હિમાચલ પ્રદેશનું સુંદર શહેર ધર્મશાળા એ ભારતના અને તિબેટના સંબંધોનું એક અભિન્ન અંગ છે કારણકે દલાઈ લામા અને કેન્દ્રીય તિબેટ પ્રસાશનનું નિવાસ્થાન અહીંયા છે.
અદભુત પ્રાકૃતિક સૌંદર્ય સાથે અહીંયા એડવેન્ચર સ્પોર્ટ્સ પણ ઉપલબ્ધ હોવાથી ધર્મશાળા એ યાત્રીઓ મતે મનગમતું સ્થાન છે. તમે જો અહીંયા એક દિવસની મુસાફરીનું પ્લાંનિંગ કરી રહ્યા હો તો તમારી મદદ મતે અમે આ કાર્યક્રમ બનાવેલો છે.
ધર્મશાળામાં એક દિવસ
સવારે
નામગ્યાલ મઠ લાયબ્રેરી
1457 મીટરની ઉંચાઈ પર આવેલું નામગ્યાલ મોનેસ્ટ્રી ધર્મશાળાનું એક મહત્વનું સ્થાન છે. તમારી સવારની શરૂઆત આ શાંતિપૂર્ણ સ્થળથી કરો. આની સ્થાપના દલાઈ લામા દ્વિતીયએ ૧૬મી સદીમાં કરી હતી. સોમવા, બુધવાર અને શુક્રવારે અહીંયા સવારે 5 : 15 થી સાંજે 6 : ૦૦ સુધી અહીંયા ધ્યાન સત્રનું આયોજન થાય છે જેમાં કોઈ પણ ભાગ લઇ શકે છે.
નામગ્યાલ કેફે
મઠમાં થોડો સમય વિતાવ્યા પછી અહીંના લોકપ્રિય નામગ્યાલ કેફેમાં જઈ શકો છો. અહીંયા સ્વાદિષ્ટ મોમોઝ અને સ્થાનિક ખાવાનું મળે છે.
બપોરે
દલ સરોવર
સુંદર પ્રાકૃતિક પરિવેશની વચ્ચે સમય વિતાવવા મતે દલ સરોવરનો આનંદ લો. આ સરોવર મેક્લોડગંજ રોડ પર છે અને ચારેબાજુથી દેવદારના વર્કશોથી ઘેરાયેલું છે. નજીકમાં જ એક પવિત્ર શિવ મંદિર છે જે પૌરાણિક મહત્વના કારણે સ્થાનિક લોકોમાં લોકપ્રિય છે.
ગ્યૂતો મોનેસ્ટ્રી
આ આરામ કરવા માટેની એવી જગ્યા છે જે તમને બીજા કોઈ પહાડી સ્થળે નહીં મળે. ધર્મશાળાથી લગભગ 9 કિમિ દક્ષિણ પૂર્વમાં બનેલી ગ્યૂતો મોનેસ્ટ્રી, ગેલુગના સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે. અહીં અનુશાસન અને નૈતિકતા પર ભાર મુકવામાં આવે છે.
ધ વિલો ટ્રી
બપોરે આ આરામદાયક રેસ્ટોરન્ટમાં જમો. અહીંયા એક સરસ લાઉન્જ પણ છે જ્યાં પ્રવાસી કોફી પીતા પીતા સમય વિતાવી શકે છે.
સાંજે
ભ્ગસુ નાગ ધોધ
ભ્ગસુ ધોધ એ ધર્મશાળાના સૌથી સરસ પર્યટન સ્થળોમાંનું એક છે. પહાડીઓ અને વૃક્ષોથી ઘેરાયેલી આ જગ્યા પ્રાકૃતિક સુંદરતાનો ખજાનો છે. આ ધોધ સિવાય અહીંનું ભ્ગસુનાગ મંદિર અને મીઠાપાણીનું તળાવ પણ પ્રખ્યાત છે. અને અહીંયા પ્રવાસીઓ ઠંડા પાણીમાં ડૂબકી પણ લગાવી શકે છે.
ડિવાઇન નેચર
પ્રાકૃતિક દ્રશ્યો, ફરવાની જગ્યાઓ અને સ્વાદિષ્ટ વ્યંજનો સાથે આ જગ્યા પર્યટકો સાથે સ્થાનિક લોકોને પણ આકર્ષે છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથે સ્વાદિષ્ટ ભોજન લેતા લેતા તમે અહીંયા મિત્રો કે પરિવાર સાથે એક સરસ સાંજ ગાળી શકો છો. શુદ્ધ શાકાહારીઓ માટે પણ અહીંયા ગ્લુટેન વગરનું અને ખાંડ વગરનું ભોજન મળી રહે છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.