
સિંગાપુર ફરવાના શોખીનો માટે એક પસંદગીની જગ્યા ગણાય છે. સિંગાપુરમાં જોવાલાયક એટલી બધી જગ્યાઓ છે કે એક તબક્કે તમને થાક લાગે છે. ત્યારે તમે સિંગાપુરના લક્ઝુરિયસ સ્પામાં શાંતિ અને હળવાશ મેળવી શકો છો. સિગાપુરના સ્પામાં મસાજથી લઇને ફેસિયલ સુધી બધુ થાય છે. સ્પાની બહાર નીકળતા જ તાજગીનો અનુભવ થશે.
આ છે સિંગાપુરના 20 શ્રેષ્ઠ સ્પા, જ્યાં તમારે જવું જોઇએ:
1. ધ થાઇ સ્પા

થાક દૂર કરવા માટે સિંગાપુરનો થાઇ સ્પા બેસ્ટ જગ્યા છે. આ સ્પામાં પરંપરાગત અરોમાથેરેપી થાય છે. જે તમારા શરીરને રિલેક્સ કરી દે છે. સ્પામાં પ્રાઇવેટ જેકુઝીમાં કપલ મસાજના એક કલાકના 198 ડૉલર (અંદાજે 10,000 રુપિયા) થાય છે. તો થાઇ સ્ટાઇલ મસાજમાં એક કલાકમાં 79 ડોલર (લગભગ 4500 રુપિયા) ખર્ચ થાય છે. આ ઉપરાંત, અહીં સ્વીડિશ મસાજ, બૉડી સ્ક્રબ, બાલિની મસાજ, લોમી મસાજ અને સ્લિમ થેરાપી પણ થાય છે. સિંગાપુરમાં તમે ધ થાઇ સ્પામાં મસાજ લઇ શકાય છે.
2. અરામસા ગૉર્ડન સ્પા

સિંગાપુરનું આ સ્પા તમારુ દિલ જીતી લેશે. સિંગાપુરમાં અરામસા સ્પાને શોધવાનું થોડુક મુશ્કેલ છે કારણ કે આ બિશપ પાર્કની વચ્ચે છે. એટલા માટે સમયથી પહેલા આ જગ્યા પર આવવાની કોશિશ કરો. અરામસા ગૉર્ડના સ્પાની ડિઝાઇન શાનદાર છે. આ સ્પામાં 17 રુમ છે જેમાં થેરેપી અને મસાજ કરવામાં આવે છે. તમે અહીં ઓર્ગેનિક મસાજ, ફેશિયલ અને વૉટર થેરાપી પણ લઇ શકો છો. ખરેખર સિંગાપુરનો આ સ્પા તમને જરુર પસંદ આવશે.
3. જી.સ્પા

જો સ્પામાં પબ્લિક બાથનો આનંદ લેવા માંગો છો તો તમારે સિંગાપુરના જી.સ્પા જવું જોઇએ. આ સ્પામાં તમને ગરમ કે ઠંડા પાણીમાં બાથ ટબમાં રિલેક્સ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે. કોમન એરિયામાં કાઉચ પર ટીવી જોતા જોતા રિલેક્સ કરી શકાય છે. અહીં ખાવા માટે ઘણું બધુ છે. જી.સ્પામાં 1 કલાકના 11,800 રુપિયા ખર્ચ થાય છે. જો તમે સ્પાના મેમ્બર છો તો 9,282 રુપિયા આપવા પડશે. સ્પામાં તમે ડીપ ટિશૂ મસાજ અને ફ્રેશર પોઇન્ટ મસાજ લઇ શકો છો.
4. સો સ્પા

સિંગાપુરનો સો સ્પા 19મી સદીની એક જુની બિલ્ડિંગમાં સ્થિત છે. આ સ્પામાં તમે અનેક પ્રકારના મસાજ અને ફેશિયલ કરાવી શકો છો. સ્પાનો માહોલ ઘણો સારો છે. વોટરફૉલનો અવાજ સાંભળતા સાંભળતા તમે અહીં પોતાનો સમય શાંતિથી પસાર કરી શકો છો. સો સ્પામાં બૉડી ઑઇલ સ્ક્રબ અને ફેસિયલના 7,426 થી 9,282 રુપિયા આપવાના હોય છે. ફુલ બોડી મસાજના 13,368 થી 17,824 રુપિયા હોય છે. સિંગાપુર આવો તો આ સ્પામાં રિલેક્સ કરવા માટે જરુર જાઓ.
5. રેમેડ સ્પા

સિંગાપુરના ઑચર્ડ રોડ પર સ્થિત રેમેડે સ્પા સૌથી સુંદર સ્પામાંનું એક છે. અહીં તમને લકઝરી ટ્રીટમેન્ટ મળશે. અહીં પરંપરાગત રીતે થેરેપી કરવામાં આવે છે. અહીં તમે ફુલ બોડી મસાજ, ડીપ ટિશૂ મસાજ, ગરમ-ઠંડી થેરેપી અને ફેસિયલ કરાવી શકો છો.
6. ઔરિગા સ્પા

એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં સ્થિત ઔરિગા સ્પા સિંગાપુરના સૌથી મોંઘા સ્પા પૈકીનો એક છે. અહીં નેચરલ થેરેપી આપવામાં આવે છે. સ્પાનો સ્ટાફ પણ ઘણો સારો છે જેના કારણે તમને સ્પા વધારે સારો લાગશે. આ સ્પામાં એક કલાકના મસાજના 19,311 રુપિયા ખર્ચ કરવા પડશે.
7. વિલો સ્ટ્રીમ સ્પા

વિલો સ્ટ્રીમ સિંગાપુરની એક હોટલ અને સ્પા છે. અહીં ટ્રીટમેન્ટ અને ફેસિયલ માટે નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વિલો સ્ટ્રીમ સ્પામાં 35 રુમો છે. તે સિવાય અહીં સ્વિમિંગ પુલ પણ છે. અહીં ડીપ હીટ મસાજ તમારી બધી ચિંતાને દૂર કરી દેશે.
8. યુનોમોરી ઓનસેન એન્ડ સ્પા

સિંગાપુરનો યુનોમોરી ઓનસેન એન્ડ સ્પા સાઉથ ઇસ્ટ એશિયાનો પહેલો સ્પા છે જેમાં થાઇ મસાજ અને જાપાનીઝ હૉટ સ્પ્રિંગનો અનુભવ એક સાથે લઇ શકાય છે. સિંગાપુરનો આ સ્પા તમારા થાકને દૂર કરી દેશે. અહીં તમે રિલેક્સ થઇ જશો. અહીં એન્ટ્રી ફીસ 2,971 રુપિયા છે. અહીં તમારા બજેટ અનુસાર ઘણાં પેકેજ ઉપલબ્ધ છે.
9. ઇસ્પા

સિંગાપુરના સારા સ્પામાં ઇસ્પાની ગણતરી થાય છે. આ સિંગાપુરનો પહેલો એવો સ્પા છે જ્યાં તુર્કીની ટેકનીકોનો ઉપયોગ કરીને સ્પા થેરેપી કરવામાં આવે છે. આ સ્પામાં તમને તર્કિશ મસાજ અને થેરેપી આપવામાં આવશે. ઇસ્પામાં આવેલા મહેમાનો માટે ફેસિયલ અને મસાજ જેવી સુવિધાઓ છે. ઇસ્પા સિંગાપુરના સેન્ટોસા આઇલેન્ડ પર સ્થિત છે. અલગ પ્રકારના સ્પાનો અનુભવ લેવા માટે તમે અહીં આવી શકો છો.
10. ઇકેડા સ્પા

સિંગાપુરનો ઇકેડા સ્પા પોતાની વિશ્વ પ્રસિદ્ધ જાપાની સ્પા થેરેપી માટે જાણીતો છે. અહીં પગ મુકતા જ તમે કોઇ અલગ દુનિયામાં આવી ગયા હોવ તેવો અનુભવ થશે. સિંગાપુરમાં આવા જ શ્રેષ્ટ સ્પા છે. જ્યાં થોડોક સમય વિતાવીને તન અને મન બન્ને ફ્રેશ થઇ શકે છે. મસાજ થેરેપી તમારા ટેન્શનને દૂર કરવાનું કામ કરશે. સિંગાપુર જાઓ તો આ સ્પાની મુલાકાત જરુર લેજો.