોનો અનુભવ કરી શકો છો. આ સરોવરને નિશ્ચિત રીતે કેરળના સૌથી સારા સરોવરોમાંનું એક કહેવામાં આવે છે. આ સરોવર ઘણી નદીઓ સાથે જોડાયેલું છે. વેમ્બનાડમાં હાઉસ બોટની સાથે-સાથે ફેરી રાઇડની સુવિધા પણ છે. આ સરોવરમાં તમે ફિશિંગ પણ કરી શકો છો. વરસાદના દિવસોમાં ફેરી રાઇડનો આનંદ ઉઠાવવા માટે વેમ્બનાડ સરોવર જરુર જાઓ.
કોચી, કેરળ
કેરળ ભારતનું એક સુંદર રાજ્ય છે જે પોતાના બૅકવોટર માટે દુનિયાભરમાં મશહૂર છે. ભારતના કેરળ રાજ્યમાં આકર્ષિત સરોવર, નહરો, લગૂન અને જ્વારનદમુખ વગેરે છે. કેરળનું નામ આવતા જ આપણા મનમાં બૅકવોટરમાં ફરવાની ઇચ્છા જાગ્રત થઇ જાય છે. કેરળ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેરળ હનીમૂન, બેબીમૂન સહિત વીકેંડ હૉલિડે મનાવવા માટે આવે છે. સાથે જ તમે કેરળમાં ફેરી રાઇડનો આનંદ ઉઠાવી શકો છો. કેરળના કોચીમાં ફેરી રાઇડની સુવિધા ઉપલબ્ધ છે. તો જ્યારે તમે કેરળ ફરવા જાઓ તો ફેરી રાઇડનો આનંદ જરુર ઉઠાવો.
ચિલ્કા સરોવર
ભારતના ઓરિસ્સા રાજ્યમાં ચિલ્કા સરોવર છે. ચિલ્કા સરોવર એક એવી જગ્યા છે જ્યાં દરેક પોતાના જીવનમાં એકવાર જરુર જવા માંગે છે. અહીં પર્યટકો પોતાના પરિવાર, બાળકો અને કપલમાં ફરવા આવી શકે છે. ચિલ્કા સરોવર દેશના સૌથી મોટા ખારાપાણીના સરોવરમાંનુ એક છે. આ સરોવર લગભગ 1100 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે. આ સરોવરમાં ઘણાં ટાપુ છે અને આ જગ્યા ખાસ કરીને જળચર વનસ્પતિ, જીવ જંતુઓ અને અનેક પ્રકારના પક્ષીઓ તેમજ પક્ષી વિહારના આકર્ષક નજારા માટે જાણીતી છે. આ સરોવરની પાસે સૂર્યોદય અને સૂર્યાસ્તનું સામેથી પસાર થવું એક અલગ જ અનુભવ આપે છે. આ જગ્યા પર તમે બોટિગ અને માછલી પકડવા જેવા કામ પણ કરી શકો છો. આ સરોવરમાં માછલીઓ વિપુલ માત્રામાં છે. જો તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે તો ચિલ્કા સરોવરની યાત્રા તમારી ઝીંદગીની યાદગાર પળ બનાવી શકે છે. વરસાદની સીઝનમાં આ સરોવરનું પાણી મીઠુ થઇ જાય છે. તો અન્ય સીઝનમાં સરોવરનું પાણી ખારુ રહે છે. સાથે જ અનેક પ્રકારના પક્ષીઓના પણ ચિલ્કા સરોવરમાં દર્શન કરી શકો છો. 160થી વધુ પ્રજાતિના પક્ષીઓ ચિલ્કા સરોવરમાં જોવા મળે છે.