Day 1
આજકાલ હરવા-ફરવાનું દરેકને પસંદ આવે છે. પરંતુ કેટલાક લોકો તો ઇચ્છા હોવા છતાં ફરવા નથી જઇ શકતા. જો કે, આવા લોકોના ફરવા ન જવા પાછળ ઘણાં કારણો હોય છે પરંતુ તેમાંથી એક, જેમ કે કોઇની પાસે પૈસાની તંગી હોવી, તો કેટલાક લોકો એવા હોય છે જેમને સાથે ફરવા માટે દોસ્ત નથી મળી શકતા કે પછી કોઇની પાસે ફરવા માટે સમય નથી હોતો. આવા સંજોગોમાં લોકો પોતાની ઇચ્છાઓને મનમાં જ દબાવીને રાખે છે.
એવા ઘણાં લોકો છે, જેમને નોકરીના કારણે ફરવાનું પ્લાનિંગ કેન્સલ થઇ જાય છે. જો તમે પણ એવા લોકોમાં આવો છો જે નોકરીના કારણે અત્યાર સુધી ફરવા નથી જઇ શક્યા તો આજે આ આર્ટિકલની મદદથી જાણો કે કેવી રીતે તમે નોકરીની સાથે-સાથે હરવા-ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો અને તે પણ કોઇ રજા લીધા વગર.
વીકેન્ડ પર ફરવાનું પ્લાનિંગ કરો
આજકાલ વ્યસ્ત રહેનારા લોકો માટે સૌથી સારો સમય વીકેન્ડ રહે છે. જો તમને કામથી રજા નથી મળી રહી તો તમે વીકેન્ડ પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. વીકેન્ડ પર પણ પોતાની ટ્રિપનું અંતર 200-250 કિલોમીટર સુધીનું જ રાખો. જેનાથી તમે એક કે બે દિવસમાં કોઇપણ પરેશાની વગર ઘરે પાછા આવી શકો. આ રીતનું પ્લાનિંગ કરવાથી તમારો ફરવાનો શોખ પણ પૂરો થઇ જશે અને ઑફિસમાંથી રજા પણ નહીં લેવી પડે.
વર્ક ફ્રોમની સાથે-સાથે કરો ટ્રાવેલ
કોરોનાના કારણે આજકાલ ઘણી કંપનીઓ ઘરેથી જ કામ કરવાની છૂટ આપી રહી છે. જો તમે પણ ઘરેથી જ કામ કરી રહ્યા છો તો તમે તમારા બોસને રાતમાં કામ કરવા માટે મનાવી શકો છો અને દિવસે તમે ફરવા માટે જઇ શકો છો. આ રીતે તમારુ કામ અને હરવા-ફરવાનું બન્ને એક સાથે ચાલી શકે છે.
જો તમારી કંપની રાતમાં કામ કરવાની સુવિધા નથી આપતી તો જ્યાં તમે ફરવા જઇ રહ્યા છો તો ત્યાં તમે સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સાથે કામ કરી શકો છો.
મોટાભાગે રાતમાં કરો ટ્રાવેલિંગ
દિવસે સમય ન મળે તો રાતે ટ્રાવેલ માટે નીકળી શકો છો. આમ કરવાથી તમે સવારે તમારા ડ઼ેસ્ટિનેશન પર પહોંચી જશો અને પછી આખો દિવસ ફર્યા પછી રાતમાં પોતાના ઘરે પાછા ફરી શકો છો. આ રીતે તમે નોકરીની સાથે સાથે હરી-ફરી શકો છો.
જે સાધન મળે, તેમાં જ કરો યાત્રા
કેટલાક લોકોને હરવા ફરવાનો ઘણો શોખ હોય છે પરંતુ તેમને દૂર ફરવા જવું હોય છે જેના કારણે તેઓ પ્લેન, રેલવે કે બસના ભરોસે બેસી રહેતા હોય છે. આ બધા કારણોને કારણે ટ્રિપ કેન્સલ થઇ જાય છે. જો તમે ફરવાનો પ્લાન બનાવ્યો છે તો જે સાધન મળે ફટાફટ તેને બુક કરીને પોતાના ડેસ્ટિનેસન માટે નીકળી જાઓ. હરવા ફરવા માટે આમ તો કોઇ ગ્રુપની રાહ જોવાની જરુર નથી. તમે એકલા પણ ફરવા નીકળીને પોતાની ઇચ્છા પૂર્ણ કરી શકો છો.
રજાઓનો ઉઠાવો ભરપુર ફાયદો
તમે જરા વિચારીને જુઓ કે જે દિવસે રજા તે દિવસે ફરવું, જે દિવસે હોલિડે તે દિવસે એક ટ્રિપ. વાહ! શું દિવસો હશે તે, જો કે તમે પણ આવુ કરી શકો છો. એટલું પણ કોઇ મુશ્કેલ કામ નથી. એવુ ઘણીવાર થાય છે કે જ્યારે વીકેન્ડની સાથે સાથે કોઇ તહેવાર કે સરકારી રજા હોય છે. તો એક સાથે 3 કે 4 દિવસની રજા તમારી હરવા-ફરવાની ઇચ્છાને પૂર્ણ કરી શકે છે.
સવાર-સવારમાં કરો ટ્રિપનું પ્લાનિંગ
જો તમે ઇચ્છોછો કે એક દિવસમાં સાંજ સુધી કે રાત સુધી ઘરે પાછા આવી જવું છે તો તમે સવાર-સવારમાં ઘરેથી 6 વાગે નીકળી શકો છો. આ રીતે તમે ચાર કે પાંચ ટ્રિપને સાંજ સુધીમાં આરામથી પૂર્ણ કરી શકો છો. જો તમારી એક કે બે દિવસની ટ્રિપ છે તો પણ સવાર સવારમાં જ ફરવા માટે નીકળી પડો, તેનાથી તમે તમારા ડેસ્ટિનેશન પર સાંજ સુધી પહોંચી જશો અને રેસ્ટ કરીને પોતાનું થોડુક ઓફિસ કામ પણ કરી શકશો. જેથી બીજા દિવસે તમને કોઇ ઓફિસમાંથી પરેશાન ન કરે અને તમે શાંતિથી ફરી શકો.