હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં

Tripoto
Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 1/9 by Paurav Joshi

હિમાચલ પ્રદેશ ભારતના માનચિત્ર પર રહેલુ એક એવું રાજ્ય, જેને નજીકથી જોવાની ઇચ્છા દરેકની અંદર હોય છે. ઊંચા ઊંચા પહાડ, પ્રાકૃતિક સુંદરતાથી સજેલા મેદાનોની સાથે-સાથે ત્યાંના વ્યંજનોનો સ્વાદ ખાસ્સો લોકપ્રિય છે. જેથી આજે અમે આપના માટે હિમાચલમાં રહેલા કેટલાક ખાસ વ્યંજનોનું લિસ્ટ લઇને આવ્યા છે. જે તમારા વેકેશનને શાનદાર બનાવી શકે છે.

1. ધામ (Dhaam)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 2/9 by Paurav Joshi

ધામ સ્વાદિષ્ટ વ્યંજનોથી ભરેલી એક થાળી છે. તેમાં તમને દાળ, રાજમા, ચોખા, દહીં વગેરે ચાખવા મળી જશે. ગોળ આ પકવાનમાં ચાર ચાંદ લગાવી દે છે. તહેવાર અને ખાસ પ્રસંગો આના વગર અધુરા ગણાય છે. તેનો વ્યાપ મનાલી અને ચંબામાં વધુ જોવા મળે છે અને તેને હિમાચલ પ્રદેશનો મુખ્ય ખોરાક પણ કહેવામાં આવે છે.

2. તુડકિયા ભાત (Tudkiya Bhat)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 3/9 by Paurav Joshi

આ હિમાચલની ફેમસ રેસિપી છે અને જ્યારે પણ હિમાચલ પ્રદેશના ફૂડની વાત આવે છે ત્યારે ટુડકિયા ભાતનું નામ સૌથી પહેલા આવે છે. તમે તેને ચંબા જિલ્લામાં સરળતાથી જોઈ શકો છો. તે ચોખા, દાળ, વટાણા, બટાકા, ટામેટાં, એલચી, દાળ, ખાંડ વગેરે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. તેને ખાસ દેશી ઘી સાથે પીરસવામાં આવે છે. જે લોકોએ તેનો સ્વાદ ચાખ્યો છે તે કહે છે કે, ચંબામાં આનાથી વધુ સારી વાનગી બીજી કોઈ નથી.

3. માદ્રા (Madra)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 4/9 by Paurav Joshi

હિમાચલ પ્રદેશના ચંબા અને કાંગડા જિલ્લામાં તમને આ વાનગી સરળતાથી મળી જશે. આ વાનગી બનાવવા માટે મુખ્યત્વે પલાળેલા ચણા અથવા દેશી ચણાનો ઉપયોગ કરવામાં આવે છે. તે તેલમાં સારી રીતે સાંતળવામાં આવે છે. લવિંગ, તજ, એલચી, જીરું, ધાણા પાવડર અને હળદર પાવડર જેવા વિવિધ મસાલા આ વાનગીનો સ્વાદ વધારે છે.

4. સિદ્દુ (Siddu)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 5/9 by Paurav Joshi

મંડી, કુલ્લુ, મનાલી અને શિમલામાં સિદ્દુ સૌથી વધુ પસંદ કરવામાં આવતી વાનગી છે. તે ઘઉંના લોટમાંથી બનેલી એક પ્રકારની રોટલી છે. તેને બનાવવા માટે ઘઉં અને આથાનું મિશ્રણ વપરાય છે. ઘઉંને આથા સાથે ભેળવ્યા પછી, લોટને ઓછામાં ઓછા 4 થી 5 કલાક માટે છોડી દેવામાં આવે છે. સામાન્ય રીતે, તેને દેશી ઘી, દાળ અને ચટણી સાથે પીરસવામાં આવે છે.

5. ભેય (Bhey)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 6/9 by Paurav Joshi

આ એક એવી રેસિપી છે કે તમે હિમાચલના કોઈપણ ખૂણે તેનો સ્વાદ ચાખી શકો છો. ત્યાંના લોકોના ઘરમાં તેને મનભરીને ખાવામાં આવે છે. તે કમળની દાંડીમાંથી તૈયાર કરવામાં આવે છે. બનાવતા પહેલા, કમળનું સ્ટેમ પાતળું કાપવામાં આવે છે. પછી તેને આદુ-લસણ, ડુંગળી અને ચણાના લોટમાં રાંધવામાં આવે છે. આ વાનગી થોડી મસાલેદાર છે.

6. બબરુ (Babru)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 7/9 by Paurav Joshi

બબરુ એ હિમાચલના તમામ શુભ પ્રસંગો પર તૈયાર કરવામાં આવતી એક મહત્વપૂર્ણ મીઠાઈ છે. ખાંડનો ઉપયોગ કરીને મોલ્ડ પર ડિઝાઇન બનાવીને તેને રાંધવામાં આવે છે. ઘઉંનો લોટ, સરસવનું તેલ અથવા શુદ્ધ તેલ, ખાંડ, એક ગ્લાસ દૂધ, બેકિંગ પાવડર એ આ વાનગીમાં વપરાતી ખાસ વસ્તુઓ છે. જો તમે શિમલામાં છો, તો તમે તેને તમારી પ્લેટનો એક ભાગ બનાવી શકો છો.

7. ખટ્ટા (Khatta)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 8/9 by Paurav Joshi

મદ્રાની જેમ, આ હિમાચલની બીજી પરંપરાગત પહાડી વાનગી છે, જે સ્વાદમાં ખાટી હોય છે. તે સામાન્ય રીતે ચોખા સાથે પીરસવામાં આવે છે. તે કાંગડા જિલ્લામાં ખૂબ જ લોકપ્રિય છે.

8. તિબેટિયન વ્યંજન (The Tibetan dishes)

Photo of હિમાચલ પ્રદેશ ફરવા ગયા છો તો ત્યાંની આ 8 વાનગીઓ ખાવાનું ન ભૂલતાં 9/9 by Paurav Joshi

હિમાચલ પ્રદેશની ખાણીપીણીની વાત તિબેટીયન વ્યંજનોનો સમાવેશ કર્યા વિના અધૂરી ગણાય. હિમાચલ પ્રદેશની ઘણી પ્રાદેશિક વાનગીઓ તિબેટીયન સંસ્કૃતિથી પ્રેરિત છે.

તેની ઝલક મેકલોડગંજ અને ત્યાંની ધર્મશાળામાં જોઈ શકાય છે. મોમોસ, થુકપા, ટિંગમો, લુચિઓપોટી, થેંટુક જેવી વાનગીઓ આના કેટલાક ઉત્તમ ઉદાહરણો છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads