પુષ્કર મેળો- જો અસલી ભારત જોવું હોય તો આનાથી વધારે સારી જગ્યા બીજી કોઇ નથી

Tripoto
Photo of પુષ્કર મેળો- જો અસલી ભારત જોવું હોય તો આનાથી વધારે સારી જગ્યા બીજી કોઇ નથી by Paurav Joshi

આપણો દેશ ભારત કિસ્સા-કહાનીઓનો દેશ છે- રંગ બેરંગી તહેવારો, મેળાઓનો દેશ છે. તેની અનોખી સંસ્કૃતિ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો દેશ-વિદેશના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

આપણો દેશ પણ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક જુના શહેરોએ, તહેવારોએ, મેળાઓએ, ઝાંખીઓએ આપણા દેશના દેશીપણાને જાળવીને રાખ્યું છે. દેશના જુદા જુદા ક્ષેત્રોમાં હજુ પણ મેળા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું રહે છે. આ બધા મેળામાં પુષ્કરનો મેળો પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે.

આ મેળો તમને રાજસ્થાનની અસલી તસવીર બતાવે છે. આમ તો આ મેળો વિશ્વના સૌથી મોટા પશુ ધન મેળાનો પુરસ્કાર પોતાની પાસે રાખે છે. અહીં દેશ-વિદેશના લોકો ભારતની અસલી તસવીર જોવા આવે છે.

સામાન્ય જાણકારી અનુસાર તો અહીં પ્રાણીઓ ખાસ કરીને ઉંટ, ગાય, ભેંસ, બકરી, ઘોડા વગેરે પ્રાણીઓનું ખરીદ-વેચાણ થાય છે. પરંતુ અહીં તમને રાજસ્થાનની અસલી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

અહીં જાત જાતની રમતો, તમાશા થાય છે. જેમ કે ઉંટની રેસ, ઘોડાની રેસ, જાત જાતના નૃત્ય વગેરે, લાંબી મૂછોની પ્રતિયોગિતા, આકર્ષક ઝાંખીઓ તથા વેશ ભૂષાની સ્પર્ધા, પ્રાણીઓના શણગારની પ્રતિયોગિતા અને આ સિવાય પણ બીજી જાણીતી રમતો જેવી કે કુશ્તી, ખો ખો, ગિલ્લી દંડા પ્રતિયોગિતા વગેરે..

પુષ્કર મેળામાં બીજુ શું કરવું?

અહીં તમે હોટ એર બલૂન રાઇડની મજા પણ લઇ શકો છો. પુષ્કર શહેરની વાત જ નિરાળી છે. આ પોતાની રીતનું એક અલગ જ શહેર છે. તેનો અલગ જ મિજાજ છે. આ મેળાની ગુંજ દૂર સુધી સંભળાય છે. દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસી આને જોવા અને અનુભવ કરવા માટે આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોરોના મહામારીના કારણે આ મેળો તેના પૂર્ણ સ્વરૂપમાં નહોતો લાગી શક્યો. પરંતુ આ વર્ષે આ મેળો પોતાના પૂરા ભવ્ય સ્વરૂપમાં લાગી રહ્યો છે. અહીં પર તમને તમારા દેશના અસલી રૂપના દર્શન થશે અને પોતાની સંસ્કૃતિ, કળા, સાહિત્ય, રમતો વગેરેની ખબર પડશે.

આમ જોવા જઇએ તો આવા જ મેળાને કારણે આપણી સંસ્કૃતિ બચેલી છે. મેળો દર વર્ષે કારતક મહિનામાં યોજાય છે. આ વખતે આ મેળો 1 નવેમ્બરથી 9 નવેમ્બની વચ્ચે યોજાશે જે આવનારા કેટલાક દિવસો સુધી ચાલશે. અહીં આખા વિસ્તારમાંથી લોકો વેપાર કરવા આવે છે. પહેલા લોકો પુષ્કર સરોવરમાં ડુબકી લગાવે છે. પછી જગત પિતા બ્રહ્માજીના મંદિરમાં દર્શન કરવા જાય છે અને મેળા તરફ આગળ વધે છે.

સાચુ કહું તો આ પ્રકારના મેળા તથા સાંસ્કૃતિક કાર્યક્રમના કારણે દેશની ભાવી તથા આવનારી પેઢીને પોતાના દેશને સમજવામાં સરળતા રહે છે. આ મેળો એટલો આકર્ષક હોય છે કે તેની આગળ દેશ વિદેશના બધા આયોજન ફિક્કા પડી જાય છે. આ મેળો તમને રાજસ્થાનની રંગીલી સંસ્કૃતિનો પરિચય કરાવે છે.

પુષ્કર મેળામાં આ પણ કરો

Photo of પુષ્કર મેળો- જો અસલી ભારત જોવું હોય તો આનાથી વધારે સારી જગ્યા બીજી કોઇ નથી by Paurav Joshi

હોટ એર બલૂન રાઇડ, કેમલ સફારી, કેમલ રાઇડ, રમતોનો આનંદ લઇ શકો છો, હિંચકાની મજા માણી શકો છો, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકો છો. પુષ્કરના મંદિરોને જોઇ શકો છો, સજાવટનો સામાન, રાજસ્થાની કપડા, જ્વેલરી વગેરેન ખરીદી, રાજસ્થાનની વેશ ભૂષા, ખાનપાન, સંસ્કૃતિ, વગેરેનું અવલોકન કરી શકાય છે.

કેવી રીતે પહોંચશો?

પુષ્કર રોડ તથા રેલવેના માધ્યમથી સંપૂર્ણ દેશ સાથે જોડાયેલું છે. રેલવેના માધ્યમથી નજીકનું સ્ટેશન અજમેર છે. અજમેરથી પુષ્કરનું અંતર લગભગ 10 થી 12 કિલોમીટર છે. નજીકનું એરપોર્ટ કિશનગઢ તથા જયપુર છે. આ બન્ને જગ્યાએથી સરળતાથી પુષ્કર પહોંચી શકાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads