Day 1
ભારતમાં ખાવાનો મિજાજ સૌથી જુદો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી આસામ સુધી દેશમાં અનેક પ્રકારની થાળીઓ મળે છે. ભારતમાં ડિશમાં આજે આપણે વાત કરીશું ગુજરાતની થાળીની. આ આર્ટીકલમાં તમારી ફેવરિટ ડિશિઝ અંગે જાણીશું.
ગુજરાતની આ ડિશિઝ ફક્ત ગુજરાતની જ નહીં પરંતુ ભારતભરના લોકોની પસંદ છે. હવે તો આ ગુજરાતી ડિશિઝ ભારતની બહાર પણ પહોંચી ચુકી છે. ગુજરાતી લોકોને ખાવાનો ઘણો શોખ હોય છે. અને કેમ ન હોય કારણ કે ગુજરાતી ખાવાનું એટલું ટેસ્ટી હોય છે કે તેને ખાધા વિના રહેવાતું નથી. ચાલો આજે તમને ગુજરાતની કેટલીક ફેમસ ડિશિઝ અંગે જણાવીએ. આ વાનગીઓ વિશે વાંચવા માત્રથી જ તમારા મોંમા પાણી આવી જશે. ગુજરાતી ખાવાની વાત કરીએ તો તેના સ્વાદમાં તમને ખાટો અને મીઠો બન્ને સ્વાદ મળશે. દાળ જેવી નોર્મલ રેસીપીમાં તડકો લગાવતી વખતે ગુજરાતમાં ખાંડ કે ગોળનો ઉપયોગ જરૂરી હોય છે.
ઢોકળા-
આ એવી ગુજરાતી ડીશ છે જે દેશભરમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. બેસનથી બનેલો આ સ્નેક આખા ભારતમાં લોકપ્રિય છે. ફરમેન્ટ થયેલા બેસનને બટર વડે સ્ટીમ કરવામાં આવે છે અને પછી તેમાં કેટલાક મસાલા સાથે વઘાર કરવામાં આવે છે. આ મીઠા, તીખા અને નમકીન સ્નેકને દિવસમાં કોઇપણ સમયે ખાઇ શકાય છે. ખમણ પણ આ જ પ્રકારની બીજી વાનગી છે.
ઉંધિયુ-
આ શિયાળાની ઋતુમાં ગુજરાતના દરેક ઘરમાં બનતુ શાક છે. જેમાં શિયાળામાં મળતી તમામ પ્રકારની લીલી શાકભાજી અને મુઠિયાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. આ ગુજરાતી ડિશનો જો તમે ટ્રાય નથી કર્યો તો એકવાર જરૂર કરો.
ખાંડવી-
આ બેસન અન દહીંના મિશ્રણથી બનેલું એક નમકીન પિનવ્હીલ સ્નેક છે. જેને બાદમાં તલ અને રાઇનો વઘાર કરીને, ધાણા અને નારિયેળની છિણથી સજાવીને પીરસવામાં આવે છે. આ કમાલની ગુજરાતી ડિશ છે.
થેપલા-
આ રોટલીની જેમ જ હોય છે. ફક્ત તેમાં તાજી મેથીના પાંદડા અને મસાલા પણ નાંખવામાં આવે છે. તેને મોટા ભાગે ગળ્યા અથાણાં કે ચટણી કે છુંદાની સાથે ખાવામાં આવે છે. છે ને કમાલની ગુજરાતી ડિશ
દાળ ઢોકળી-
આ પોતાનામાં જ એક સંપૂર્ણ મીલ છે. રોટલીની જેમ ચપટી, મસાલેદાર લોટના ડમ્પલિંગ્સના ટુકડાને એક ગળચટ્ઠી અને તીખી દાળમાં મિશ્રણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ વ્યંજનને મારવાડીઓ દ્વારા ગુજરાત ક્ષેત્રમાં લાવવામાં આવ્યું હતું જે બહારની દુનિયા સાથે પોતાનો વ્યાપારિક સંબંધ સ્થાપિત કરવા માટે આવ્યા હતા. આ વ્યંજન દિવસમાં કોઇપણ સમયે ખાઇ શકાય છે.
