કેવી રીતે કરો નેપાળની બજેટ યાત્રા? અહીં મળશે બધા જવાબ અને યાત્રા કાર્યક્રમ!

Tripoto
Photo of કેવી રીતે કરો નેપાળની બજેટ યાત્રા? અહીં મળશે બધા જવાબ અને યાત્રા કાર્યક્રમ! 1/1 by Paurav Joshi

દરેક જણ પોતાના જીવનમાં વિદેશ ફરવા જવાની ઇચ્છા રાખતો હોય છે. જો તમે પણ વિદેશ ઓછા ખર્ચે ફરવાની ઇચ્છા ધરાવો છો અને પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ લેવા માંગો છો તો તમારે યાત્રાની શરુઆત ભારતના પડોશી દેશ નેપાળથી કરો. કેવી રીતે જવું અને ક્યાં ફરવું, આ બધાની જાણકારી તમને અહીં મળશે.

નેપાળ જતા પહેલા કયા કયા ડોક્યુમેન્ટ્સ જરુરી?

નેપાળ માટે કોઇ વીઝાની જરુર નથી. તમારે પાસપોર્ટ, વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટોની જરુર પડશે. નેપાળમાં ભારતીય કરન્સી પણ ચાલે છે. બની શકે તો 100ની નોટ વધારે રાખજો. જો તમારી પાસે એસબીઆઇનું કાર્ડ છે તો તમે નેપાળની એસબીઆઇ બેંક પાસેથી પણ પૈસા કાઢી શકો છો.

ભારતથી નેપાળ કેવી રીતે પહોંચશો?

નેપાળ જવાના અનેક રસ્તા છે. તમે કાઠમંડૂની ફ્લાઇટ પકડી શકો છો જે મોંઘી પડશે. રોડ માર્ગે જશો તો દિલ્હીથી 30 કલાક થશે. સરળ રસ્તો એ છે કે તમે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી નેપાળની બોર્ડર સોનૌલી સુધીની ટ્રેન પકડો. અમદાવાદથી ગોરખપુર સુધી ટ્રેનમાં પણ જઇ શકો છો. ગોરખપુરથી નેપાળ બોર્ડર 248 કિ.મી. છે. તમે જીપ કે કારમાં જશો તો 6-7 કલાક લાગશે.

સોનૌલીથી બે રસ્તા પડશે. એક કાઠમંડૂ જશે જે 285 કિ.મી. છે. બીજો પોખરા જે 148 કિ.મી. છે. મારી સલાહ છે કે તમે પોખરા જાઓ. કારણ કે ત્યાં ભીડ ઓછી હોય છે. અનુભવ પણ સારો મળશે અને કાઠમંડૂ કરતા સસ્તું પણ છે.

પોખરા

પોખરા તેના તળાવો માટે જાણીતું છે. કોઇ તળાવ કિનારે હોટલ લઇ લો. જે તમને 800-1000 રુપિયામાં પડશે. પગેચાલીને ફરવાનું રાખો. ફેવા સરોવર અહીંનું જાણીતું અને સૌથી લાંબુ સરોવર છે. અહીં 400 રુપિયામાં બોટીંગ કરી શકાય છે. સાંરગકોટ અને શાંતિ સ્તૂપ પોખરાની આસપાસ ઘણી જાણીતી જગ્યા છે તો તમારી પાસે સમય હોય તો 1 કે 2 દિવસ રોકાઇને બાકીની જગ્યાઓ ફરી શકો છો.

પોખરાની ખાસિયત છે ત્યાંનું ટ્રેકિંગ. અન્નપૂર્ણાની પહાડીઓમાં ટ્રેકિંગ કરવા માટે તમને ઘણાં વિકલ્પ મળશે જેમાં આ ત્રણ જાણીતા છે:

1. અન્નપૂર્ણા સર્કિટ ટ્રેક ( 20 દિવસનો સમય)

2. અન્નપૂર્ણા બેઝ કેમ્પ ટ્રેક (10-12 દિવસ)

3. ઘોરેપાણી/ પૂન હિલ ટ્રેક (3-5 દિવસ)

સમય અને બજેટને ધ્યાનમાં રાખીને મારી સલાહ છે કે તમે ઘોરેપાની/પૂન હિલ ટ્રેકને પસંદ કરો.

ઘોરેપાની/ પૂન હિલ ટ્રેક

પરમિટ

અન્નપૂર્ણા કંઝર્વેશન રેન્ચમાં જવા માટે તમારે 2 પરમિટની જરુર પડશે. એસીએપી અને ટીઆઇએમએસ. આ બન્ને પરમિટ તમને ₹1000માં પોખરાથી જ અડધો કલાકમાં મળી જશે.

કેવી રીતે કરશો પોખરાથી ઘોરેપાનીનું ટ્રેકિંગ

Day 1

પોખરા-નયાપુલ-તિખેદુંગા

નયાપુલથી તમારા ટ્રેકિંગની શરુઆત થશે. ચેકપોસ્ટ પર પરમિટ બતાવવું પડશે, ન હોય તો બનાવી આપશે. આ 3-4 કલાકના ટ્રેકિંગમાં નેપાળની સુંદરતા અને ખુબ રોમાંચનો અનુભવ થશે. તિખેદુંગા પહોંચીને અન્નપૂર્ણાના લીલાછમ શિખરો જોવા મળશે. સાથે જ મોદી નદીનો આનંદ ઉઠાવી શકો છો. અહીં એક રાત હોટલમાં રહેવાના ₹300-₹400

Day 2

તિખેદુંગા- ઘોરેપાની

તમારી જાતને 6 થી 7 કલાકના ટ્રેકિંગ માટે તૈયાર કરો. આમતો ઘોરેપાનીનો રસ્તો એટલો સુંદર છે કે તમારો થાક ક્યાંય ઉતરી જશે. તિખેદુંગાથી નીકળતા પહેલા પાણી અને સ્નેક્સની વ્યવસ્થા કરી લો જેથી રસ્તામાં મુશ્કેલી ન પડે. તમારે મોટાભાગે સીડીઓથી ચઢવાનું હોવાથી રસ્તામાં દરેક દ્રશ્યોને મનભરીને માણી શકાશે. ઠંડી સ્વચ્છ હવા અને ઝરણામાં વહેતુ પાણી તમારી ચિંતાઓને ગાયબ કરી દેશે. અહીં તમે ₹300-₹400 રુપિયામાં એક રાત માટે રુમ લઇ શકો છો.

Day 3

ઘોરેપાની- પૂન હિલ- તડાપાની

પૂન હિલમાંથી ઉગતા સૂરજને જોવો એક લ્હાવો છે. પૂન હિલ ઘોરેપાનીથી અડધા કલાક દૂર હોવાથી તમે સવારે વહેલા ઉઠીને સૂર્યોદય માણી શકો છો. ત્યાર બાદ તમે ચા-નાસ્તો કરીને પાછા ઘોરેપાની આવતા રહો. અહીંથી તમે તડાપાની નીકળી જાઓ. રસ્તામાં તમને પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે. રસ્તામાં દેઉરાલી પાસ મળશે જે તમને નેપાળની સુંદરતાનો અનુભવ કરાવશે. રાત ત્યાં રોકાઇ જાઓ. અહીં ₹300માં રુમ મળી જશે. બીજા દિવસે ધાન્દ્રુક માટે નીકળી જાઓ.

Day 4

તડાપાની- ધાન્દ્રુક-નયાપુલ-પોખરા

ધાન્દ્રુક એક મોટુ ગામ છે. જ્યાં પહોંચવામાં 4 થી 5 કલાક લાગશે. ધાન્દ્રુકની સૌથી પ્રસિદ્ધ જગ્યા છે ગુરુંગ મ્યૂઝિયમ. આ શાનદાર મ્યૂઝિયમમાં કેટલાક કલાક ફર્યા બાદ તમને ત્યાંથી પોખરા માટે બસ મળી જશે અને પોખરાથી ભારત બૉર્ડર માટે સાંજે 5 વાગ્યે બસ મળી જશે.

તમારા ટ્રેકિંગ પર દરરોજ લગભગ ₹1000 ખર્ચ થશે તો ₹6000-₹7000માં તમારી આ વિદેશ યાત્રા પૂરી થઇ જશે. એટલે જો તમે વ્યાજબી વિદેશ યાત્રા કરવા માંગો છો તો મોડુ ન કરો અને ટ્રિપની તૈયારી શરુ કરી દો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads