Day 1
એ વાત સાથે તો તમે પણ સહમત હશો કે જે મજા રોડ ટ્રિપમાં છે, તે મજા કોઇ બીજી ટ્રાન્સપોર્ટ ટ્રિપમાં નથી. જ્યારે મરજી પડે ગાડી રોકી અને થોડોક આરામ કરી પછી કોઇ જગ્યા સારી લાગી તો ત્યાં ફોટો પડાવી લીધો અને સૌથી જરુરી વસ્તુ જ્યારે આપણને ભૂખ લાગે છે, તો આપણે ઢાબાનો સહારો લઇએ છીએ કે ક્યાંક કોઇ સારુ ટેસ્ટી ખાવાનુ મળતું હોય તેવો ઢાબો મળી જાય. જો તમે પણ રોડ ટ્રિપ પર નીકળ્યા છો તો સૌથી પહેલા આ આર્ટિકલ દ્ધારા જાણી લો ક્યાંક તમારા રસ્તામાં આ ઢાબા તો નથી આવતા ને!
અમરીક સુખદેવ
અમરીક સુખદેવ ઢાબા ઉત્તર ભારતના ગ્રાન્ડ ટ્રંક રોડ પર સૌથી સારા ઢાબામાંનો એક છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ ઢાબાએ લોકોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ચંદીગઢની આસપાસ રહેનારા તો મોટાભાગે અહીં આવતા જ હોય છે પરંતુ દિલ્હીથી પણ લોકો થોડાક કલાકની મોજ મસ્તી કરવા માટે વીકેન્ડ પર અહીં જરુર આવે છે. અહીંના પરોઠા અને લસ્સી ઘણી ટેસ્ટી છે, નાસ્તામાં કે લંચમાં તમે તેને ખાઇ શકો છો.
ક્યાઃ ગ્રાન્ડ ટ્રંક રોડ, મુરથલ, હરિયાણા
શર્મા ઢાબા
જયપુર-સીકર રોડ પર સ્થિત શર્મા ઢાબા પોતાના શાનદાર આતિથ્ય માટે જાણીતો છે જ્યાં રાજસ્થાની અને ઉત્તર ભારતીય ખાવાનું સૌથી વધુ લોકપ્રિય છે. જયપુરની નજીક હોવાના કારણે લોકો મોટાભાગે મોડી રાત સુધી અહીં ખાવા માટે આવે છે. આ ઢાબા એટલો જાણીતો છે કે અહીં ફિલ્મ સ્ટાર્સ પણ ખાવાનું ખાવા માટે આવે છે, જ્યારે પણ શહેરમાં શૂટિંગ હોય છે ત્યારે પૂરી ટીમ અહીંથી જ ખાવાનું મંગાવતી હોય છે. ઢાબા પર જતી વખતે માવા નાન અને માવા રોટલી ખાવાનું ન ભૂલતા.
ક્યાઃ સીકર રોડ નંબર 12, જયપુર, રાજસ્થાન
શ્રી સંજય ઢાબા
લદ્દાખ જેવી સુંદર જગ્યા પર જો સ્વાદિષ્ટ ઢાબાવાળી જગ્યા પર મળી જાય તો વાત જ કંઇક બીજી હશે. જે લોકો લદ્દાખ ગયા હશે, તેમને અહીંના જાણીતા શ્રી સંજય ઢાબા અંગે જરુર ખબર હશે, જે શ્રીનગર-લેહ રાજમાર્ગ પર લેહથી લગભગ 50 કિલોમીટર દૂર છે. આ ઢાબાનું ગરમા-ગરમ ખાવાનું અને હોસ્પિટાલિટી ઘણી જ શાનદાર છે. તો જયારે પણ તમે શ્રીનગરથી લેહ માટે નીકળો, તો આ જગ્યા પર રોકાઇને ચાની સાથે આલુ (બટાકા)ના પરોઠા જરુર ખાઓ.
ક્યાઃ શ્રીનગર-લેહ હાઇવે
ભજન તડકા ઢાબા
એનએચ 24 પર ભજન તડકા ઢાબાએ ઘણાં વર્ષોથી લોકોની વચ્ચે પોતાના ટેસ્ટી ખાવાની ઓળખ બનાવી છે. અહીંના ઢાબાનું ખાવાનું ટેસ્ટી હોવાની સાથે સાથે અહીં સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીંનું મેનુ લિસ્ટ પણ તમારા ખિસ્સાનો ભાર નહીં વધારે. અહીંના ભજીયા કઢી, લચ્છા પરોઠા અને ચણા મસાલા જરુર ટેસ્ટ કરો. જો તમે દિલ્હીથી નૈનીતાલ જઇ રહ્યા છો તો આ ઢાબા તમારા લિસ્ટમાં જરુર હોવો જોઇએ.
ક્યાં: NH 24, ગજરૌલા, ઉત્તર પ્રદેશ
જ્ઞાની દા ઢાબા
શિમલા અને કસૌલ હંમેશા દિલ્હી અને ચંદીગઢ બન્ને જગ્યાઓથી સરળતાથી પહોંચી શકાય છે અને આ જ જગ્યાએથી જ લોકો સૌથી વધુ ફરવા માટે અહીં આવે છે. શિમલાની નજીક કાલકા-શિમલા હાઇવે પર આ ઢાબા એક ઢાબા જ નહીં એક સુંદર રેસ્ટોરન્ટ છે જે રાતના સમયે સુંદર લાગે છે. અહીંનું ખાવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો પોતાની આંગળી ચાટતા રહી જાય છે, જો તમે અહીં આવી રહ્યા છો તો બટર ચિકન, લેમન ચિકન અને ખીરનો સ્વાદ જરુર ચાખો.
ક્યાઃ કાલકા-શિમલા હાઇવે, ધરમપુર, હિમાચલ પ્રદેશ
સનીનો ઢાબો
મુંબઇ-પુણે હાઇવે પર સ્થિત સની દા ઢાબા બન્ને શહેરોના યાત્રીઓ માટે એક પસંદગીની જગ્યા છે. આ ઢાબામાં ઘણી એવી ચીજો છે જે આને રોડ ટ્રિપર્સ માટે અનોખી બનાવે છે. આ જગ્યા ઘણી સુંદર પણ છે, અહીં મોટી ટીનની છતો, સુંદર ઇન્ટીરિયર અને ઉપરથી સ્વાદિષ્ટ ખાવાનું લોકોને દૂરથી આકર્ષક કરવા લાગે છે. એટલા માટે તમે જ્યારે પણ હાઇવેથી પસાર થાઓ તો આ જગ્યા પર કેટલોક સમય પસાર કરવાનું બિલકુલ ન ભુલતા. અહીંનો રજોલી કબાબ, તંદૂરી પૉમ્ફ્રેટ અને જલેબીને બિલકુલ મિસ ન કરો.
ક્યાઃ NH 4, લોનાવલા, મહારાષ્ટ્ર