સૌથી પહેલા તો અભિનંદન! લગ્નની વ્યવસ્થા અને તૈયારીઓ કરવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, જેમ કે કપડાં, મહેમાનની લિસ્ટ, ફોટોગ્રાફર વગેરે માટે ઘણી રાતોના ઊજાગરા હોય છે અને તેમ છતા લિસ્ટ પુરુ થતુ જ નથી. આ ભાગદોડમાં અને એક નવું જીવન શરૂ થવાના આનંદમાં તમારા હનીમૂન પ્લાન્સ પાછળ રહી જાય છે. લગ્ન એ જીવનની એક અદ્ભુત સુંદર શરૂઆત વિશે છે અને દરેક નવયુગલ એક સુંદર હનીમૂનનું સપનું જુએ છે. દરેક કપલને સલાહ આપવામાં આવે છે, લગ્ન પછી તણાવમાંથી પોતાને મુક્ત કરવા અને તેમના અનંત લગ્નજીવનની યાદગાર શરૂઆત કરવા માટે એક આદર્શ અને અદ્ભુત સ્થળ શોધવાની. કપલ્સ માટે આરામ કરવા ભારતના આ અદ્ભુત સ્થળો વિશે જાણો અને યાદગાર, મનોરંજક અને રોમેન્ટિક હનીમૂન ટ્રીપનો અનુભવ કરો. છેવટે તમારા જીવનની આ ક્ષણો તો પરફેક્ટ હોવી જ જોઈએ ને...!
તો સ્માઈલ કરો અને વાંચો !! અમે આખા ભારતમાં શોધ કરી છે અને તમારા હનીમૂનના પ્રેમાળ પળો વિતાવવા માટે 5 શ્રેષ્ઠ સ્થળો પસંદ કર્યા છે. આમાંથી કોઈ એક સ્થળ પસંદ કરો અને એવી મેમરીઝ સમેટો જે જીવનભર યાદગાર બની રહે.
1. કાશ્મીર (ગુલમર્ગ)
એવા નજારાઓ કે જેને જોઈને સ્વિટ્ઝર્લેન્ડ પણ શરમાઈ જાય, કાશ્મીરને હનીમૂન માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બનાવે છે. તમારા રૂમમાં આગ અથવા હીટરની સામે બેસી ઠંડા હવામાન અને કુદરતી સફેદ બરફનો આનંદ માણો અને બારીની બહાર અદ્ભુત દૃશ્યો જુઓ. તમારા પ્રિયજન સાથે લોકલ ભોજનનો આનંદ માણો, બરફથી ઢંકાયેલા પર્વતો, ફૂલથી ભરેલી વાદીઓ અને ભવ્ય દાલ લેકનો આનંદ માણો અને જાણો કે શું કામ આખા વિશ્વમાં કાશ્મીરની સુંદરતાની કોઈ સરખામણી નથી.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો.
* એકસાથે ગંડોલાનો પ્રવાસ કરો. 14,000 ફૂટ પરથી ગુલમર્ગનો નજારો જોવો એ એક અલગ જ અનુભવ છે.
* ગુલમર્ગની સ્ટ્રોબેરી વેલી જાઓ અને તાજી સ્ટ્રોબેરીનો સ્વાદ લો.
* શ્રીનગરમાં દાલ તળાવની મુલાકાત લો અને ફિલ્મ કાશ્મીર કી કલીના પ્રખ્યાત દ્રશ્યને ફરીથી જીવંત કરો જેમાં શમ્મી કપૂર, શર્મિલા ટાગોર સાથે શિકારા પર રોમાંસ કરે છે. આ તે જ સમય છે જ્યારે તમે વાસ્તવિક જીવનમાં મૂવી-સ્ક્રીન જીવી શકો છો.
2. ગોવા
ગોવાને કોઈ પરિચયની જરૂર નથી. હનીમૂન કપલ્સમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ એવા ગોવામા તમારા માટે બધું જ છે જે તમને હનીમૂન મૂડમાંથી બહાર ન જવા દે. શાંત દરિયાકિનારા, ભવ્ય પોર્ટુગીઝ સ્થાપત્ય, ફેની, રોક-ટોક વગરની નાઇટલાઇફ અને સ્વાદિષ્ટ મસાલેદાર વિંડાલુ. આ જ તમારુ ગોવા - સામે ભુરા રંગનો સમુદ્ર અને તેની પાછળ ચમકતો સૂર્ય. ગોવામાં એવુ ઘણું બધુ કરવા માટે છે જે તમને વારંવાર પ્રેમમાં પડવા માટે મજબુર કરશે અને તમારા લગ્નના ઉત્સાહને ક્યારેય ઓછો નહી થવા દે.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો:
* ચપોરા કિલ્લા પર તમારા સાથી સાથે અદભૂત સૂર્યાસ્ત માણો.
* સફેદ રેતીમાં બીયર લઈ હાથ પકડીને ચાલો અને શૈકની અંદર આરામ કરો.
* ગોવાના કેટલાક શ્રેષ્ઠ ક્લબ જેવા કે LPK (love, passion, karma), મેમ્બોઝ કે ટીટોઝમા આખી રાત ડાંસ કરો.
* થોડો સમય આરામ કરો અને મસાજ લઈ મેરેજ ફંકશન્સનો થાક દૂર કરો.
3. આંદામાન (નીલ આઇલેન્ડ)
આંદામાને તમારા મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશનના લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવવું જોઈએ કારણ કે અહિંના સ્વર્ગ જેવા બીચ બીજે ક્યાંય નહીં મળે. બીચને સ્પર્શતા સૂર્યના કિરણો, ઇતિહાસની ઝલક અને વિશ્વકક્ષાના વોટરસ્પોર્ટ્સ આંદામાનને હનીમૂન માટે એક આદર્શ સ્થળ બનાવે છે. જ્યારે તમે બારીમાંથી બહાર જોતા હોવ અને નજીકના ટાપુઓ પર દીવાદાંડી ચમકતા જુઓ અથવા એશિયાના શ્રેષ્ઠ બીચની સફેદ રેતી પર ચાલતા હોવ ત્યારે તમારે થાઇલેન્ડ, માલદીવ અથવા મોરેશિયસ જવાની જરૂર રહેતી નથી. આંદામાનમાં યાદગાર પળો વિતાવવા માટે કપલ્સને સારા એકોમોડેશન્સ મળી રહે છે.
રોમેન્ટિક વસ્તુઓ તમે કરી શકો છો.
* ખુલ્લા આકાશમાં તારાઓ નીચે બીચ પર કેન્ડલ લાઈટ ડિનરથી વધુ રોમેન્ટિક શું હોય શકે.!
* આંદામાનનું સ્વચ્છ પાણી દરેક ડાઈવરનું સ્વપ્ન હોય છે. સાથે જઇને વિશાળ દરિયાઇ જીવન એક્સપ્લોર કરો.
* અદભૂત સૂર્યાસ્તને ચૂકશો નહીં, ખાસ કરીને બીચની પશ્ચિમ બાજુના સનસેટ પોઇન્ટથી.
4. કેરળ (મુન્નાર)
ટેકરીઓ અને સરોવરો, કોફીના બગીચાઓ અને હાઉસબોટ, સ્પા અને મસાલા - કેરળ પાસે બધું જ છે! લીલાછમ ચા ના બગીચામા સાથે ટહેલતા તાજી હવામાં ખોવાઈ જાઓ અથવા કોટેજમાં આરામ કરો. કેરળનું આકર્ષણ તમને વારંવાર અહીં ખેંચશે, કારણ કે તમારું મન અહીંના પાણી અને હરિયાળીથી ક્યારેય ભરાશે નહીં.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો.
* એક વૈભવી સ્પા સેશન.
* જો તમે એલેપ્પી અથવા કુમારકોમમાં રોકાવાના હોવ તો હાઉસબોટ રાઇડ લેવાનું ભૂલશો નહીં. પાઈન વૃક્ષોથી ઘેરાયેલા બેકવોટર્સના દૃશ્યનો શેમ્પેન સાથે આનંદ માણો.
* કાર/બાઇક ભાડે લો અને વાયનાડની ટેકરીઓ પર ડ્રાઇવનો આનંદ માણો.
* ચાઇનીઝ કૈટામારૈનની ધાર પર બેસીને ક્ષિતિજ પરથી ડૂબતા સૂર્યનો આનંદ માણો.
5. રાજસ્થાન (ઉદયપુર)
શું ઉદયપુર ફિલ્મોમાં દેખાય તેટલું અદભૂત છે? જવાબ છે - હા! વૈભવી મહેલો, મ્યુઝિયમ અને ચમકતા તળાવો ઉદયપુરને ભારતના સૌથી રોમેન્ટિક સ્થળોમાંનું એક બનાવે છે. ઉદયપુરની શેરીઓમાં તમારા પ્રિયજન સાથે હાથમાં હાથ નાખીને ચાલો અને રાજપૂતોના ઠાઠ-માઠનો અનુભવ લેતા ઉદયપુરના રંગો અને સંસ્કૃતિમાં ડૂબી જાઓ. ઉદયપુરમાં ઘણું કરવાનું છે - શાંત તળાવ પર બોટીંગ કરીને તમે ઇતિહાસની જીવંત તસવીર જોઈને શાંતિનો અનુભવ કરી શકો છો અને તમારી સાથે હનીમૂનની એવી યાદો લઈ જઈ શકો છો જે તમે ક્યારેય નહીં ભૂલી શકો.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો
* કોઈપણ વૈભવી મહેલોને બેકડ્રોપ તરીકે પસંદ કરો અને પોસ્ટ વેડીંગ ફોટોગ્રાફી કરો.
* પિચોલા તળાવ પર સનસેટ બોટ ક્રૂઝ લો અને સૂર્યાસ્ત સમયે સ્પાર્કલિંગ ટ્રેલ્સનો આનંદ માણો.
* શહેરના અગણિત રુફટોપ રેસ્ટોરન્ટ્સ પરથી ઉદયપુરનું જગમગતુ આકાશ જુઓ.