મોહનથાળ-
બેસન, શુદ્ધ ઘી અને વિવિધ ડ્રાયફ્રૂટ્સથી બનેલી લિજ્જતદાર મીઠાઇ મોહનથાળ એક એવી ગુજરાતી સ્વિટ છે જે ગુજરાતના બધા ક્ષેત્રોમાં પોતાના મૂળ સ્વાદ, સંરચના અને બનાવટની સાથે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મોહનથાળ એક ફફૂંદ જેવી મીઠાઇ હોય છે. જેને ગળ્યા બેસનથી બનાવવામાં આવે છે અને બદામ-પિસ્તા, કેસર, ઇલાયચી અને નટ્સ જેવા સમૃદ્ધ સ્વાદની સાથે જોડવામાં આવે છે.
સેવ ટામેટાનું શાક-
આ ડિશ ટામેટા અને બેસનમાંથી બનેલી પાતળી સેવ કે ગાંઠિયાને મિક્સ કરીને બનાવાય છે. સેવ સ્વાદિષ્ટ ટામેટાના રસાને શોષી લે છે અને આને ભાત કે રોટલી સાથે ખાવામાં મજા આવે છે. પારંપારિક રીતે થેપલા, રોટલી, કે પરાઠા જેવા ફ્લેટ-બ્રેડની સાથે આનંદ લઇ શકાય છે. સેવ ટામેટાનું શાક ગુજરાતી ઘરોમાં બાળકો માટે એક લોકપ્રિય વ્યંજન છે.
ગુજરાતી કઢી-
છાશ કે દહીં અને બેસનથી બનેલી સૌથી વધુ જાણીતું ગુજરાતી વ્યંજન છે. ગુજરાતી ભોજનનો એક અનિવાર્ય હિસ્સો ગુજરાતમાં તૈયાર કઢી ઉત્તર ભારતમાં તૈયાર કરવામાં આવેલા વેરિએન્ટની તુલનામાં હલકું છે. દહીં અને બેસનના મિશ્રણમાં થોડુંક પાણી ઉમેરીને તેની હલકી ગ્રેવી તૈયાર કરાય છે. ગુજરાતમાં લોકો ખીચડી, રોટલી કે ભાત સાથે કઢી પીવાનો આનંદ માણે છે.
બાસુંદી-
ભારત દૂધમાંથી બનેલી અનેક મીઠાઇઓ માટે જાણીતું છે. ગુજરાતી વ્યંજન પણ આમાં અપવાદ નથી. કારણ કે બાસુંદી એક મીઠુ વ્યંજન છે. જેમાં ઉકાળેલું જાડુ દૂધ હોય છે અને કસ્ટર્ડ એપલ અને દ્રાક્ષ જેવા ઘણાં સ્વાદમાં બનાવવામાં આવે છે. બાસુંદીને ખાસ કરીને શુભ પ્રસંગે અને તહેવારો જેવા કે કાળી ચૌદસ, ભાઇબીજ પર પીરસવામાં આવે છે. ઘણાં લોકોનું કહેવું છે કે બાસુંદી ઉત્તર ભારતની રબડીને મળતી આવતી વાનગી છે.
દાબેલી-
ગુજરાતના કચ્છમાં જેનું ઓરિજન છે તેવી દાબેલી આખા ગુજરાતમાં લોકપ્રિય બની ગઇ છે. સ્નેક તરીકે દાબેલી ગુજરાતમાં મોટી સંખ્યામાં ખવાય છે. દાબેલી બોમ્બે વડાપાઉં જેવી છે. આ કચ્છમાં સૌથી વધુ આરોગવામાં આવતો નાસ્તો છે કારણ કે કચ્છમાં દરરોજ 20 લાખ દાબેલી ખવાતી હોવાનું અનુમાન છે. બ્રેડ બનની અંદર, ડિશમાં એક ચટાકેદાર સ્વાદ આપવા માટે બટાકા, દાબેલી મસાલો, સિંગદાણા, ચટણી અને સેવ અને દાડમના દાણા જેવી વસ્તુઓ વાપરવામાં આવે છે.
મિલેગા બહુત કુછ આર્થીવાદ મેં
અરે કુછ દિન તો ગુજારો ગુજરાતમે...
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો