હિમાચલનુ સ્વર્ગસ્થ સુંદર ગામ બીર મે કેવી રીતે એક્સપ્લોર કર્યુ એ પન ફ્રી મા..!?

Tripoto

હા, તમે એકદમ સાચુ વાંચ્યુ છે. હું હિમાચલના આ સ્વર્ગસ્થ સુંદર ગામ બીરમા 15 દિવસ બિંદાસ્ત ફરી છુ અને એ પણ ફ્રી મા.

Photo of હિમાચલનુ સ્વર્ગસ્થ સુંદર ગામ બીર મે કેવી રીતે એક્સપ્લોર કર્યુ એ પન ફ્રી મા..!? by Romance_with_India

ફરવુ તો વળી કોને ન ગમતુ હોય? અને એમા પણ જ્યારે તમને એવી ખબર પડે કે તમને ફ્રી મા અકોમોડેશન અને મીલ્સ મળી રહ્યા છે ત્યારે?

તમે તો જાણૉ જ છો કે મોસ્ટલી યંગ ટ્રાવેલર્સ હવે બજેટ ફ્રેંડલી ટ્રાવેલ કરી રહ્યા છે અને એટલે જ ભારતમા બેકપેકર્સ હોસ્ટેલનો ક્રેઝ વધી રહ્યો છો. પણ શુ તમે એ જાણો છો કે ઘણી બેકપેકર્સ હોસ્ટેલ વોલેન્ટીઅર પ્રોગ્રામ ઓફર કરે છે કે જેમા તમે યંગ ટ્રાવેલર્સને હોસ્ટ કરવાના બદલામા ફ્રી મા અકોમોડેશન અને મીલ્સ મેળવી શકો છો. તમારે માત્ર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કરવાનો. આ તો વળી કેવુ સારુ, એક ડેસ્ટિનેશન એક્સપ્લોર પણ થઈ જાય અને સાથે જીવનભર યાદ રહે તેવા લોકોને પણ જાણવાનો મોકો મળે. જેમાથી કેટલાક ડાયરીના પાના સુધી પહોંચે તો કેટલાક દિલના.

Go Stops Hostel

Photo of હિમાચલનુ સ્વર્ગસ્થ સુંદર ગામ બીર મે કેવી રીતે એક્સપ્લોર કર્યુ એ પન ફ્રી મા..!? by Romance_with_India

અચ્છા, મુળ વાત પર આવીયે. તો ગો સ્ટોપ્સ નામની બેકપેકર્સ હોસ્ટેલ આવી જ રીતે વોલેન્ટીઅર પ્રોગ્રામ ઓફર કરે છે કે જેમા તમે 15/30 દિવસ માટે ગો સ્ટોપ્સની હોસ્ટેલ પર ગેસ્ટ હોસ્ટીંગ તથા કંટેન્ટ ક્રીએટ કરી ત્યા ફ્રી મા રહી શકો છો. જેમા તમારે ટ્રાવેલર્સને હોસ્ટેલ એક્ટિવિટિઝ જેવી કે લાઈવ મ્યુઝિક, બોન ફાયર, ગેમ્સ, આઉટીંગ વગેરે જેવી પ્રવૃત્તિઓમા એંગેજ રાખી એમને જીવનનો બેસ્ટ એક્સપિરિયન્સ કરાવવાનો. જે અલ્ટિમેટલી તમારી લાઈફનો પણ બેસ્ટ ટાઈમ હશે.

પછી તો રાહ શેની જોવાની હતી! જુનમા હુ પણ આવી જ રીતે વોલેન્ટીઅરીંગ કરવા હિમાચલના એક અદ્ભુત ગામ બીરમા નીકળી પડી.

બીર-બીલીંગ

તમે એકાદ વાર તો એવી કોઈ વાર્તા જરુરથી વાંચી હશે કે જેમા હિમાલયના પહાડોની વચ્ચે એક સુંદર નાનુ ગામ છે, ગામમા બધા હળી મળીને ખુશી-ખુશી રહે છે, જ્યા કોઈપણ પ્રકારની અશાંતિ નથી. અને જ્યાની આબોહવામા એક અલગ જ સુકુન છે. વાંચી છે? બસ, હિમાચલના કાંગડા જીલ્લામા આવેલુ બીર પણ એકદમ એ વાર્તા જેવુ જ સુંદર છે.

Himalayan Monk Cafe, Bir

Photo of હિમાચલનુ સ્વર્ગસ્થ સુંદર ગામ બીર મે કેવી રીતે એક્સપ્લોર કર્યુ એ પન ફ્રી મા..!? by Romance_with_India

બૈજનાથ ટાઉનની નજીક જોગીંદર વેલીમા આવેલુ બીર ખાસ તો બે બાબત માટે ફેમસ છે. પહેલુ તો એ વિશ્વની સેકંડ હાયેસ્ટ પેરાગ્લાઈડીંગ સાઈટ છે. આ વાત પહેલા ખાસ કોઈ લોકોની જાણકારીમા ન હતી. પણ જ્યારે 2015મા ભારતનો પ્રથમ પેરાગ્લાઈડીંગ વર્લ્ડ કપ બીર-બીલીંગમા યોજાયો ત્યારે આ વિલેજ સુર્ખીઓમા આવ્યુ. અને હા, સાઉથ એશિયા કંટ્રીઝમા આ પણ આ પહેલી વાર થઈ રહ્યુ હતુ.

અરે હા, બીર બીલીંગમા કન્ફ્યુઝ ન થઈ જતા. બીલીંગ એ પેરાગ્લાઈડીંગ માટેની ટેક ઓફ સાઈટ છે જે બીરથી 14 કિમી ઉત્તર બાજુ 2400 મીટર ઊંચાઈ પર સ્થિત છે. જ્યારે લેંડીંગ સાઈટ બીરથી દક્ષિણમા નીચે ચૌગાન વિલેજમા આવેલી છે. માર્ચથી મે અને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુધીનો ટાઈમ પેરાગ્લાઈડીંગ માટે બેસ્ટ છે.

બીરની બીજી ખાસ બાબત છે બીર તિબેટીયન કોલોની. આ કોલોની 1960મા સ્થાપિત કરવામા આવી હતી તિબેટીયન રેફ્યુજીઝના શરણાર્થે. આ વિલેજ તિબેટીયન કલ્ચર, તિબેટીયન હેન્ડીક્રાફ્ટ્સ અને સાથે તેની અદ્ભુત તિબેટીયન મોનેસ્ટેરિઝ જેમ કે યિંગ્મા સ્કુલ, કર્મા કલયુગ, ડીઅર પાર્ક ઈન્સિટ્યુટ, ચોકલીંગ ગોમ્પાનુ ઘર છે. શેરાબ લીંગ ત્યાની મુખ્ય મોનેસ્ટેરીઝમાની એક છે.

પણ સાચુ કહુ તો બીર માત્ર પેરાગ્લાઈડીંગ અને તિબેટીયન કોલોની પુરતુ જ સિમિત નથી. આ જગ્યાની શાંતી, અહિનુ વાતાવરણ, ખુલ્લા ચા ના મેદાનો, બેકગ્રાઉંડમા ધૌલાધાર પર્વતમાળા, અહિના ભોળા લોકો, હિમાલયની ઠંડી હવામા ફડફડતા પ્રેયર ફ્લેગ, મનમોહક સુર્યાસ્ત અને કોઝિ કૅફેઝ તેને એક સ્વર્ગ બનાવે છે.

બીરમા ફરવાલાયક સ્થળો

જો કે બીર, ખાસ કરીને તો ચૌગાન ગામ જગ્યા જ એવી છે જ્યાથી તમને બીજે ક્યાય જવાનુ મન જ ન થાય. ક્યુટ કાફે, બીરને તિબેટીયન માર્કેટ અને લેંડીગ સાઈટ પર લેન્ડ થતા પેરાગ્લાઈડીંગ, ત્યા મેદાનમા પિકનિક મનાવતા લોકો આ બધુ જ જોઈને તમને એમ થાય ક અહિ જ વસી જવુ છે. પણ બીરની આજુબાજુ પણ એવા સુંદર સ્થળૉ આવેલા જે તમે એક-બે દિવસમા એક્સપ્લોર કરી શકો છો અને ત્યા રાત્રે કેમ્પિંગ માટે પણ જઈ શકો છો.

બરોટ વેલી

બીર-બીલીંગથી 50 કિમી દુર મંડી જીલ્લામા આવેલી બરોટ વેલી હજુ સુધી ખાસ એક્સપ્લોર થઈ નથી. આઈ સ્વેર બરોટ વેલીની સુંદરતા નિહાળતા કલાકો ના કલાકો વિતી જાય તેમ છે. તમને લાગશે જાણે તમે કોઈ ફોરેન કંટ્રીમા આવી ગયા. જો કે આ વેલી ઊહ્લ નદી પર એક હાયડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (બરોટ ડેમ) માટે ડેવલોપ થઈ હતી પણ હવે તે ધીમે ધીમે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનતુ જાય છે. બેસ્ટ પાર્ટ એ છે કે બારેમાસ અહિનુ વેધર પર્ફેક્ટ રહે છે, ન તો ખુબ ઠંડુ ન તો ગરમ એટલે તમે ક્યારે પણ જઈ શકો છો.

બરોટ વેલીનો એકમાત્ર વોટર સોર્સ ઊહ્લ નદી ધૌલાધાર રેંજમા થમસાર ગ્લેશિયરમાથી નીકળે છે. તમે અહિ કેમ્પિંગ અને ફિશીંગ કરી શકો છો.

નદીની બીજી બાજુ નાર્ગુ વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી છે જે ઘોરલ, બ્લેક બીઅર અને હિમાલયન મોનલ જેવા પ્રાણીઓનુ ઘર છે. આ ગાઢ જંગલમાથી કુલ્લુ સુધી જવાનો ટ્રેક પણ છે.

તમને બીરના ચૌગાન ચોકથી બરોટ વેલી સુધીની ડાયરેક્ટ બસ મળી રહેશે. અગર ડાયરેક્ટ બરોટની બસ ન મળે તો જોગીન્દર નગર સુધીની તો મળી જ રહેશે. ત્યાથી તમને સરળતાથી બરોટની બસ મળી રહેશે.

રાજગુંધા વેલી

બરોટ વેલીથી થોડા ઉપર અંદાજે 2700 મીટર એલ્ટિટ્યુડ પર ધૌલાધાર પહાડોના ખોળામા ઊહ્લ નદીના કિનારે રાજગુંધા વેલી સ્થિત છે. અહિ મોટરેબલ પાસ નથી, તમારે કમ્પલસરી ટ્રેક કરીને જ જવુ પડે છે. રાજગુંધા વિલેજ ધૌલાધાર વાઈલ્ડ લાઈફ સેંચ્યુરીની અંદર સ્થિત છે અને તમને ધૌલાધારના બર્ફાચ્છાદિત પહાડોના દિલધડક દ્રશ્યો આપે છે. લોકલ લોકો અવાર-નવાર બિલીંગથી રાજગુંધાના ટ્રેક પર જતા હોય છે અહિના મનમોહક દ્રશ્યો માણવા. અહિથી થમસાર અને બારા ભંગલના ટ્રેક ફેમસ છે.

તમે બીરથી ટેક્સી કે તમારુ પોતાનુ વિહિકલ લઈ બિલીંગ પહોંચી શકો છો અને ત્યાથી 14 કિમીનો ટ્રેક છે રાજગુંધા જવા માટે. અને હા, તમે બિલીંગમા પણ કેમ્પિંગ કરી શકો છો. ઈન ફેક્ટ, બિલીંગ પરથી પણ સુંદર નજારો જોવા મળે છે જ્યા વાદળો તમારી નીચે હશે અને એની વચ્ચેની જગ્યામાથી તમે નીચે નાના નાના ઘર જોઈ શકો છો.

બૈજનાથ

Photo of હિમાચલનુ સ્વર્ગસ્થ સુંદર ગામ બીર મે કેવી રીતે એક્સપ્લોર કર્યુ એ પન ફ્રી મા..!? by Romance_with_India

બીરથી લગભગ 12-14 કિમી અંતરે કાંગડા જીલ્લામા આવેલ બૈજનાથ ત્યાના પૌરાણિક શિવ મંદિર માટે પ્રસિદ્ધ છે. આ મંદિર ખુબ સુંદર જગ્યાએ સ્થિત છે અને ત્યાથી ધૌલાધાર રેંજના મનમોહક દ્રશ્યો માણી શકો છો. એમ તો આ મંદિર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જેમા એક કથાનુસાર આ મંદિર પાંડવો દ્વારા તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ મંદિરનુ નિર્માણ કરવામા આવ્યુ હતુ.

Photo of હિમાચલનુ સ્વર્ગસ્થ સુંદર ગામ બીર મે કેવી રીતે એક્સપ્લોર કર્યુ એ પન ફ્રી મા..!? by Romance_with_India

પરંતુ વધુ એક પ્રચલિત લોકવાયકા અનુસાર શિવજીના પરમ ભક્ત રાવણે વિશ્વ વિજયી થવા શિવજીની કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા રાવણ હવનમા તેના માથાની આહુતિ આપવા પણ તૈયાર થયો કિંતુ ત્યારે જ ભોળાનાથે પ્રસન્ન થઈ રાવણને વરદાન માગવા કહ્યુ. રાવણે શિવજીને પોતાની સાથે લંકા લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી અને ભગવાન લિંગનુ રુપ ધારણ કરી તેની સાથે જવા તૈયાર થયા. પણ સાથે સાથે એક શરત પણ મુકી કે લંકા ન આવે ત્યા સુધી રસ્તામા ક્યાય પણ શિવલિંગ મુકવી નહિ. હવે એઝ યુઝ્યલ, રાવણના અમરત્વના સંકટથી બચાવવા ભગવાન વિષ્ણુએ ખેડુતનુ રુપ ધારણ કર્યુ. રાવણ રસ્તામા આરામ કરવા જતા આ ખેડુતને શિવલિંગ સોંપી અને તેને નીચે ન મુકવા કહ્યુ પણ એ તો વિષ્ણુ હતા! એમણે ત્યા જ શિવલિંગ મુકી દીધી અને આમ ભગવાન શિવ પછી ત્યા જ સ્થાપિત થઈ ગયા.

Photo of હિમાચલનુ સ્વર્ગસ્થ સુંદર ગામ બીર મે કેવી રીતે એક્સપ્લોર કર્યુ એ પન ફ્રી મા..!? by Romance_with_India

કહેવાય છે કે રાવણ શિવજીનો પરમ ભક્ત હોવાથી અહિ દશેરા નથી ઊજવાતા.

તમને બીરથી બૈજનાથની ડાયરેક્ટ બસ પણ મળી રહેશે અથવા તમે ત્યાથી વિહિકલ રેંટ પર લઈ પણ જઈ શકો છો.

પાલમપુર

બીરથી 35 કિમી દુર આવેલુ પાલમપુર હિલ સ્ટેશન ખાસ તો તેના ચા ના બગીચાઓ માટે પ્રખ્યાત છે. એટલે જ ઘણી વાર ‘ટી કેપિટલ ઓફ નોર્થ ઈંડિયા’ તરિકે પણ ઓળખાય છે. અહિ પણ સૌરભ વન વિહાર જેવા ફરવાલાયક સ્થળો છે અને તે હનીમુન ડેસ્ટિનેશન પણ છે. વિધ્યાવાસિની અને ચાર પત્થર ટ્રેક પણ અહિ તમે કરી શકો છો જ્યાથી તમને બેસ્ટ સનસેટ જોવા મળશે. પાલમપુરના બંદલા વિલેજ થઈ આ ટ્રેક કરી શકાય છે. બંદલા વિલેજથી તમને પહાડોના સુરમ્ય દ્રશ્યો જોવા મળે છે. અહિ ક્લિફી કાફે અને નિત્યા કાફે ફેમસ છે. નિત્યા કાફે જવા માટે એક સુંદર ટ્રેક પણ છે.

બીરથી તમને પાલમપુર માટે ડાયરેક્ટ બસ આરામથી મળી રહેશે.

આ તો વાત થઈ બીરની આજુબાજુના સ્થળોની. પણ હવે બીરમા શુ છે?

આગળ વાત થઈ તેમ બીરમા ઘણી મોનેસ્ટેરિઝ અને બૌદ્ધિસ્ટ ઈન્સ્ટિટ્યુટ છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. આ સિવાય અહિ બે વોટરફૉલ પણ છે. ગુનેહર અને ભોંગરુ. જે ચૌગાનથી 5-6 કિમી જ દુર છે. ત્યા જઈ વોટરફૉલ સુધી પહોંચવા 1 કિમી જેટલો ટ્રેક કરવો પડે છે. બીરમા કાફે પણ ખુબ ક્યુટ અને કોઝી છે. જેમ કે જુન 16, હિમાલયન મૉન્ક, નોર્થન કાફે, હિમાલયન પિત્ઝા, માફિયા, યીંગ્મા રેસ્ટોરંટ, આવા’સ કાફે, સિલ્વર લાઈનીંગ વગેરે. અને હા, ત્યાનુ તિબેટીયન ફુડ ટ્રાય કરવાનુ ચુકશો નહિ.

અકોમોડેશન

બીરમા તમને બજેટમા રહેવા માટે ઘણી હોસ્ટેલ્સ અને હોમ સ્ટે સરળતાથી મળી રહેશે. હોસ્ટેલ્સમા ગો સ્ટોપ્સ, ઝોસ્ટેલ, ધ હોસ્ટેલર, વ્હુપર્સ સિવાય પણ બીજી હોસ્ટેલ્સ મળી રહેશે. જેનુ રેંટ વ્યક્તિ દીઠ 500-800 રુપિયા જેટલુ હોય છે પર નાઈટ.

ટ્રાન્સપોર્ટેશન

બાય એર – બીરથી સૌથી નજીકનુ એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ 68 કિમીના અંતરે છે. જે પાલમપુરની નજીક છે. તમે દિલ્હીથી ફ્લાઈટ લઈ પછી પાલમપુરથી બીર માટેની બસ લઈ શકો છો.

બાય ટ્રેન – જો તમે દિલ્હી સુધી ટ્રેન લઈ અને ત્યાથી રાત્રે ડાયરેક્ટ બીરની બસ લઈ શકો છો. અથવા તો બૈજનાથ રેલ્વે સ્ટેશન સુધીની ટ્રેન પણ લઈ શકો છો જે કાંગડાના મુખ્ય સિટી સાથે જોડાયેલ છે. તમને બૈજનાથ કે પાલમપુરથી થોડી થોડી વારે આરામથી બસ મળી રહેશે.

અત્યારે તો બીરમા પેરાગ્લાઈડીંગ બંધ હશે પણ ત્યાનુ વાતાવરણ અત્યારે સોળે કળાએ ખીલ્યુ હશે. તો ક્યારે જાઓ છો બીર?

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads