ઝિંદગીની ભાગદોડ વચ્ચે કેટલોક સમય કામકાજ અને પરેશાનીઓથી દૂર શાંતિથી પસાર કરવામાં આવે તો આત્માને તાજગી મળી જાય છે. બિઝી લાઇફસ્ટાઇલ અને વર્ક લોડથી તણાવ વધવાની સાથે જ સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. તમે જાણો છો કે ટ્રાવેલ કરવાથી પણ તમારી હેલ્થ સારી રહે છે. ટ્રાવેલ એક સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. ટ્રાવેલ કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ તો થાય જ છે સાથે સાથે માઇન્ડ પણ ફ્રેશ થઇ જાય છે. ટ્રાવેલ કરવાથી તમે વધારે ખુશ અને સંતુષ્ટ રહો છો. કેટલાક લોકો ફરવા માટે ફક્ત વિદેશોને જ બેસ્ટ માને છે. તેમને લાગે છે કે વિદેશોમાં જ એડવેન્ચર પ્લેસ આવેલા છે જ્યાં તેઓ મોજમસ્તી કરી શકે છે. તમે પણ એડવેન્ચરને પસંદ કરો છો અને આવનારા સમયમાં ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો આપણા દેશમાં જ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારી ફરવાની ઇચ્છા પૂર્ણ કરી શકો છો.
ગુલમર્ગ છે સુંદર એડવેન્ચર પ્લેસ:
ગુલમર્ગને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે જે એડવેન્ચર માટે જબરજસ્ત જગ્યા છે. ગુલમર્ગ પીરપંજાલ રેન્જની સુંદર ખીણ છે, શિયાળામાં અહીંના પહાડો બરફની સફેદ ચાદરથી ઢંકાઇ જાય છે. જેમાં ઘણી વિન્ટર ગેમ્સની મજા લઇ શકાય છે. અહીં સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, આઇસ સ્કેટિંગ, ગોંડોલા, હેલી સ્કીઇંગની મજા લઇ શકાય છે.
ઉત્તરાખંડમાં ઓલી છે બેસ્ટ પ્લેસ
ઉત્તરાખંડમાં સ્થિત ઓલી દિલ્હીથી 372 કિલોમીટર દૂર છે. ઑલીને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તે સંપૂર્ણ રીતે કાશ્મીરના જેવું બની જાય છે. તમે અહીં સ્કીઇંગની મજા ઉઠાવી શકો છો. આ ઉપરાંત, આઇસ સ્કેટિંગ અને સ્નોબોર્ડિંગની મજા પણ તમે લઇ શકો છો.
હિમાચલની સોલાંગ વેલી:
હિમાચલમાં સ્થિત સોલાંગ વેલી મનાલીથી થોડેક જ દૂર છે જે એડવેન્ચર લવર માટે સૌથી સારી જગ્યા છે. અહી પેરાગ્લાઇડિંગ, જોર્બિંગ, એટીવી રાઇડર, રૉક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, રિવર ક્રોસિંગ, સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને સ્નો ટ્રેકિંગ જેવા એડવેન્ચર પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
ઑફ સીઝનમાં ગાઇડની સાથે 15-20 મિનિટ સુધી પેરાગ્લાઇડિંગ કરવાનો ચાર્જ લગભગ 3000 રુપિયા છે પરંતુ ચાર્જ તહેવારોમાં 5000 રુપિયા સુધી પણ પહોંચી જાય છે.
જો તમે અહીં સુધી આવ્યા છો તો રોપ વેનો અનુભવ કરવાનું બિલકુલ ન ભૂલો. તમે અહીં નીચે સ્થિત સ્કી-રિસોર્ટથી ટિકિટ ખરીદી શકો છો. એકવાર તમે રોપ વે દ્ધારા શિખર પર પહોંચી ગયા તો લીલાછમ મેદાનોના ઢોળાવ પર ચઢતા અંત સુધી પહોંચી જાઓ. જો તમને ઊંચાઇથી ડર નથી લાગતો તો દ્રશ્ય જોવાલાયક બનશે. અને હાં, અહીં પોતાનો સ્માર્ટફોન લઇ જવાનું ન ભૂલતા કારણ કે દ્રશ્ય એટલા સુંદર છે કે તમારુ મન હિમાલયની સાથે સેલ્ફી ખેંચવાનું કામ કરશે.
હિમાચલ પ્રદેશનું સુંદર ડેસ્ટિનેશન છે નારકંડા:
નારકંડા હિમાચલ પ્રદેશનું જ ઘણું સુંદર ડેસ્ટિનેશન છે જે શિમલાથી 65 કિલોમીટર દૂર આવેલું છે. નારકંડા પણ શિમલા જેટલું જ સુંદર છે પણ એટલું ફેમસ નથી. પરંતુ જો તમે શિમલા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો નારકંડા જરૂર જવું જોઈએ. અહિં તમને શિમલા કરતા ઓછી ભીડ અને વધુ તાજગી અનુભવાશે. સાથે જ અહિં ફરવા માટે ઘણું બધુ છે. કુદરતી દ્રશ્યો બધાને લોભાવે છે.
નારકંડા ભારત અને તિબેટની સીમા પાસે આવેલુ છે. અહિં તમને પ્રાકૃતિક સૌદર્ય સાથે ઘણાં પ્રાચીન મંદિરો જોવા મળશે. જેમાં મહામાયા મંદિર, હાટુ પીક, થાનેદાર મંદિર અને ગાર્ડન, સફરજનના બગીચા અને ઝરણા તથા ઘાટીઓ સામેલ છે.
અહિં સ્કીઈંગ અને ટ્રેકિંગની મજા માણી શકો છો. પહાડોની બરફવર્ષા જોવા માટે ડિસેમ્બરમાં અહિં જઈ શકો છો.