ગંગાની લહેરોથી આકાશ સુધી મસ્તીનો માહોલ, કાશીમાં હોટ એર બલૂન અને બોટ રેસનું આયોજન

Tripoto

બાબા વિશ્વનાથની નગરી કાશીમાં અવારનવાર એવા કાર્યક્રમો યોજાય છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. કાશીના રહેવાસીઓ આ આયોજનોને જોઈને રોમાંચિત થઇ જાય છે. બનારસમાં 17 જાન્યુઆરીથી એક ભવ્ય હોટ એર બલૂન ફેસ્ટિવલ અને બોટ રેસનું આયોજન થવા જઈ રહ્યું છે. આ દરમિયાન ગંગાની લહેરોથી લઈને આકાશ સુધી આનંદનો માહોલ જોવા મળશે. જો તમે કાશી જવાનું વિચારી રહ્યા છો, તો 17 જાન્યુઆરી પછી જવાનું સારું રહેશે. હોટ એર બલૂન અને બોટ રેસ તમારી સફરમાં વધુ રોમાંચ ઉમેરશે.

ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગે 9 જાન્યુઆરીએ રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 17 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનાર 3-દિવસીય ઉત્સવ "કાશી બલૂન અને બોટ ફેસ્ટિવલ" માટે ઢાલના આકારમાં લોગો બહાર પાડ્યો હતો.

ક્રેડિટઃ ઉત્તર પ્રદેશ ટુરિઝમ

Photo of ગંગાની લહેરોથી આકાશ સુધી મસ્તીનો માહોલ, કાશીમાં હોટ એર બલૂન અને બોટ રેસનું આયોજન by Paurav Joshi

ત્રણ દિવસીય ઉત્સવમાં શું થશે?

આ ફેસ્ટિવલ વર્ષ 2023નો સૌથી સાહસિક ઈવેન્ટ હશે અને તેમાં હોટ એર બલૂન વચ્ચે બોટ રેસનો સમાવેશ થશે.

બોટ રેસ મુખ્યત્વે ભીડને આકર્ષિત કરશે કારણ કે માહી સમુદાયના સ્થાનિક બોટમેનને સ્પર્ધાઓ માટે 12 ટીમોમાં વહેંચવામાં આવ્યા છે.

ટુરિઝમ બોર્ડે અન્ય રાજ્યોના નિષ્ણાતોને પણ આ આયોજનમાં સામેલ કર્યા છે કે જ્યાં બોટ રેસિંગ મુખ્ય પ્રવાહની રમત છે, આમ કરવા પાછળનો હેતુ આ ઇવેન્ટને પ્રોફેશનલ બનાવવાનો છે.

તેવી જ રીતે, હોટ એર બલૂન ફેસ્ટ માટે, બોર્ડે ફેસ્ટિવલને ભવ્ય બનાવવા માટે પાંચ દેશો અને ભારતના 12 જુદા જુદા ભાગોમાંથી પાઇલોટ્સ અને એજન્સીઓને સામેલ કર્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ), જાપાન અને કેનેડાની એજન્સીઓ આમાં સામેલ હશે.

ક્રેડિટઃ LBB

Photo of ગંગાની લહેરોથી આકાશ સુધી મસ્તીનો માહોલ, કાશીમાં હોટ એર બલૂન અને બોટ રેસનું આયોજન by Paurav Joshi

ટુરિઝમ બોર્ડ ઈવેન્ટને પ્રોત્સાહન આપવા માટે બ્લીમ્પ, ફુલાવી શકાય તેવા બલૂન અને ફ્લોટિંગ સિલિન્ડર પણ રજૂ કરશે. ઇવેન્ટના ભાગરૂપે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે પેરામોટર પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.

કઇ 12 ટીમો બોટ રેસિંગ સ્પર્ધામાં ભાગ લેશે

આ સ્પર્ધામાં ભાગ લેનારી સ્થાનિક ટીમોને ગંગા વાહિની, જલ યોદ્ધા, ગંગા લહરી, ગંગા પુત્ર, કાશી લહરી, નાવિક સેના, બોટ રાઇડર, ભાગીરથી સેવક, ઘાટ રક્ષક, ગૌમુખ દૈત્ય, કાશી રક્ષક અને જલ સેના જેવા નામ આપવામાં આવ્યા છે. નિષ્ણાતો દ્વારા આને લઇને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

ક્રેડિટઃ અમરઉજાલા

Photo of ગંગાની લહેરોથી આકાશ સુધી મસ્તીનો માહોલ, કાશીમાં હોટ એર બલૂન અને બોટ રેસનું આયોજન by Paurav Joshi

ક્યાં થશે બોટ રેસ?

રેસ કાશીમાં દશાશ્વમેઘ ઘાટથી શરુ થઇને રાજઘાટ સુધી અને કાશી વિશ્વનાથ ધામ, મહેતા ઘાટ અને પંચ ગંગા ઘાટને કવર કરતાં 3 કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં યોજાશે.

ક્યાં યોજાશે બલૂન ફેસ્ટ?

બલૂન સેન્ટ્રલ હિંદૂ બોયસ સ્કૂલ, રામનગર અને બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયના મેદાનથી ઉડશે અને ઉતરશે. બલૂન રાઇડ માટે પ્રતિ વ્યક્તિ કિંમત હજુ સુધી નક્કી નથી થઇ. પરંતુ 2021માં પ્રતિ વ્યક્તિ ચાર્જ 500 રૂપિયા હતો.

આ બીજી વખત છે જ્યારે ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ વારાણસીમાં આટલા મોટા પાયે હોટ એર બલૂન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. 2021ની ઈવેન્ટમાં વિદેશમાંથી આઠ અને ભારતના છ પાઈલટોએ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

ક્રેડિટઃ ગૂગલ

Photo of ગંગાની લહેરોથી આકાશ સુધી મસ્તીનો માહોલ, કાશીમાં હોટ એર બલૂન અને બોટ રેસનું આયોજન by Paurav Joshi

અહેવાલો મુજબ, ખલાસીઓ રેસમાં ભાગ લેવા માટે ઉત્સાહિત હતા. મોનુ માંઝીએ કહ્યું, "આ પ્રથમ વખત છે કે અમે કોઈપણ રાજ્ય-સ્તરની ઇવેન્ટમાં ભાગ લઈશું. અત્યાર સુધી અમે ફક્ત સ્થાનિક, મૈત્રીપૂર્ણ સ્પર્ધાઓમાં જ ભાગ લેતા હતા. અમે આ ઇવેન્ટની રાહ જોઈ રહ્યા છીએ," મોનુ માંઝીએ કહ્યું.

Photo of ગંગાની લહેરોથી આકાશ સુધી મસ્તીનો માહોલ, કાશીમાં હોટ એર બલૂન અને બોટ રેસનું આયોજન by Paurav Joshi

હોટ એર બલૂન શું હોય છે

તમને જણાવી દઇએ કે હોટ એર બલૂન ગરમ હવાની સાથે હવાની દિશા અનુસાર ઉડે છે. આ બલૂન સામાન્ય રીતે સિન્થેટીક બલૂન હોય છે જેમાં એક મોટુ બાસ્કેટ લાગેલું હોય છે. ક્રૂ અને મુસાફરો આ બાસ્કેટમાં સવારી કરે છે. બલૂનમાં સેફ્ટી ગિયર પણ હોય છે અને તે હવાઈ મુસાફરી કરાવે છે. આ પહેલા પણ કાશીમાં દેવ દિવાળીના પ્રસંગે હોટ એર બલૂન જોવા મળ્યા હતા.

તો તમે શેની રાહ જુઓ છો? તહેવારોના આ 3 દિવસના ભાગ બનવા માટે હમણાં જ વારાણસીની તમારી ટિકિટ બુક કરો!

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads